SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૮ ૮૫ ગાઉ આયામ વિખુંભથી તેનાથી ત્રણ ગણો પરિધિથી તથા દોઢ ગાઉ બાહલ્યથી કહેલ છે. તારા વિમાનના વિખંભાદિ કેટલા કહેલ છે ? તારા વિમાનના આયામ વિખુંભનું પરિમાણ અર્ધા ગાઉનું કહેલ છે. તથા અર્ધું ગદ્યૂત ઉચ્ચત્વનું પરિમાણ કહેલ છે. એક કોસનો ચોથો ભાગ જેટલી ઉત્કૃષ્ટ સ્થિતિ તારાદેવના વિમાનની હોય છે. તથા જઘન્ય સ્થિતિ વાળા તારા દેવના વિમાનનો આયામ વિખુંભનું પરિમાણ પાંચસો ધનુષનું હોય છે ઉચ્ચત્વનું પરિમાણ અઢીસો ધનુષનું કહેલ છે. સૂર્ય અને ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. આઠહજાર દેવ ગ્રહવિમાનને વહન છે. કરે છે. નક્ષત્ર વિમાનને ચારહજાર દેવ વહન કરે છે તારા વિમાનને બે હજાર દેવો વહન કરે છે. ચંદ્ર વિમાનને સોળહજાર દેવો વહન કરે છે. પૂર્વદિશામાં સિંહના રૂપ ધારણ કરીને ચારહજાર દેવો વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. વૃષભના રૂપો ધારણ કરીને ચા૨ હજાર દેવો પશ્ચિમ દિશામાં વહન કરે છે. ઉત્તર દિશામાં અશ્વનારૂપો ધારણ કરીને ચાર હજાર દેવો વહન કરે છે. આ રીતે બધાને મેળવવાથી સોળહજાર દેવો ચંદ્ર વિમાનનું વહન કરે છે. ચંદ્ર વિમાનના ક્રમ પ્રમાણે સોળહજાર દેવો સૂર્ય વિમાનનું વહન કરે છે ગ્રહ વિમાનને કેટલા હજાર દેવો ખેંચે છે ? આઠહજાર દેવો વહન કરે છે. જે આ પ્રમાણે છે. પૂર્વીદેશામાં સિંહના રૂપોને ધારણ કરીને બેહજાર દેવો વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વ-ઘોડાના રૂપોને ધારણ કરીને બેહજાર દેવો વહન કરે છે. નક્ષત્ર વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે ? નક્ષત્ર વિમાનનું ચારહજાર દેવો વહન કરે છે. પૂર્વીદેશામાં સિંહના રૂપોને ધારમ કરવાવાળા એક હજાર દેવો વહન કરે છે. એજ પ્રમાણે યાવત્ ઉત્તર દિશામાં અશ્વરૂપને ધારણ કરીને એક હજાર દેવો વહન કરે છે. તારા વિમાનનું કેટલા હજાર દેવો વહન કરે છે ? બે હજાર દેવો વહન કરે છે. પૂર્વ દિશામાં સિંહના રૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. દક્ષિણ દિશામાં ગજના રૂપોને ધારણ કરીને પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. અને ઉત્તરદિશામાં ઘોડાનારૂપોને ધારણ કરવાવાળા પાંચસો દેવો તારા વિમાનનું વહન કરે છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારાઓની સ્થિતિ વિશેષવશાત્ ચંદ્રથી સૂર્ય શીઘ્રગમન વાળા હોય છે. સૂર્યથી શીઘ્ર ગતિવાળા ગ્રહો હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ્ર ગમનવાળા હોય છે. અને નક્ષત્રોથી તારાઓ શીઘ્રગતિવાળા હોય છે. આ પ્રકારના ક્રમથી સૌથી આદિ સ્થિતિવાળો ચંદ્ર સૌથી અલ્પ ગતિવાળો છે તથા સૌથી અંતિમ સ્થિતિવાળા તારા ગણ સૌથી શીઘ્ર ગતિવાળા હોય છે. સમૃદ્ધિના સંબંધમાં ઉલ્ટી સ્થિતિ હોય છે. જેમકે સૌથી અલ્પ સમૃદ્ધિવાળા તારાગણ હોય છે. તેનાથી અધિક સમૃદ્ધિવાળા નક્ષત્ર હોય છે. નક્ષત્રોથી અધિક સમૃદ્ધિવાળા ગ્રહગણ હોય છે. તેનાથી વધારે સમૃદ્ધિશાલી સૂર્ય હોય છે. અને સૂર્યથી પણ અધિક સમૃદ્ધિ શાલી ચંદ્ર હોય છે. એ પ્રમાણે સ્વશિષ્યોનેઉપદેશ કરવો. તારા રૂપ વિમાનનું અંતર બે પ્રકારથી પ્રજ્ઞપ્ત કરેલ છે. તેમાં એક પ્રકારનું વ્યાઘાતિમ અંતર કહ્યું છે. પર્વત વિગેરેથી પડવું તેને વ્યાઘાત કહે છે. એ પ્રકા૨થી વ્યાઘાત જેમાં હોય તે વ્યાઘાતિમ અંતર કહેવાય છે. તથા બીજું વ્યાઘાત વિનાનું અર્થાત્ સ્વાભાવિક આ રીતે બે પ્રકારનું અંતર કહ્યું છે. જે વ્યાધિતમ અંતરજઘન્યથી બસો બાસઠ યોજનનું હોય છે. જે નિર્વ્યાઘાતિમ- સ્વાભા વિક અંતર હોય છે. તે જઘન્યથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy