SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પાહુડ-૧૦, પાહુડ-પાહુડ-૮ (પાહુડપાહુડ-૮) [૫૧] હે ભગવાન અઠ્યાવીસ નક્ષત્રોની સંસ્થિતિ કેવા પ્રકારનો કહેલ છે ? હે ગૌતમ ! અભિજીત નક્ષત્રનું સ્વરૂપ આકાર ગોશીર્ષની પંક્તિ જેવો કહેલ છે. શ્રવણ નક્ષત્ર કાહલના જેવા આકારવાનું કહેલ છે. ત્રીજું ધનિષ્ઠા નક્ષત્ર શકુની પલીનકના જેવા આકારવાનું કહેલ છે. ચોથું શતભિષાનક્ષત્ર પુષ્પોપચાર અથત પાત્રમાંસજજ કરેલ પુષ્પના આકારના સમાન આકારવાળું છે. પાંચમું પૂર્વાભાદ્રપદા નક્ષત્ર અપાઈ વાવના જેવા આકારનું કહેલ છે. ભાદ્રપદા નક્ષત્રના સંસ્થાન જેવા સંસ્થાનવાનું છઠું ઉત્તરાભાદ્રપદા નક્ષત્રને પણ સમજવું. રેવતી નક્ષત્ર નૌકાના આકાર જેવું કહેલ છે. આઠમું અશ્વિની નક્ષત્ર ઘોડાના ગળાના જેવા આકારવાનું કહેલ છે, નવમું ભરણી નક્ષત્ર ભગસંસ્થિત કહેલ છે. દસમું કૃત્તિકા નક્ષત્ર આકાશમાં અસ્તરાના ઘરના જેવું. જાણવું. રોહિણી નક્ષત્ર ગાડાની ઉધ જેવા આકારથી કહ્યું છે. મૃગશિરા નક્ષત્ર મૃગોના જે મસ્તક તેની જે પંક્તિ તેના જેવા આકારવાળું આદ્રા નક્ષત્ર આકાશમાં લોહીના ટીપાના જેવું છે. પુનર્વસુ નક્ષત્ર ત્રાજવાના આકારના જેવું છે. પુષ્ય વર્ધમાન અથતિ સાથિયાના આકાર વાળું કહેલ છે, અશ્લેષા નક્ષત્ર પતાકા સમાન દેખાય છે. મઘાનક્ષત્ર પ્રકારના જેવા સંસ્થાનવાળું છે, પૂવફાલ્ગનીનક્ષત્ર અધપિલંગના જેવા આકારવાનું કહેલ છે. પૂર્વાફાલ્ગનીનક્ષત્રના સંસ્થાનના જેવું ઉત્તરાફાલ્ગનીનક્ષત્રનું સ્વરૂપ જાણવું, હસ્ત. નક્ષત્ર હાથના આકારના જેવું જાણવું. ચિત્રા નક્ષત્ર પ્રસન્ન મુખના સરખું હોય છે. સ્વાતી નક્ષત્ર ખીલાના આકાર જેવું છે. વિશાખા નક્ષત્ર દામનીના જેવા આકારવાળું કહેલ છે, અનુરાધા નક્ષત્ર એકાવલી હારના આકાર કહેલ છે. જ્યેષ્ઠા નક્ષત્રનો આકાર હાથીના દાંત જેવો પ્રતિપાદિત કરેલ છે. મૂળ નક્ષત્ર વીંછીના પુંછના જેવા આકારવાળું છે પૂવષાઢા નક્ષત્ર હાથીના કુંભના જેવું છે ઉત્તરાષાઢા નક્ષત્ર સાદિ સંસ્થાનના જેવું છે. [પાહુડ-૧૦૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (પાહુપાહુડ-૯) [પ૨હે ભગવાનુઆપે કેવી રીતે અઠ્યાવીસ તારાઓનું પ્રમાણ કહેલ છે ? અભિજીત નક્ષત્ર ત્રણ તારાઓવાળું કહેલ છે. શ્રવણ નક્ષત્ર ત્રણ તારાઓથી યુક્ત છે. ધનિષ્ઠા નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. શતભિષા નક્ષત્ર સો તારાઓ વાળું છે, પૂવ. ભાદ્રપદા નક્ષત્ર બે તારાઓથી યુક્ત છે. ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર પણ બે તારાઓવાળું કરેલ છે, રેવતીનક્ષત્ર બત્રીસ તારાઓથી યુક્ત કરેલ છે. અશ્વિની નક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે, ભરણી નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. કૃત્તિકાનક્ષત્ર છ તારાઓવાળું છે. રોહિણી નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. મૃગશિરાનક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. આદ્ર નક્ષત્ર એક તારાવાળું છે. પુનર્વસ નક્ષત્ર પાંચ તારાઓવાળું છે. પુષ્યનક્ષત્ર ત્રણ તારા ઓવાળું છે. અશ્લેષા નક્ષત્ર છ તારાઓવાળું છે. મઘાનક્ષત્ર સાત. તારાઓવાળું છે. પૂવફાલ્ગનીનક્ષત્ર બે તારાવાળું છે. ઉત્તરાફાલ્ગનીનક્ષત્ર પણ બે તારાવાળું છે. હસ્ત નક્ષત્ર પાંચ તારાવાળું છે. ચિત્રા નક્ષત્ર એક તારાવાળું છે. સ્વાતીનક્ષત્ર એક તારાવાળું છે. વિશાખા નક્ષત્રના પાંચતારાઓ છે. અનુરાધા નક્ષત્ર પાંચતારાઓવાળું છે. જ્યેષ્ઠા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. મૂલનક્ષત્ર એકજ તારાથી છે. પૂર્વાષાઢા અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy