________________
૨૧૦
જબુદ્ધીવપન્નત્તિ-૪/૧૯૭ વિશાલતમ પ્રમાણવાળી છે. આ પ્રમાણે નવમ હરિસ્સહ કૂટની હરિસ્સહા નામે જે રાજધાની છે અહીં બલ નામક દેવ એનો અધિષ્ઠાતા છે. એ બલદેવની રાજધાની એ કૂટની ઈશાન વિદિશામાં આવેલી છે. આ પ્રમાણે મન્દર ગિરિવર્તી જે નન્દન વન છે
[૧૯૮] હે ભદન્ત! મંદર પર્વત ઉપર સૌમનસ નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! નંદન વનના બહુ સમરમણીય ભૂમિ ભાગથી દરા હજાર યોજન ઉપર ગયા બાદ મંદર પર્વતની ઉપર સૌમનસવન નામે વન આવેલ છે. આ સૌમનસ વન પાંચસો યોજન જેટલા મંડળાકાર રૂપ વિસ્તારથી યુક્ત છે. એનો આકાર ગોળ વલય જેવો છે. મંદર પર્વતની ચોમેર આ સૌમનસવન વીંટળાયેલું છે. એનો બાહ્ય વિસ્તાર ૪૨૭૨ ૮/૧૧ યોજન છે. એ સૌમનસ વનમાં ઇશાનાદિ કોણ ક્રમથી ૧ સુમના, ૨ સૌમનસા, ૩ સૌમનાંસા તેમજ જ મનોરમા એ ઈશાન દિશામાં ૪ વાપિકાઓ છે. ઉત્તરકુરુ-૧, દેવકુર-૨ વારિણા ૩, અને સરસ્વતી ૪ અને ૪ વાપિકાઓ આગ્નેય દિશામાં આવેલી છે. વિશાલ ૧, માઘ ભદ્રા ૨, અભયસેના ૩ અને રોહિણી ૪ એ વાર વાપિકાઓ નૈઋત્ય કોણમાં આવેલી છે. તથા ભદ્રોત્તરા, ભદ્રા, સુભદ્રા, ભદ્રાવતી એ ચાર વાપિકાઓ વાયવ્ય દિશામાં આવેલી છે.
[૧૯૯-૨૦૦] હે ભદેત ! મંદર પર્વત ઉપર પડકવન નામક વન કયા સ્થળે આવેલ છે? હે ગૌતમ ! સૌમનવનના બહુ સમરમણીય ભૂમિભાગથી ૩૬ હજાર યોજન ઉપર ગયા પછી જે સ્થાન આવે છે તે સ્થાન પર મંદર પર્વતના શિખર પ્રદેશ ઉપર આ પણ્ડકવન નામક વન આવેલું છે. આ સમચક્રવાલ વિધ્વંભની અપેક્ષાએ ૪૯૪ યોજન પ્રમાણ છે. તેનો આકાર ગોળાકાર વલય જેવો છે. જેમ વલય પોતાના મધ્યમાં ખાલી રહે છે તેમજ આ વન પણ પોતાના મધ્યભાગમાં તરુલતા ગુલ્મ વગેરેથી રહિત છે. આ પપ્પક વન મંદર પર્વતની ચૂલિકાને ચોમેરથી આવૃત કરીને અવસ્થિત છે. આને પરિક્ષેપ કંઈક અધિક ૧૧૬૨ યોજન જેટલો છે. આ પડક વન એક પાવર વેદિકાથી અને એક વનખંડથી ચોમેરથી આવૃત્ત છે. યાવતું વનખંડ કૃષ્ણ છે. વાનવ્યંતર દેવો અહીં આરામ-વિશ્રામ કરે છે. આ પણ્ડક વનના બહુ મધ્યભાગમાં એક મંદર ચૂલિકા નામક ચૂલિકા છે. આ ચૂલિકા ૪૦ યોજન પ્રમાણ ઊંચી છે. મૂલ દેશમાં આનો વિસ્તાર-૧૨ યોજન જેટલો છે. મધ્યભાગમાં આઠ યોજન. શિખર ભાગમાં ચાર યોજન જેટલો છે. મૂલ ભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક ૩૭ યોજન જેટલો. તથા મધ્ય ભાગમાં આનો. પરિક્ષેપ કંઇક અધિક રપ યોજન જેટલો છે. ઉપરિભાગમાં આનો પરિક્ષેપ કંઈક અધિક ૧૨ યોજન જેટલો છે. આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરિ ભાગમાં પાતળી થઈ ગઈ છે. એથી આનો આકાર ગાયના ઉર્વીકૃત પૂંછ જેવો થઈ ગયો છે. આ સવત્મિના વિજય અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે.
આ મંદર ચૂલિકા એક પવૅવર વેદિકા અને એક વનખંડથી આવૃત્ત છે. તે ભૂમિ ભાગમાં એક સિદ્ધાયતન આવેલું છે. આ સિદ્ધાયતન આયામમાં એક ગાઉ જેટલું છે. તથા વિસ્તારમાં અધગાઉ જેટલું છે. તથા ઊંચાઈમાં આ કંઈક કમ એક ગાઉ જેટલું છે. આ સિદ્ધાયતન હજારો સ્તંભો ઉપર અવસ્થિત છે. આ સિદ્ધાયતનના બહુ મધ્ય દેશ ભાગમાં એક વિશાળ મણિપીઠિકા આવેલી છે. એ મણિપીઠિકાની ઉપર એક દેવચ્છેદ નામક સ્થાન આવેલું છે. અહીં જિન અર્થાત્ અરિહંતની પ્રતિમાઓ આવેલી છે. એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org