________________ "આયા-૧૪/૩/૧૪૯ [14] આ મનુષ્યભવને અલ્પકાલીન જાણીને ક્રોધથી ઉત્પન્ન થનારા દુખોને અને ભવિષ્યમાં ઉત્પન્ન થનારા નરકાદિના દુખોને જાણીને ઠોધી જીવ ભિન્ન ભિન પ્રકારના દુઃખોનો અનુભવ કરે છે. સંસારના દુખનો પ્રતીકાર કરવા માટે અહિં હિં દોડે છે, તે જુઓ! જે કષાયો પર વિજય મેળવી શાંત થયા છે તે વાસનાહીન પરમ સુખી કહેવાયા છે. માટે જ્ઞાની પુરૂષ ક્રોધ ન કરે, એમ હું કહું છું. અધ્યયનઃ૪-ઉદેશેઃ ૩નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ૪-ઉદેસો 4) [15] પૂર્વસંયોગોનો ત્યાગ કરી ઉપશમને પ્રાપ્ત કરી પ્રથમ અલ્પ પછી વિશેષ પ્રકારે દેહનું દમન કરે અને છેવટે સંપૂર્ણ રૂપથી દમન કરે. માટે શાંત ચિત્તથી વીર સાધક સ્વરૂપમાં પ્રેમ ધારણ કરી, પાંચ સમિતિથી યુક્ત થઈ સદા યતનાપૂર્વક ક્રિયા કરે. હે સાધકો ! મોક્ષ પ્રાપ્ત કર્યા પાછા નહિ ફરનાર વીરોનો માર્ગ ઘણો વિકટ છે. વિષયને ઉત્તેજીત કરનાર માંસ અને લોહીને તપશ્ચર્યા દ્વારા ઓછા કરીને શરીરને કૃશ કરે છે અને બ્રહ્મચર્યમાં રહે છે તે પુરુષ મોક્ષને યોગ્ય, સાચો વીર અને ગ્રાહ્ય વચનવાળો છે. [૧પ૧ નેત્રાદિ ઇન્દ્રિયોના વિષયોનો ત્યાગ કરવો કરીને જે ફરી કર્ભાવસવના કારણોમાં આસક્ત થાય છે તે અજ્ઞાની બંધનોથી મુક્ત થતો નથી. તથા ધનધાન્યાદિ સંયોગોથી મુક્ત થતો નથી. મોહરૂપી અંધકારમાં પડેલા આવા અજ્ઞાની જીવને ભગવાનની આજ્ઞાનો લાભ થતો નથી. એમ હું કહું છું. [૧પ૨] જેને પૂર્વભવમાં ધમરાધન કરેલ નથી અને જેને ભવિષ્યમાં પણ તેવી યોગ્યતા નથી, તેને વર્તમાન ભવમાં તો ક્યાંથી ધર્મારાધન હોય ? તત્વદર્શી અને વિદ્વાનું પુરુષો આરંભથી દૂર રહે છે. તેમનો આ વ્યવહાર સમ્યક છે. સાધક આ પ્રમાણે જુએ કે હિંસાથી બંધન, વધે. પરિતાપાદિ ભયંકર દુખો સહન કરવા પડે છે. માટે પાપના બાહ્ય અને અધ્યેતર કારણોને દૂર કરીને આ મૃત્યુલોકમાં નિષ્ફર્મદશી બનવું જોઈએ. કર્મોનું ફળ અવશ્ય મળે છે એ જાણીને તત્ત્વજ્ઞ પુરુષ કર્મબંધનના કારણોથી સદા દૂર રહે. [53] હે શિષ્ય! જે સાચા પરાક્રમી, સમિતિથી યુક્ત, જ્ઞાનાદિ ગુણોથી સહિત, સદ્ધ યતનાવાન, કલ્યાણની તરફ દૃઢ લક્ષ્ય ધારણ કરનાર, પાપકર્મથી નિવૃત્ત, લોકને યથાર્થરૂપે જોનાર હતા તેઓ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર એ ચારે દિશાઓમાં વિચરતા સત્યમાં જ સદા સ્થિત હતા. પરીષહ, અને ઉપસર્ગોને સહન કરનાર, સમ્યક્ટ્રવૃત્તિ કરનાર, જ્ઞાનાદિ ગુણોથી યુક્ત, સદા યતનાવાનું, નિરંતર જોનારા, પાપોના ત્યાગી, યથાર્થરૂપે લોકને જાણનાર એવા સમ્પરષોએ પ્રરૂપેલા જ્ઞાનને હું અહીં કહું છું. આવા યથાવસ્થિત સ્વરૂપને જાણનારા તત્ત્વદર્શી પુરુષને ઉપાધિ હોતી નથી. એમ. હું કહું છું. અધ્યયનઃ૪- ઉદ્દેસોઃ૪નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ અધ્યયનઃ૪-ગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org