________________ 376 ઠા- 1of-l949 અથવા સ્વીકૃત મતમાં આવનાર ઘેષનિત્યદોષ-વસ્તુને એકાંત નિત્ય માનવાથી ઉત્પન્ન થવાવાળો દોષ અથવા અભવ્ય જીવનો મિથ્યાત્વદોષ. અધિક કે અલ્પદોષવાદકાલમાં આવશ્યકતાથી અધિક કે અલ્ય બોલવું, સ્વક્તદોષ-પોતાથી કરાયેલ દોષ. [950 શુદ્ધ અનુયોગ દશા પ્રકારે છે. ચકારાનુયોગ-વાકયમાં આવવવાળા. ચાનો વિચાર મકારનુયોગ- વાકયમાં આવવાવાળા ‘મનો વિચાર. અધિકારાનુયોગ“અપિ’ શબ્દનો વિચાર. સેકારાનુયોગ-આતંતિિદ અર્થમાં પ્રસ્તુત થનાર “સે’ શબ્દનો વિચાર. ભવિષ્ય અર્થમાં છે. સાયંકારાનુયોગ-“સત્ય” અર્થમાં પ્રયુક્ત સાયનો વિચાર. એકત્વાનુયોગ-એકવચનના સંબંધમાં વિચાર. પૃથકત્વાનુયોગદ્વિવચન, બહુવચનનો વિચાર. સંગૃથાનુયોગ-સમાસસંબંધી વિચાર. સંક્રમિતાનોગ- વિભક્તિ વિષયસ સંબંધી વિચાર. ભિન્નાનુયોગ-સામાન્ય વાત કહેવાની પછી. ક્રમ અને કાલની અપેક્ષાથી તેના ભેદ કરવાના સંબંધમાં વિચાર કરવો. [૫૧-૫રદાન દશ પ્રકારનું છે. જેમકે અનુકવાદાન-દીન, અનાથ પ્રત્યે કૃપા કરીને આપવું તે. સંગ્રહદાન આપત્તિમાં સહાયતા પ્રાપ્ત કરવા માટે કોઈને કંઈક આપવું. ભયદાન-ભયથી રાજપુરુષો આદિને કંઈક આપવું. કારુણ્યદાન- શોક અર્થાતુ પુત્રાદિ વિયોગના નિમિત્તે કંઈક આપવું. લજ્જાદાન-ઈચ્છા ન હોવા છતાં પણ પંચ આદિ વ્યક્તિઓના કહેવાથી દેવું. ગૌરવદાન-પોતાના યશને માટે ગર્વપૂર્વક આપવું. અધર્મદાન-અધર્મી પુરુષને દેવું. ધર્મદાન-ધર્મકાર્યમાં આપવું અથવા સુપાત્રને આપવું. કરિષ્યતિ-ભવિષ્યમાં પ્રત્યુપકારની આશાથી દેવું. કતદાન-કોઈના પૂર્વકૃત ઉપકારના બદલે કંઈક આપવું. [૯૫૩ગતિ દશ પ્રકારની છે. જેમકે નરકગતિ, નરકની વિગ્રહગતિ, તિર્યંચગતિ, તિર્યંચની વિગ્રહગતિ, મનુષ્યગતિ, મનુષ્યવિગ્રહગતિ, દેવગતિ, દેવવિગ્રહગતિ, સિદ્ધગતિ, સિદ્ધ વિગ્રહગતિ. [૯૫૪મુંડ દશ પ્રકારના છે. જેમકે શ્રોત્રેન્દ્રિયમુંડ યાવતું સ્પશેન્દ્રિયમુંડ, ક્રોધમુંડ યાવતું લોભમુંડ, સિરમુંડ. [૯૫૫-૫]સંખ્યાન-ગણિત દશ પ્રકારનો કહેલ છે-પરિકર્મ ગણિત-જોડ, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આદિ, વ્યવહાર ગણિત-શ્રેણી વ્યવહાર આદિ. રજુગણિત-રજુ (રાજ) વડે જે ક્ષેત્રનું પ્રમાણ કરાય છે. રાશિગણિત- ધાન્ય વગેરેના પુંજને તોલા અથવા માપીને તેનું પ્રમાણ જણલું, કાલસવગણિત-કલા-અંશોનું સમીકરણ. ગુણાકાર ગણિત- સંખ્યાઓનો ગુણાકાર કરવો, વર્ગગણિત- સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી ગુણાકાર કરવો, ઘનગણિત-સમાન સંખ્યાનો સમાન સંખ્યાથી બે વાર ગુણાકાર કરવો. જેમકે– બેનો ઘન આઠ, વર્ગ-વર્ગગણિત-વર્ગનો વર્ગથી ગુણાકાર કરવો જેમકે-બેનો વર્ગ ચાર અને ચારનો વર્ગ સોળ. આ વર્ગ-વર્ગ છે. કલ્પગણિત- કાષ્ઠનું કરવતથી છેદન કરી તેનું પરિણામ જાણવું. [૫૭-૯૫૮]પ્રત્યાખ્યાન દશ પ્રકારના છે. જેમકે અનાગત પ્રત્યાખ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org