SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૪ બીજો પંદરમેભાગ યાવત્ ધીરે ધીરે રાહુ વિમાનથી ઢંકાઈ જવાથી ચંદ્રમંડળનો અંધકા૨વાળો ભાગ વધતો જાય છે. પ્રતિક્ષણે અંધકારની વૃદ્ધિ પ્રાપ્ત કરેલ ચંદ્ર પક્ષના અંતમાં પંદરમી અમાવાસ્યા તિથિને પ્રાપ્ત કરે છે. ત્યારે પુરેપૂરો પંદરમો ભાગ કૃષ્ણવર્ણવાળો થઇ જાય છે. આ પૂર્વ કથિત પ્રકારથી શુકલપક્ષ કરતાં કૃષ્ણપક્ષમાં અંધ કારનું અધિકપણું કહેલ છે. તેમ સ્વશિષ્યોને કહેવું. વિભાગ કરવાને યોગ્ય પરિમિત, નિર્વિભાગ અસંખ્યાત ભાગ કહેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. શુકલપક્ષની પ્રતિ પદા તિથિમાં જ્યોત્સના પ્રકાશ પરિચ્છિન્ન કહેલ છે. તથા કૃષ્ણપક્ષની પ્રતિપદા તિથિમાં અંધકાર પરિચ્છિન્ન હોય છે. પાહુડ - ૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ૭૯ પાહુડ-૧૫ [૧૧૧-૧૧૪] હે ભગવન્ ચંદ્ર, સૂર્ય, ગ્રહ નક્ષત્ર અને તારાઓની ગતિમાં કોની ગતિ કોના કરતાં અલ્પ કે અધિક હોય છે ? ચંદ્રગતિ ક્ષેત્ર પરિમાણથી સૂર્યના ગતિ ક્ષેત્ર અધિક હોય છે. સૂર્ય કરતાં ગ્રહો શીઘ્રગતિવાળા હોય છે. ગ્રહોથી નક્ષત્રો શીઘ્ર ગતિવાળા હોય છે. નક્ષત્રોથી પણ તારાઓ શીઘ્રગતિવાળા હોય છે, તેમ પ્રતિપાદિત કરેલ છે. આ રીતે પહેલાં કહેલ ગતિ ક્રમવાળા ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારા એ પાંચેમાં સૌથી નજીક હોવાથી સૌથી અલ્પગતિવાળો ચંદ્ર છે તથા સૌથી દૂર હોવાથી બધાથી શીઘ્રગતિવાળા તારાગણ હોય છે ગમન કરતો ચંદ્ર એક એક મુહૂર્તમાં મંડળના કેટલામાં ભાગ ક્ષેત્રોને વ્યાપ્ત કરે છે ? ઉત્તરદિશાથી અથવા દક્ષિણ દિશાથી ગમન કરતો ચંદ્ર જે જે મંડળને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તે તે મંડળ સંબંધી પરિધિના ૧૭૬૮ ભાગોને અર્થાત્ આટલા પ્રમાણવાળા અંશ પ્રદેશમાં યાવત્ ગમન કરે છે. તે પછી મંડલ રિધિને એક લાખ નવહજાર આઠસોથી ભાગ કરીને જેટલો ભાગ આવે એટલા પ્રમાણવાળા ભાગોમાં યાવત્ ચંદ્રગમન કરે છે. ભ્રમણ કરતો સૂર્ય પોતાના મંડળના કેટલા સોભાગો માં એક મુહૂર્તમાં ગમન કરે છે ? સૂર્ય જેજે મંડળોને પ્રાપ્ત કરીને ગમન કરે છે, તેમાં મંડળની પરિધિના ૧૮૩૦ ભાગોમાં ગમન કરે છે, જે જે મંડળ અર્થાત્ પોતાના પરિભોગ કાળ પર્યન્તના પ્રતિનિયત ક્ષેત્રમાં ગમન કરે છે. તે તે પોતાના મંડલ સંબંધી રિધિના ૧૮૩૫ ભાગોમાં ગમન કરે છે. મંડળને ૧૦૯૮૦૦ છેદીને આ સંખ્યાથી ભાગ ક૨વો જેથી પૂર્વોક્ત સંખ્યા મળી જાય છે. જે સમયે ચંદ્રને ગતિપૂર્ણતાવાળો જોઇને સૂર્ય ગતિસમાપન્નક વિવક્ષિત થાય છે, અર્થાત્ ચંદ્રગતિ સાપેક્ષ સૂર્યગતિની અપેક્ષા રહે છે. તે સમયે એ સૂર્યના એક મુહૂર્તગત ગતિ પરિમાણથી કેટલા ભાગો વિશેષિત કરવામાં આવે છે ? અર્થાત્ એક મુહૂર્તમાં ચંદ્રથી આ આ ક્રમિત ભાગોથી કેટલા વધારે ભાગોને સૂર્ય આક્રમિત કરે છે ? કેવળ બાસઠભાગ અધિક પ્રદેશને આક્રમિત કરે છે, જ્યારે ચંદ્રને ગતિસમાપન્નક જોઇને નક્ષત્ર ગતિસમા પન્નક વિવક્ષિત થાય છે. તે સમયે તે નક્ષત્ર મુહૂર્ત ગતગતિ પરિમાણ થી કેટલાં ભાગ વધારે હોય છે ? સડસઠ ભાગ વધારે ગમન કરે છે. જ્યારે સૂર્યને ગતિસમાપન્નક જોઇને નક્ષત્રને ગતિસમાપન્નક વિવક્ષિત કરે છે. સૂર્યથી આક્રમિત ભાગથી નક્ષત્રાક્રમિત ભાગ પાંચ ભાગ વધારે હોય છે. હવે ચંદ્રની સાથે અભિજીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy