________________ 110 આયારો- ૨૧પ-૧૫૧૦ સંબંધીઓને આમંત્રણ આપ્યું. મિત્રો આદિને આમંત્રિત કરીને ઘણા શ્રમણો, બ્રાહ્મણો ભિક્ષુઓ, દરિદ્રો અને ભિખારીઓ તથા દુખિયાજનોને ધન આપ્યું, વહેંચ્યું અને વિતીર્ણ કર્યું. વાચકોને ખૂબ દાન આપ્યું. આપીને, વહેંચીને, તેમ વિતરણ કરીને તથા અથજનોને ભોજન કરાવ્યું. મિત્રો આદિને ભોજન કરાવીને તેમને આ પ્રમાણે કહ્યું જ્યારથી આ કુમાર ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં ગર્ભરૂપે આવ્યા હતા ત્યારથી આ કુળમાં વિરાટ ચાંદી સોનું ધાન્ય -માણેક-મોતી શંખ-પોખરાજ-પ્રવાલ વગેરેની ઘણી વૃદ્ધિ થઈ છે તેથી કુમારનું નામ “વર્ધમાન રાખવામાં આવે છે. ત્યાર પછી શ્રમણ ભગવાન્ મહાવીર માટે પાંચ ધાત્રીઓ રાખવામાં આવી, દૂધ પીવડાવનારી, સ્નાન કરાવનારી. શૃંગાર કરાવનારી, રમાડનારી, અંકમાં રાખનારી ધાત્રી. એ પ્રમાણે એક ખોળામાંથી બીજાના ખોળામાં લેવાતાં વર્ધમાનકુમાર રમણીય મણિઓની ફરસ વાળા રાજમહેલમાં વૃદ્ધિ પામવા લાગ્યા. જેમ પર્વતની ગુફામાં ચંપક-વૃક્ષની વૃદ્ધિ થાય છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીરનું જ્ઞાન વિશેષરૂપ વિકાસ પામ્યું. તે બાલ્યાવસ્થાથી મુક્ત થઈ યુવાવસ્થાને પ્રાપ્ત થયા. અનુત્સુક અનાસક્ત ભાવથી મનુષ્ય સંબંધી પાંચ પ્રકારનાં ઉદાર કામભોગોનો અથતું શબ્દ-સ્પર્શ-રસ-રૂપ અને ગંધનો અનુભવ કરતાં વિચારવા લાગ્યા. પિ૧૧ શ્રમણ ભગવાન મહાવીર કાશ્યપ ગોત્રીય હતા તેના ત્રણ નામ આ પ્રમાણેહતાં. માતા પિતાએ નિયત કરેલ નામ વર્ધમાન હતું સહજ ગુણોને કારણે તે શ્રમણ' કહેવાતા અને ભંયકર-ભય-ભૈરવને તથા અચેલાદિ પરીષહો સહેવાના કારણે દેવોએ તેમનું નામ શ્રમણ ભગવાન મહાવીર આપ્યું હતું. શ્રમણ ભગવાન મહાવીરના પિતા કાશ્યપ ગોત્રના હતા. તેનાં પણ ત્રણ નામ હતાં. સિદ્ધાર્થ, શ્રેયાંસ અને યશસ્વી. શ્રમણ ભગવાન મહાવીરના માતા વાશિષ્ઠ ગોત્રીય હતાં તેના પણ ત્રણ નામ હતાંત્રિશલા, વિદેહદિનના અન પ્રિયકારિણી. શ્રમણ ભગવાન મહાવીરના કાકા કાશ્યપ ગોત્રીય હતાં તેનું નામ સુપાર્શ્વ હતું. ભગવાનના જ્યેષ્ઠ ભ્રાતા નદિવર્ધન કાશ્યપ ગોત્રીય હતાં. ભગવાનની મોટી બહેન કાશ્યપ ગોત્રીયા સુદર્શના હતી. ભગવાનની પત્ની કોડિન્ગ ગોત્રીય હતી, તેનું નામ યશોદા હતું. ભગવાનની પુત્રીના બે નામ હતા-અનવદ્યા અને પ્રિયદર્શના. તે પણ કાશ્યપ ગોત્રી હતી. શ્રમણ ભગવાન મહાવીરની દોહિત્રી પ્રિયદર્શનાની પુત્રી કૌશિક ગોત્રના હતી. તેના પણ બે નામ હતા? શેષવતી અને યશોમતી. [૫૧૨શ્રમણ ભગવાન મહાવીરનાં માતા-પિતા પાશ્વપત્રીય અર્થાત પાર્શ્વનાથના અનુયાયી શ્રમણોપાસક હતા તેમણે ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને જીવનિકાયની રક્ષા માટે પાપની આલોચનાનન્દા-ગાં તથા પ્રતિક્રમણ કરીને, યથાયોગ્ય પ્રાયશ્ચિત લઈને, દર્ભનું બિછાનું બિછાવી, ભક્તપ્રત્યાખ્યાન કરી, અંતિમ, મરણ પર્વતની. સંલેખના કરી શરીર કશ કરીને, મૃત્યુના અવસરે કાલ કરી અચુત સ્વર્ગમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી આયુ, ભવ, સ્થિતિનો. ક્ષય કરી ચુત થઈ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ પામી-સંયમ સ્વીકારી અંતિમ ઉચ્છવાસે સિદ્ધ-બુદ્ધ-મુક્ત થઈ નિવણિ પામશે અને સમસ્ત દુઃખોનો અંત કરશે. [૧૩]તે કાળે અને તે સમયે જગવિખ્યાત, જ્ઞાતપુત્ર, જ્ઞાત નામક વંશમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org