________________ 90 આયારી-રજાર૪૬૯ હે ભાગ્યવતી, હે શ્રાવિકા, હે ઉપાસિકા, હે ધાર્મિકા? આદિ. આ પ્રકારની ભાષા પણ નિરવદ્ય અને વિચારપૂર્વક બોલે. [૪૯]સાધુ અથવા સાધ્વીએ ભાષાનો નીચે મુજબ પ્રયોગ ન કરવો જોઈએ. જેમકે “ગગન દેવ, બાદલ ગરજે છે, વિદ્યુત દેવ, દેવ વરસ્યા, વરસાદ થાય તો સારું ન થાય તો સારું, ધાન્ય નિપજે તો સારું, ધાન્ય ન નિપજે તો સારું, રાત્રિ પ્રકાશવાળી હોય તો સારું અથવા પ્રકાશવાળી ન હોય તો સારું, સૂર્ય ઉગે તો સારુ અથવા ન ઉગે તો સારું, અમુક રાજાનો વિજય થાય તો સારું અથવા વિજય ન થાય તો સારું. કારણકે આકાશ મેઘ આદિને દેવ કહેવા તે લોકમૂઢતા છે અને શેષ વચનો આરે- ભાદિનક છે. પ્રજ્ઞાવાનું સાધુ અથવા સાધ્વી (આકાશને) પ્રયોજન હોવાપર અન્ત- રિક્ષ કહે ગુહ્યાનુચરિત કહે. વરસાદ વરસે છે, વરસાદ વરસ્યો. ઈત્યાદિ કહે. સાધુ અને સાધ્વીના આ ભાષા સંબંધી આચાર છે. જ્ઞાનાદિથી યુક્ત થઈને યતના સહિત સદા સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. | અધ્યયનઃ૪-ઉદેસી-૧ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનાઃ ૪-ઉદેસોઃ૨) [૭૦]સાધુ અને સાધ્વી કોઈ પણ પુરુષ અથવા સ્ત્રીને રોગ કે વિકલાંગ રૂપ દેખીને તેને આવા પ્રકારના સંબોધન કરીને ન બોલાવે. જેમ કે- ગંડ રોગ વાળાને ગંડી, કોઢ રોગવાળાને કોઢી વાવ, મધુમેહના રોગીને મધુમેહી કહેવું જેના હાથ કપાઈ ગયા હોય તેને હાથકટા અથવા ટૂંઠ, જેના પગ કપાઈ ગયા હોય તેને પગકટા અથવા લંગડા, જેનું નાક કપાઈ ગયું હોય તેને નકટા, એ પ્રમાણે કાનકટા, હોઠકટા, ઈત્યાદિ. આ પ્રકારની ભાષાથી મનુષ્યોને ક્રોધ ઉત્પન્ન થાય છે. તેથી તે સર્વ ભાષાને વિચારી સમજીને ન બોલે. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારનાં રૂપ દેખે અને બોલવાનું પ્રયોજન હોય તો તેના વિષયમાં આ પ્રમાણે બોલે-કોઈનું મનોબળ જોઈને ઓજસ્વી, તેજસ્વીને તેજસ્વી, યશસ્વીને યશસ્વી, સારૂ બોલવા વાળાને વક્તા, મનોહર ને મનોહર રૂપવાન ને સ્વરૂપવાન, પ્રાસાદિક ને પ્રાસાદિક તથા દર્શનીય કહે. એના સિવાય પણ જે જેવા છે, તેઓને તે પ્રમાણે કહેવાથી તે મનુષ્ય કુપિત ન થાય, એ પ્રકારની ભાષા વિચારીને બોલાવી જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પ્રકારના રૂપ જુએ, જેમ-કોટ, કિલો યાવતું. ગૃહાદિ, તો પણ તેના વિષયમાં એમ ન કહે કે-સારું બનાવ્યું છે. ઉત્તમ બનાવ્યું છે સુન્દર કાર્ય કર્યું છે, કલ્યાણકારી છે અથવા કરવા યોગ્ય કર્યું છે. આ પ્રકારની સાવધ ભાષા બોલવી ઉચિત નથી. સાધુ અથવા સાધ્વી કોઈ રૂપ દેખે જેમ કે કોટ, કિલો, ગૃહાદિ, તેના વિષયમાં બોલવાનું પ્રયોજન હોય તો આ પ્રમાણે બોલે આ આરંભ કરીને બનાવેલ છે. પાપ કરીને બનાવેલ છે, પ્રયત્ન કરી બનાવેલ છે, તથા પ્રાસાદિકને પ્રાસાદિક, દર્શનીય ને દર્શનીય કહે, અભિરૂપ ને અભિરૂપ અને પ્રતિરૂપ ને પ્રતિરૂપ કહે, આ પ્રમાણે નિરવદ્ય ભાષા વિચારી-સમજી બોલે. [471] સાધુ અથવા સાધ્વી અશન, પાન, ખાદિમ, અને સ્વાદિમ આહાર (સારા બનાવેલ દેખે તોપણ એમ ન બોલે-સારો બનાવ્યો, ઉત્તમ બનાવ્યો. સુંદર બનાવ્યો, કલ્યાણકર બનાવ્યો છે અથવા બનાવવા યોગ્ય બનાવ્યો છે! સાધુ-સાધ્વી ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org