________________ 112 આયારો- 215-20 કિંમતવાળા બહુમૂલ્ય શીતલ ગોશીષ રક્ત ચંદનનો લેપ કર્યો. વળી ધીમા શ્વાસના વાયરે ઊડી જાય તેવા શ્રેષ્ઠ નગરપાટણમાં નિર્મિત, કુશળજનો દ્વારા પ્રશંસિત, ધોડાના મુખના ફીણ સમાન સ્વચ્છ, મનોરમ, ચતુર, કારીગરો દ્વારા સુવર્ણતારોથી ખચિત, હંસલક્ષણ યુક્ત બે વસ્ત્રો પહેરાવ્યાં, વળી હાર, અર્ધહાર, વક્ષસ્થળનું આભૂષણ, એકાવલી, માળા, સુવર્ણસૂત્ર, કંદોરો, મુકુટ તથા રત્નમાલા આદિ આભૂષણો પહેરાવ્યાં. આભૂષણ પહેરાવ્યા પછી ગૂંથેલી, વેષ્ઠિત કરેલી, ભરીને બનાવેલી, એક બીજાને જોડીને બનાવેલી, માલાઓથી ભગવાનની કલ્પવૃક્ષ સમાન શૃંગાર કર્યો. શુંગાર કરીને શકેન્દ્ર બીજીવાર વૈક્રિય સમુદ્રઘાત કર્યો, વિક્રિયા કરીને ચન્દ્રપ્રભા નામની હજાર પુરુષો દ્વારા વહન કરવા યોગ્ય એક મહાન શિબિકાની રચના કરી. તેની રચના કેવા પ્રકારની હતી? તે કહે છે- વૃક-ભેડિયા, બળદ, અશ્વ, નર, મગર, પક્ષી, વાનર, હાથી, રુરુ સરભ, ચમરી, ગાય, વાઘ, સિંહ, વનલતા, ઈત્યાદિ વિવિધ પ્રકારના ચિત્રોથી ચિત્રિત હતી. વિદ્યાધરયુગ્મ એવું યંત્ર યોગે કરી યુક્ત હતી, તેમાંથી હજારો તેજરાશિઓમાં ઝળહળતા કિરણો રોશની ફેલાવી રહ્યા હતા. રમણીય સુંદર રૂપથી અભુત બની હતી. ઝગમગતી, હજારો રૂપોથી સંપન્ન, દેદીપ્યમાન, અત્યંત દેદીપ્યમાન અને અનિમેષ દૃષ્ટિથી દેખવા લાયક હતી. તેમાં મોતીનાં ઝુમરો ઝૂલી રહ્યા હતા, તપાવેલ સુવર્ણના તોરણો લટકી રહ્યા હતા, મોતીઓની માળા, હાર અર્પહાર આદિ આભૂષણોથી નમેલી હતી. અત્યંત દર્શનીય હતી તેના પર પલતા, અશોકલતા, કુન્દલતાના ચિત્રો હતા, તથા અન્યોન્ય વિવિધ પ્રકારની લતાઓના ચિત્રોથી શોભિત હતી, શુભ સુંદર અને એકાંત હતી. તેનો અગ્રભાગ અનેક પ્રકારના પંચવર્ણી મણિયુક્ત ઘંટાઓ અને પતાકાઓથી શોભિત હતી, તે દર્શકોને પ્રસન્નતા પ્રદાન કરવાવાળી, દર્શનીય અને સુરૂપ હતી. પિ૨૧-૫૨૫જરા-મરણથી મુક્ત તીર્થંકર ભગવાન માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન થનારા દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી. તે શિબિકાના મધ્ય ભાગમાં તીર્થકર ભગવાન માટે પાદપીઠ સહિત એક સિંહાસન બનાવેલ હતું. તે સિંહાસન દિવ્ય-ઉત્તમ રત્નોથી ચમકી રહ્યું હતું. માળીઓ અને મુકુટથી મંડિત, તેજોમય શરીરવાળા તેમ જ ઉત્તમ આભૂષણો ધારણ કરવાવાળા જેનું મૂલ્ય લાખ સુવર્ણ મહોર હતું એવા વસ્ત્ર પરિધાન કરવાવાળા તથા ષષ્ઠ ભક્તની તપસ્યા કરી, સુંદર અધ્યવસાયથી યુક્ત, વિશુદ્ધ વેશ્યાવાળા જિનેન્દ્ર ભગવાન્ તે ઉત્તમ શિબિકા પર આરૂઢ થયાં. ભગવાન સિંહાસન પર બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બને બાજુ ઉભા રહી મણિઓ અને રત્નોથી યુક્ત વિચિત્ર દડવાળા ચામર ઢોળવા લાગ્યા. [પ૨૬-પર-સર્વથી પહેલા હર્ષથી રોમાંચયુક્ત થતાં માનવોએ પાલખી ઉપાડી ત્યાર પછી સુરો, અસુરો, ગરુડો તથા નાગેન્દ્રો આદિએ ઉપાડી શિબિકાને પૂર્વ તરફ દેવો, દક્ષિણ તરફ અસુરદેવો, પશ્ચિમ તરફ ગરૂડદેવો, ઉત્તર તરફ નાગેન્દ્રદેવો ગોઠવાઈને, વહન કરવા લાગ્યા. જેમ વનખંડ શોભે, શરદ ઋતુમાં કમલોથી યુક્ત સરોવર શોભે, તેવી જ રીતે દેવગણોથી ગગનતલ સુશોભિત બની ઉઠ્યું. જેમ સરસવોના વન, કણેરના વન, અથવા ચંપક વન, ફૂલોના સમૂહથી ખીલી ઉઠે છે. તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org