________________
૨૦૦
જંબુદ્ધીવપન્નત્તિ - ૪/૧૭૩
વતી નામક કુંડ કયા સ્થળે આવેલ છે ? ઉત્તર દક્ષિણ હે ગૌતમ ! નીલવન્તની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં, દાવતી મહાનદીની પશ્ચિમ દિશામાં તેમજ પદ્મકૂટની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર કચ્છાવતી નામક વિજય આવેલ છે. એ વિજય ઉત્તર દક્ષિણ દિશા તરફ દીર્ઘ એટલે કે લાંબો છે, અને પૂર્વ પશ્ચિમ તરફ વિસ્તીર્ણ છે. શેષ બધું કથન કચ્છવિજયના વર્ણન મુજબ જાણી લેવું જોઇએ. યાવત્ કચ્છકાવતી નામક દેવ અહીં રહે છે.
હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં આવર્ત વિજય નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવન્ત વર્ષ ધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં નલિન કુંડ વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં દ્રહા વતી મહાનદીની પૂર્વદિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર આવર્તનામક વિજય આવેલ છે. નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહા નદીની ઉત્તર દિશામાં મંગલાવતી વિજ્યની પશ્ચિમ દિશામાં અને આવર્ત વિજયની પૂર્વ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર નલિન ફૂટ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. આ લિન ફૂટ નામક વક્ષસ્કાર પર્વત ઉત્તર અને દક્ષિણમાં આયત-દીર્ઘ-લાંબો છે. તેમજ પૂર્વ પશ્ચિમમાં વિસ્તીર્ણ છે. નલિન કૂટ ઉપર ચાર કૂટો આવેલા છે. સિદ્ધાયતનકૂટ, નિલન કૂટ, આવર્ત કૂટ અને મંગલાવર્ત કૂટ. અહીં રાજધાનીઓ ઉત્તર દિશામાં કહી છે.
હે ભદન્ત ! મહાવિદેહ ક્ષેત્રમાં મંગલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા મહાનદીની ઉત્તર દિશામાં નલિન ફૂટની પૂર્વ દિશામાં તેમજ પંકાવતીની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર મંગલાવત્ત નામે વિજય આવેલ છે. આ મંગલાવર્ત વિજયનું વર્ણન કચ્છવિજયના વર્ણન જેવું છે, મંગલાવર્ત વિજયની પૂર્વદિશામાં પુષ્કલ વિજયની પશ્ચિમ દિશામાં તેમજ નીલવંત પર્વતનાં દક્ષિણ દિગ્વર્તી નિતંબ ઉપર પંકાવતી નામક કુંડ આવેલ છે. એનું પ્રમાણ ગ્રાહાવતી કુંડ જેવું જ છે. યાવત્ આ કુંડમાંથી પંકાવતી નામે એક અંતર નદી નીકળી છે અને એણે મંગલાવર્ત અને પુષ્કલાવર્ત વિજયને વિભાજિત કર્યાં છે.
ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવર્ત નામક વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ ! નીલવાન વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં સીતા મહાનદીની ઉત્તર દિશામાં તેમજ પંકાવતી મહાનદીની પૂર્વ દિશામાં તથા એકશૈલ નામક વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં મહાવિદેહ ક્ષેત્રની અંદર પુષ્કલાવર્ત નામે વિજય આવેલ છે. યાવત્ અહીં પુષ્કલ નામે મહર્દિક અને એક પલ્યોપમ જેટલી સ્થિતિવાળો દેવ રહે છે. એથી જ મેં હે ગૌતમ ! એનું નામ પુષ્કલ વિજય એવું રાખ્યું છે. પુષ્કલાવર્ત ચક્રવર્તી વિજયની પૂર્વ દિશામાં પુષ્કલાવતી ચક્રવર્તી વિજયની પશ્ચિમ દિશામાં તેમજ સીતા નદીની ઉત્તર દિશામાં એકશૈલ નામે વક્ષસ્કાર પર્વત આવેલ છે. એની ઉપર ચાર કૂટો આવેલા છે. પ્રથમ સિદ્ધાયતન કૂટ, દ્વિતીય એકીલ કૂટ, પુષ્કલાવર્ત ફૂટ પુષ્કલાવતી ફૂટ. યાવત્ ત્યાં એકીલ નામ મહર્ષિક દેવ રહે છે. એથી એનું નામ “એકશેલ” રાખવામાં આવેલ છે.
હે ભદંત ! મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી નામે ચક્રવર્તી વિજય કયા સ્થળે આવેલ છે ? હે ગૌતમ, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાં ઉત્તર દિગ્દર્તી સીતા મુખ વનની પશ્ચિમ દક્ષિણ દિશામાં, સીતા નદીની ઉત્તર દિશામાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org