________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧, ઉદેસોદેખીને પહેલાં જ કહેહે આયુષ્યમતી અથવા આયુષ્યનું ! આમાંથી મને થોડો આહાર આપશો? એમ કહેનાર મુનિને તે ભોજન કરનાર અથવા ભોજન કરનારી હાથ, થાળી, કડછી અથવા અન્ય પાત્ર સચિત્ત પાણીથી અથવા ગરમ પાણીથી ધોવા લાગે અથવા વિશેષ ધોવા લાગે તો તે પહેલાં જ સાધુએ તેને કહી દેવું જોઈએ કે આયુષ્મન તમે તમારા હાથને યાવતુ પાત્રને ઠંડા અથવા ગરમ પાણીથી ધૂઓ નહિ, વિશેષ રૂપથી ધૂઓ નહિ. મને આપવા ઈચ્છતા હો તો એમ જ આપો. સાધુના એમ કહેવા પર પણ હાથ અદિ ઠંડા અથવા ગરમ પાણીથી ધોઈને અથવા વિશેષ પ્રકારથી ધોઇને ભોજન આદિ લાવીને આપે તો એવા પૂર્વકર્મ વાળો હાથ આદિથી અશન આદિ લેવું તે અપ્રાસુક છે, અનેષણીય છે. યાવતુ લાભ થવા પર પણ ગ્રહણ કરવું ન જોઈએ. કદાચિત્ સાધુને પ્રતીત હોય કે મને ભિક્ષા દેવા માટે નહિ પરંતુ અન્ય કારણથી દાતાના હાથ આદિ ભીના છે તો પણ એવા હાથ આદિથી દેવાતા અશન આદિને ગ્રહણ ન કરે. એવી રીતે નિગ્ધ હાથ, સચિત્ત રજવાળા હાથ અને જેમાંથી પાણી ટપકી રહ્યું છે એવા હાથ કે ભીના હાથ આદિથી તથા સચિત્ત માટી, ખાર, હડતાલ, હિંગળો, મણસિલ, અંજન, મીઠું ગેરું, પીળી માટી, સફેદ માટી. ફટકડી, તાજો લોટ અથવા તાજા કુટેલા ચોખા આદિનો લોટ કે કણકી આદિ કોઈપણ સચિત્ત પદાર્થથી ખરડાયેલા હાથ આદિથી અશન આદિ ગ્રહણ ન કરે. જો એમ જાણે કે દેનારના હાથ આદિ અચિત્ત ચીથી ખરડાયેલા છે તો તેવા હાથ આદિથી દેવતા અશન આદિને પ્રાસુક તથા એષણિક જાણીને ગ્રહણ કરે. [368] સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કોઈ અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે ધાણી, ચાવલ, મમરા, પોંક આદિ તથા ચોખાને અર્ધપક્વ કણ સચિત્ત શિલા પર અથવા બીજવાળી, વનસ્પતિવાળી કીડા-મકોડાવાળી, ઓસવાળી સચિત્ત જલવાળી, સચિત્ત માટીવાળી અથવા જીવવાળી શિલાપર) કુટીને તૈયાર કરેલ છે અથવા તૈયાર કરી રહ્યા છે અથવા કરશે અથવા તો સૂપડાથી ઝટકી રહ્યા છે, ઝટકશે તો એવા ચાવલ આદિ વસ્તુને અશુદ્ધ જીણીને ગ્રહણ ન કરે. [39] સાધુ-સાધ્વી ગોચરી માટે જતા એમ જાણે કે બિલ (ખાણમાંથી નીકળતું એક પ્રકારનું મીઠું) ઉંભિજ (સમુદ્ર કિનારે અથવા એવા કોઈ અન્ય સ્થાને ખારા પાણીથી બનાવેલું મીઠું તથા અન્ય પ્રકારનું મીઠું અસંયમી ગૃહસ્થ સાધુના નિમિત્તે સચિત્ત યાવતુ જીવજન્તુવાળી શિલા પર વાટેલ છે, વાટે છે અથવા વાટશે, પસ્યું છે, પીસી રહ્યા છે. અથવા પીસશે અને એવું આપવા લાગે તો અપ્રાસુક જાણીને ગ્રહણ કરે નહિ. . [37] ભિક્ષા માટે ગયેલા સાધુ અથવા સાધ્વીને ખબર પડે કે અનાદિ આહાર અગ્નિ પર રાખેલ છે તો એવા પ્રકારના અશનાદિકને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કેવળી ભગવાનનું આ કથન છે કે એવો આહાર ગ્રહણ કરવો તે કર્મબંધનનું કારણ છે. અસંયમી ગૃહસ્થ સાધુના નિમિતે અગ્નિ પર રાખેલ આહારમાંથી થોડું ભાગ કાઢેલ છે અથવા તેમાં નાંખે છે, હાથ લૂછે છે અથવા વિશેષ રૂપથી સાફ કરે છે, પાત્રને નીચે ઉતારે છે અથવા ચડાવે છે. એટલા માટે નિર્ગથ મુનિઓની એજ પ્રતિજ્ઞા છે, એ જ હેતુ, એજ કારણ, એજ ઉપદેશ છે, કે તે અગ્નિ પર રાખેલ અશનાદિને હિંસાનું કારણ જાણી ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીનો આ આચાર છે. એનું પાલન કરતાં સંયમમાં યતનાવાનું બનવું જોઈએ. અધ્યયન ઉદ્દેશો નીમુનિદીપરાનસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org