SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ નિરયાવલિયાણું-૧/૧૦ સંભ્રાત થઈ જ્યાં ચલણાદેવી હતી ત્યાં આવ્યા. આવીને ચેલણા દેવીને સુકી, ભૂખી થાવતું ધ્યાન કરતી જોઈને આ પ્રમાણે બોલ્યા: “હે દેવાનુપ્રિયા ! કેમ તું સુકી, ભૂખી થઈ સતી યાવતું ધ્યાન કરે છે?” ત્યારપછી તે ચેલણાદેવીએ શ્રેણિક રાજા ના આ અર્થને આદર ન આપ્યો, જાણ્યો પણ નહીં અને મૌન જ રહી. ત્યાર પછી તે શ્રેણિક રાજાએ ચેલણાદેવીને બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું કે-“હે દેવાનુપ્રિયા ! શું હું આ તારા અર્થને સાંભળવા લાયક પણ નથી? કે જેથી તું આ અર્થને ગોપવે છે? ત્યારપછી તે ચેલણાદેવી શ્રેણીક રાજાએ બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહેવા લાગી-“હે સ્વામી! એવો કોઈ પણ અર્થ નથી કે જે સાંભળવાને તમે અયોગ્ય હો. તો આ અર્થને તો સાંભળવામાં તમે અયોગ્ય છો જ નહીં. આ પ્રમાણે નિશે હે સ્વામી! મને તે ઉદાર યાવતું મહાસ્વપ્ર આવ્યા પછી ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે આ આવા પ્રકારનો દોહલો ઉત્પન્ન થયો છે કે-તે માતાઓને ધન્ય છે કે જેઓ તમારા ઉદરના માંસને પકાવી યાવતુ પોતાના દોહલાને પરિપૂર્ણ કરે છે. તેથી કરીને હું હે સ્વામી તે દોહલો પરિપૂર્ણ ન થવાથી સુકી, ભૂખી થઈ યાવતુ ધ્યાન કરું છું. ત્યારપછી તે શ્રેણીકરાજાએ ચેલણાદેવીને આ પ્રમાણે કહ્યું “ હે દેવાનુપ્રિયા ! હણાયો છે મનનો સંકલ્પ જેનો એવી તું યાવતું એવું ધ્યાન કર નહીં. હું તે પ્રમાણે યત્ન કરીશ, કે જે પ્રકારે તારા દોહદની પ્રાપ્તિ થશે.” એમ કહીને ચેલણાદેવીને તેવા પ્રકારની ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ, મનને સુખકારક, ઉદાર કલ્યાણકારક, શિવ ધનને આપનાર, મંગલકારક, પરિમિત, મધુર અને શોભાવાળી વાણીવડે આશ્વાસન કર્યું. પછી ચેલણા દેવીની પાસેથી નીકળ્યા. નીકળીને જ્યાં બહારની ઉપસ્થાનશાલા હતી, ત્યાં આવ્યા. આવીને શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વાભિમુખે બેઠા, બેસીને તે દોહલાની પ્રાપ્તિ ને ઘણા. આય, ઉપાય. ઔત્પત્તિની બુદ્ધિ, વૈયિકા બુદ્ધિ, કાર્મિકી બુદ્ધિ અને પારિણામિકી બુદ્ધિ વડે વિચાર કરતા વિચાર કરતા સતા તે દોહ લાના આયને, ઉપાયને કે સ્થિતિને-સ્થાનને નહીં પામતા તે રાજાના મનનો સંકલ્પ હણાઈ ગયો, યાવતું તે ધ્યાનમાં-વિચારમાં નિમગ્ન થઈ ગયા. આ વખતે અભયકુમારે સ્નાન કર્યું, યાવતુ શરીરે વિભૂષિત થઈ પોતાના ધરથી નીકળ્યો. નીકળીને જ્યાં બહાર ની ઉપસ્થાનશાલા હતી અને જ્યાં શ્રેણીકરાજા બેઠા હતા, ત્યાં આવ્યો. આવીને હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા શ્રેણીકરાજાને વાવતુ ધ્યાન કરતા જોયા. જોઈને તે આ પ્રમાણે બોલ્યો - હે પિતા! બીજે વખતે તો તમે મને જોઈને હર્ષ પામતા યાવતું ચિત્તમાં આનંદ પામતા હતા અને આજે કેમ તમે હણાઈ ગયેલા મનના સંકલ્પવાળા થઈને યાવતુ કાંઈક ધ્યાન કરો છો? તો હે પિતા! જો હું આ અર્થને શ્રવણ કરવા લાયક હોઉં તો તમે મને આ અર્થ જેવો હોય એવો, સાચો અને સંદેહરહિત કહો, કે જેથી હું તે અર્થનો પાર પામવાનો યત્ન કરું. ત્યારપછી તે શ્રેણીકરાજાએ અભયકુમારને આ પ્રમાણે કહ્યું “હે પુત્ર! તેવો કોઈ પણ અર્થ નથી કે જેને શ્રવણ કરવામાં તું અયોગ્ય હોય. આ પ્રમાણે નિશે હે પુત્ર! તારી નાની માતા ચેલણાદેવીને તે ઉદાર યાવતું મહાસ્વપ્ર આવ્યા પછી ત્રણ માસ બરાબર પૂર્ણ થયા ત્યારે યાવતુ જે માતાઓ મારા ઉદરના માંસ પકાવીને યાવતુ દહલાને દૂર કરે છે. તેને ધન્ય છે. તેથી તે ચેલણા દેવી તે દોહલો પૂર્ણ નહીં થવાથી શુષ્ક થઈને યાવતું ધ્યાન કરે છે, તેથી હું હે પુત્ર! તે દોહલાની પ્રાપ્તિ ને નિમિત્તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005058
Book TitleAgam Deep Agam 16 to 23 Gujarati Anuvaad Part 5
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size23 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy