________________
વારો-૫
૨૩૧
દેવોએ ચા૨ પ્રકા૨નું નાટ્ય-નર્તન કર્યું. નાટકોના તે ચાર પ્રકારો આ પ્રમાણે અંચિત ૧, દ્રુત ૨, આરભટ ૩, અને ભસોલ ૪. કેટલાક દેવોએ ચારે પ્રકારનો અભિનય કર્યો. તે ચાર પ્રકારનો અભિનય આ પ્રમાણે છે. દૃષ્ટાન્તિક, પ્રાતિશ્રૃતિક, સામાન્યતો વિનિપાતિક તેમજ લોક મધ્યાવસાનિક કેટલાક દેવોએ ૩૨ પ્રકારની દિવ્ય નાટ્ય વિધિઓનું પ્રદર્શન કર્યું. કેટલાક દેવોએ ત્યાં તાંડવ નામક નાટક કર્યું. કેટલાક દેવોએ રાસ લીલા કરી. કેટલાક દેવોએ પોતાની જાતને અતીવ સ્થૂળ રૂપમાં પ્રદર્શિત કરવા રૂપ અભિનય કર્યો, કેટલાક દેવોએ ક્રમશઃ પીનત્વાદિ બધા કાર્યો કર્યા. કેટલાક દેવોએ ઘોડાઓની જેમ હણ હણવાનો આ પ્રમાણે કેટલાક દેવોએ હાથીની જેમ ચિંઘાડવાની-ચીસો પાડવાની શરૂઆત કરી. કેટલાક દેવોએ રથોની જેમ પરસ્પરમાં સંઘટ્ટન કર્યું આ પ્રમાણે વિજયના પ્રકરણમાં કહ્યાં મુજબ દેવો ચોમેરથી સારી રીતે અલ્પ-અલ્પ પ્રમાણમાં અને પ્રકર્ષ રૂપમાં દોડ્યા.
ત્યાર બાદ સપરિવાર અચ્યુતેન્દ્ર તીર્થંકરનો તે વિશાળ અભિષેકની સામગ્રીથી અભિષેક કર્યો. આનીત પવિત્ર ઉદકથી પ્રભુને સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને પછી તેણે પ્રભુને બન્ને હાથોની અંજલિ બનાવીને નમસ્કાર કર્યા અને જય-વિજય શબ્દો વડે તેઓ શ્રીને અભિનંદિત કર્યાં. યાવત્ કાન્ત, પ્રિય, મનોજ્ઞ, વચનોથી જય-જય શબ્દોનો પુનઃ પ્રયોગ કર્યો. પ્રભુના શરીરનું પક્ષ્મલ, સુકુમાર, સુગંધિત વસ્ત્રથી પ્રોગ્છન કર્યું. પ્રભુને વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કર્યાં. એથી પ્રભુ તે વખતે સાક્ષાત્ કલ્પ વૃક્ષ જેવા લાગવા માંડ્યા. પાંચ વર્ષોથી યુક્ત પુષ્પો વડે પૂજા કરી. તે પૂજામાં જાનૂત્સેધ પ્રમાણ પુષ્પોનો ઢગલો કર્યો. આ પ્રમાણે જાનૂત્સેધ પ્રમાણ પુષ્પોની ઊંચી રાશી કરી તેણે ચન્દ્રકાન્ત કર્યેતનાદિ રત્ન, વજ્ર અને વૈસૂર્ય એમનાથી જેનો વિમલ દંડ બનાવવામાં આવ્યો ગન્ધોત્તમ ધૂપથી તે યુક્ત છે, તેમજ જેમાંથી ધૂપ-શ્રેણીઓ નીકળી રહી છે, એવા ધૂપ કડુચ્છુકધૂપ સળગાવવાના કટાહ કે જે વૈસૂર્ય રત્નથી નિર્મિત હતો લઈને ખૂબ જ સાવધાની પૂર્વક તેમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે જિનવરેન્દ્રની સાત-આઠ ડગલા આગળ વધીને દશે આંગળીઓ જેમાં પરસ્પર સંયુક્ત થયેલી છે, એવી અંજલિ બનાવીને ૧૦૮ વિશુદ્ધ પાઠોથી યુક્ત એવા મહા કાવ્યોથી કે જેઓ અર્થ યુક્ત હતા, ચમત્કારી વ્યંગ્યોથી યુક્ત હતા. તેમજ અપુનરુક્ત હતા-તેણે સ્તુતિ કરી. સ્તુતિ કરીને પછી તેણે પોતાના વામ જાનુને ઊંચો કર્યો. ઉંચો કરીને . યાવત્ બન્ને હાથ જોડીને, મસ્તક ઉપર અંજલિ બનાવીને સ્તુતિ કરી. હે સિદ્ધ ! હે નીરજ ! કર્મ૨જ રહિત ! હે શ્રમણ ! હે સમાહિત ! અનાકુલ ચિત્ત, કૃત કૃત્ય હોવાથી અથવા અવિસંવાદિત વચનોવાળા હોવાથી, હે સમાપ્ત!હે નિર્ભય ! હે-નીરાગદ્વેષ ! હે નિર્મમ ! હે નિસ્યંગ ! હે નિઃશલ્ય ! હે માન મૂરણ ! હે માન મર્દન ! હે ગુણ રત્ન શીલ સાગર ! હે અનંત ! હે અપ્રમેય ! હે ભવ્ય-મુક્તિ ગમન યોગ્ય, હે ધર્મવર ! ચાતુરન્તર ચક્રવર્તિન્ ! અરિહંત ! જગપૂજ્ય એવા આપને મારા નમસ્કાર છે. વન્દના તેમજ નમસ્કાર કરીને પછી તે પોતા ના યથોચિત સ્થાન ઉ૫૨ ધર્મ સાંભળવાની અભિલાષાવાળો થઈને યાવત્ પર્યુપાસના કરવા લાગ્યો. જે પ્રમાણે આ પૂર્વોક્ત પદ્ધતિ મુજબ અત્યુતેન્દ્રના અભિષેક કૃત્ય સ્પષ્ટ કપવામાં આવ્યું છે તે પ્રમાણે જ પ્રાણાતેન્દ્ર યાવત્ ઇશાનેન્દ્રનું પણ અભિષેક-કૃત્ય કહી લેવું જોઇએ. આ પ્રમાણે ભવનપતિ વાનન્વંતર તેમજ જ્યોતિષ્કના ઇન્દ્ર, ચન્દ્ર, સૂર્ય એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org