________________ સુત્ર-૨૨૧ પૂર્તિ આદિ દ્વારા જેમને વિવિધતાપૂર્વક સ્પષ્ટતાથી પ્રકાશિત કરવામાં આવ્યા છે, તથા. જે લોક અને આલોકના પ્રકાશક છે, તથા વિશાળ સંસાર સાગરને પાર કરવાને સમર્થ છે, ઈન્દ્રાદિદ્વારા પ્રશંસિત છે, ભવ્ય જીવોના હૃય દ્વારા અભિનદિત છે, અજ્ઞાન અને પાપ એ બન્નેનો નાશ કરનાર છે, તથા સારી રીતે નિર્ણિત હોવાથી દીપ સમાન એટલે કે સમસ્ત તત્વોના પ્રકાશક, તથા વિતર્ક, નિશ્ચય, અને ઔત્પત્તિ કી આદિ ચાર પ્રકારની બુદ્ધિમાં વધારો કરનાર છે, એવા છત્રીસ હજાર વ્યાકરણોના બોધક સૂત્રાર્થ કે જે અનેક ભેદવાળા છે, શિષ્યોને માટે હિતકારક અને ગુણદાયક છે તેમનું આ અંગમાં વ્યાખ્યાન કરાયું છે, આ સૂત્રમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુયોગ દ્વાર છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત ઋોકો છે, સંખ્યાત નિયુક્તિઓ છે, સંખ્યાત સંગ્રહણીઓ છે, અને સંખ્યાત પ્રતિપતિઓ છે, અંગોની અપેક્ષાએ આ પાંચમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. એકસોથી થોડા વધારે અધ્યયનો છે. આ અંગમાં દસ હજાર ઉદ્દેશક છે. દસ હજાર સમુદેશન કાળ છે. છત્રીસ હજાર પ્રશ્નોત્તર છે. તેમાં બે લાખ એક્યાસી હારનું પદ પ્રમાણ છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત પર્યાયો છે. અસંખ્યાત ત્રસ છે. અને અનંત સ્થાવર છે. ઉપરોક્ત સમસ્ત ભાવ શાશ્વત છે. કૃત છે. નિબદ્ધ છે. અને નિકાચિત છે. એ પ્રમાણે જિનેશ્વર ભગવાને કહેલ એ બધા ભાવો આ અંગમાં કહેવામાં આવેલ છે, યાવત્. ઉપદર્શિત કરાયા છે. યાવતુ ચરણકરણની પ્રરૂપણા આ અંગમાં કરવામાં આવી છે. આ વિવાહ પત્નત્તિનું સ્વરૂપ છે. 222) હે ભદન્ત! નાયાધમ્મ કહાઓનું કેવું સ્વરૂપ છે? આ અંગમાં જ્ઞાતના (મેઘકુમાર આદિના) નગરીનું ઉદ્યાનોનું, માતપિતાનું, સમોસરણનું, ધર્માચાર્યોનું, ધર્મકથાઓનું, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિનું, ભૌગોના પરિત્યાગનું, પ્રવ્રજ્યાનું, કૃતપરિગ્રહનું, ઉગ્રતપસ્યાનું પર્યાયોનું, સંલેખનાનું, ભક્તપ્રત્યા- ખ્યાનનું, પાદપોપગમનનું, દેવલોકગમન, ઉત્તમકુળમાં જન્મ પ્રાપ્ત કરવાનું, પુનઃ સમ્યકત્વ- પ્રાપ્તિનું, અન્તક્રિયા કરી મોક્ષની પ્રાપ્તિનું વર્ણન વાવતું ઉપદર્શન કરાયું છે. જ્ઞાતા- ધર્મકથામાં વર્ધમાન પ્રભુના વિનયમૂલક શ્રેષ્ઠ શાસનમાં પ્રવ્રુજિત થયેલાં સત્તર પ્રકારના સાવદ્ય વિરતિરૂપ સંયમના પાલન અર્થે ચિત્તસમાધિરૂપ ધૈર્યથી, સારા-નરસાની વિવેકરૂપ બુદ્ધિથી અને ધારણ કરેલા વ્રતોનું યોગ્ય રીતે પાલન કરવાના ઉત્સાહરૂપ વ્યવસાયથી દુર્બલ બનેલા સાધુઓનું, અનશનાદિ બાર પ્રકારના તપ, નિયમ, ઉગ્ર પ્રકારના તપ, આ ત્રણે રૂપ મહામુશ્કેલીએ વહન કરી શકાય તેવા ભાર-એ બન્ને હારી જઈને શક્તિથી રહિત, સંયમ પાલનમાં અસમર્થ એવા સાધુઓનું તથા ઘોર પરિષહોથી પરાજિત થયેલા હોવાથી તથા સામર્થ્યહીન થવાને કારણે તપસંયમની આરાધના કરતા અટકી ગયેલા અને તેને કારણે મોક્ષ-માર્ગથી. વિમુખ થયેલા સાધુઓનું, તેમજ વિષયસુખની તુચ્છ આશાને તાબે થવાથી ઉત્પન્ન થયેલા દોષોથી મૂચ્છિત થયેલાઓનું જ્ઞાન દર્શન ચારિત્રની અને યતિના મૂલગુણો અને ઉત્તરગુણોની વિરાધના કરવાથી નિસાર થવાને લીધે શૂન્ય બનેલાઓનું સંસારમાં અનંત દુખથી યુક્ત નારક તિર્યંચ, કુમનુષ્ય, અને કુદેવમાં જન્મ લેવારુપ જે દુર્ગતિ ભવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org