SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 300 ઠાણ-૪૪૩૦ હતને જોવાથી વ્યાપ્તિનો બોધ થાય એવો હેતુ, ઉપમાથી સમાનતાને બોધ કરાવવાળો હેતુ, આપ્ત પુરુષ વડે કથિત વચન. હેતુ ચાર પ્રકારના જેમકે- એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હેતુ, એક વસ્તુના અસ્તિત્વથી બીજી વસ્તુનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર, હેતુ, એકના નાસ્તિત્વથી બીજાનું અસ્તિત્વ સિદ્ધ કરનાર હતું અને એકના નાસ્તિત્વમાં બીજાનું નાસ્તિત્વ સિદ્ધ કરનાર [361] સંખ્યાના રૂપ ગણિત ચાર પ્રકારનું છે. જેમકે- પ્રતિકર્મ-પાહુડોનું ગણિત વ્યવહાર-વ્યવહારગણિત (તોલમાપ- આદિ) રજુ-લમ્બાઈ માપવાનું ગણિત રાશિ-રાશિ માપવાનું ગણિત અધોલોકમાં અંધકાર કરવાવાળી ચાર વસ્તુઓ છે. * નરકાવાસ, મૈરયિક, પાપકર્મ અને અશુભપગલ. તિર્યક્લોક (મનુષ્યલોક)- માં ઉદ્યોત કરવાવાળા ચાર છે. - ચંદ્ર, સૂર્ય, મણી, અને જ્યોતિ (અગ્નિ) ઉર્ધ્વલોકમાં ઉદ્યોત કરવાવાળા ચાર છે. - દેવ, દેવીઓ, વિમાન, દેવ દેવીઓના આભરણો. સ્થાનઃ ૪-ઉદેસોઃ૪નીમુનિદીપરત્ન સાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ] (સ્થાનઃ૪-ઉદેસો 4) [32] પ્રસર્પક (વિદેશ જનારા પુરુષો) ચાર પ્રકારના હોય છે. - એક પુરૂષ જીવનનિવહિને માટે વિદેશ જાય છે. એક પુરૂષ સંચિત સમ્પતિની સુરક્ષા માટે વિદેશ જાય છે. એક પુરૂષ સુખ-સુવિધાને માટે વિદેશ જાય છે. એક પુરૂષ પ્રાપ્ત સુખ સુવિધાની સુરક્ષા માટે વિદેશ જાય છે. 363 નૈરયિકોનો આહાર ચાર પ્રકારના છે. જેમકે- અંગારા જેવો અલ્પદાહક, પ્રજ્વલિત અગ્નિકણો જેવી અતિ દાહક, શીતકાલના વાયુની સમાન શીતળ, બરફની સમાન અતિ શીતલ, તિર્યોનો આહાર ચાર પ્રકારનો છે- કંકોપમ- કંકપક્ષીના આહાર જેવો બિલોપમ-બીલમાં જે નખાય તે તુરત અંદર જાય છે. પાણમાં સોપમ- (ચાંડાલના માસની જેમ) પુત્રમાં સોપમ- પુત્રમાંસની સમાન તીવ્ર સુધાને કારણે અનિચ્છાપૂર્વક ખાય છે. મનુષ્યોનો આહાર ચાર પ્રકારનો છે- અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ. દેવતાઓનો આહાર ચાર પ્રકારનો છે-સુવર્ણ, સુગન્ધિત, સ્વાદિષ્ટ અને, સુખદ સ્પર્શવાળો [364 આશીવિષ ચાર પ્રકારનો છે.- વૃશ્ચિક જાતિનું આશીવિષ, મંડૂક જાતિનું આશીવિષ, સર્વ જાતિનું આશીવિષ. મનુષ્ય જાતિનું આશીવિષ. હે ભગવાન્ ? વૃશ્ચિક જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે ? અર્ધભરતક્ષેત્ર જેટલા મોટા શરીરને એક વિછીનું વિષ પ્રભાવિત કરી શકે છે. તે ફક્ત વિષનો પ્રભાવ માત્ર બતાવ્યો છે. હજુ સુધી, એટલા મોટા શરીરનો પ્રભાવિત કર્યું નથી, વર્તમાનમાં પ્રભાવિત કરતું નથી અને ભવિષ્યમાં પ્રભાવિત કરશે નહીં. હે ભગવનું ? મંડુક જાતિનું આશીવિષ કેટલું પ્રભાવિત કરે છે ? ભરતક્ષેત્ર પ્રમાણ શરીરને એક મંડૂકનું વિષ પ્રભાવિત કરે છે. હે ભગવાન સર્વ જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે? જબૂદીપ પ્રમાણ શરીરને એક સર્પનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતું. હે ભગવાનું? મનુષ્ય જાતિનું આશીવિષ કેટલું પ્રભાવશાળી છે ? સમય ક્ષેત્ર પ્રમાણ શરીરને એકમનુષ્યનું વિષ પ્રભાવિત કરી દે છે. શેષ પૂર્વવતું. [35] વ્યાધીઓ ચાર પ્રકારની છે, - વાતજન્ય. પિતજન્ય, કફજન્ય, અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy