SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ 302 ઠાણે-૪૪૩૬૬ વક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક છે. પરંતુ જિન પ્રવચનનો પ્રરૂપક નથી. એક પુરૂષ શાસન નો પ્રભાવક પણ છે. અને જિન પ્રવચનનો પ્રરૂપક પણ છે. એક પુરૂષ શાસનનો પ્રભાવક પણ નથી અને જિન પ્રવચનોનો પ્રરૂપક પણ નથી. પુરૂષ ચાર પ્રકારના છે, જેમ કે- એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક છે પણ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર નથી એક પુરુષ શુદ્ધ આહારદિની એષણામાં તત્પર છે પણ સૂત્રાર્થનો પ્રરૂપક નથી એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ છે અને શુદ્ધ આહારદિની એષણામાં તત્પર પણ છે, એક પુરૂષ સૂત્રાર્થનો પ્રરૂપક પણ નથી અને શુદ્ધ આહારાદિની એષણામાં તત્પર પણ નથી. વૃક્ષની વિદુર્વણા ચાર પ્રકારની છે. જેમ કે પ્રવાલપણા એ પત્રાણાએ ફૂલપણાએ ફલાણાએ. - 37 ચાર પ્રકારના વાદીના સમવસરણો વિવિધ મતના મિલાપો) કહેલા છે. તે આ પ્રમાણે ક્રિયાવાદી (એના એકશો એશી ભેદ છે) અક્રિયાવાદી (એના ચોરાશી ભેદ છે) અજ્ઞાનવાદી (એના સડસઠ ભેદો છે) વિનયવાદી (એના ૩ર ભેદો છે.) સર્વ મળીને ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે. નારકોમાં થી લઈ અનિતકુમાર સુધીમાં એટલે વિકલેન્દ્રિયોને છોડીને વૈમાનિક સુધી બઘા દંડકોમાં વાદીઓના ચાર સમવસરણ છે. 3i68] ચાર પ્રકારના મેઘ કહેલા છે. જેમ કે- એક મેઘ ગાજે છે પરંતુ વરસતો નથી. એક મેઘ વર્ષે છે પરંતુ ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને વર્ષે છે, એક મેઘ ગાજતો નથી અને વરસતો પણ નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ બોલે છે ઘણું પરંતુ કંઈ દેતો નથી. એક પુરૂષ દે છે પરંતુ કંઈ બોલતો નથી. એક પુરૂષ બોલે પણ છે અને આપે- પણ છે. એક પુરૂષ બોલતો પણ નથી અને આપતો પણ નથી. મેઘ ચાર પ્રકારના છે.- એક મેઘ ગાજે છે તેમાં વીજળી ચમકતી નથી. એક મેઘમાં વીજળી ચમકે છે પરંતુ તે ગાજતો નથી. એક મેઘ ગાજે છે અને તેમાં વીજળીઓ ચમકે છે. એક મેઘ ગાજતો નથી અને તેમાં વીજળીઓ પણ ચિમકતી નથી. આ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, એક પુરૂષ પ્રતિજ્ઞા કરે છે પરંતુ પોતાની બડાઈ હાંકતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ હાંકે છે પરંતુ પ્રતિશ કરતો નથી. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ કરે છે અને પોતાની બડાઈ પણ હાંકે છે. એક પુરૂષ પ્રતિજ્ઞા પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી હાંકતો. મેઘ ચાર પ્રકારના છે, એક મેઘ વર્ષે છે પરંતુ તેમાં વીજળીઓ ચમકતી નથી. એક મેઘમાં વિજળીઓ ચમકે છે પરંતુ વર્ષતો નથી. એક મેઘ વરસે, પણ છે અને વિજળીઓ પણ ચમકે છે. એક મેઘ વર્ષતો પણ નથી અને તેમાં વીજળીઓ પણ ચમકતી નથી. એ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ પોતાની બડાઈ કરતો નથી. એક પુરૂષ પોતાની બડાઈ કરે છે પરંતુ દાનાદિ સત્કાર્ય કરતો નથી. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ કરે છે અને પોતાની બડાઈ પણ કરે છે. એક પુરૂષ દાનાદિ સત્કાર્ય પણ નથી કરતો અને પોતાની બડાઈ પણ નથી કરતો. મેઘ ચાર પ્રકારના છે, જેમકે- એક મેઘ સમય પર વરસે છે. પરંતુ અસમયે નથી વરસતો. એક મેઘ અકાલે વરસે છે પરંતુ સમય પર નથી વરસતો. એક મેઘ સમય પર વર્ષે છે અને અસમય પર પણ વર્ષે છે. એક મેઘ સમય પર પણ નથી વરસતો અને અસયમ પર નથી હસરતો એ પ્રમાણે પુરૂષ ચાર પ્રકારના છે, જેમકે- એક પુરૂષ સમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ અસમયે નથી કરતો. એક પુરૂષ અસમયે દાનાદિ સત્કાર્ય કરે છે પરંતુ સમય પર નથી કરતો. એક પુરૂષ સમય પર પણ દાનાદિ સત્કાર્ય કરે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy