________________
વકબારી-૩
૧૬૭ અભિલાષા રાખનારા જનોએ, અનેક કિલ્બિષિક-ભાંડઆદિ જનોએ, અનેક કારોટિક તાંબૂલ સમુદ્ભવાહિક જનોએ અનેક કારવાહિક-જનોએ, અનેક શાંખિક જનોએ, અનેક ચાક્રિક ભિક્ષુક જનોએ, અનેક લાંગલિકોએ અવલંબન ભૂત કાષ્ઠના જેવા અસ્ત્રધારણ કરનારાં સુભટોએ, અનેક મુખમાંગલિકો ચારણાદિકોએ, અનેક શકુન શાસ્ત્રજ્ઞોએ, અનેક વર્તમાનકોએ મંગલ ઘટારકોએ, ઉદાર, ઈષ્ટ દાંત, મનોહર પ્રીતિયુક્ત મનોહર તેમજ વાંરવાર યાદ કરવાયોગ્ય-એવી વાણીઓ વડે-વચનો વડે કે જે કલ્યાણ યુક્ત હતી મંગલયુક્ત હતી લાલિત્ય, ઔદાર્ય, આદિ ગુણોથી સુશોભિત તેમજ ર્દયને પ્રમુદિત કરનારી હતી. વગર વિરામ લીધાં જ સતત અભિનન્દન કરતાં, અભિતિ-સ્તુતિ કરતાં આ પ્રમાણે કહ્યું
હેનન્દ! આનંદ સ્વરૂપ ચક્રવર્તી ! તમારો જય થાઓ, તમે અજીત શત્રુઓ ઉપર વિજય મેળવો. હે ભદ્ર, કલ્યાણ સ્વરૂપ ભરત ! તમારો વારંવાર જય થાઓ. તમારું કલ્યાણ થાઓ. જેને બીજે વીર હરાવી શકે નહિ એવા શત્રુ ને તમે પરાસ્ત કરો. જેવો તમારી આજ્ઞાનું પાલન કરે છે તેમની તમે રક્ષા કરો. અનેક લાખ પૂર્વ સુધી અનેક કોટી કોટી પૂર્વ સુધી વિનીતા રાજધાની ની પ્રજાનું પાલન કરતાં વારંવાર હજારો વચનમાલી ઓથી સ્તુતિ કરતા આ પ્રમાણે તે ભરત રાજા હજારો નેત્ર પંક્તિઓ વડે વારંવાર વૃશ્યમાન થતા વારેવાર હજારો વચનાવાળાઓ થી સંત્યમાં ન થતા. હજારો દર્શક જનોના દ્ધયોમાં સંપૂર્ણ પણે પોતાનું સ્થાન બનાવતા, પ્રજાના હજારો મનોરથો વડે વિશેષ રૂપમાં સ્પષ્ટ થતા, કાંતિ, રૂપ અને સૌભાગ્ય ગુણોને લઈને પ્રજા વડે સાશ્રય દ્રષ્ટિથી જોવાયેલ, હજારો આંગળીઓ વડે વારંવાર નિર્દિષ્ટ કરાયેલ પોતાના જમણા હાથથી હજારો નર-નારીઓ વડે જે અંજલિઓ બનાવવામાં આવી છે, તેનો વારંવાર સ્વીકાર કરતો, હજારો ભવનોની રમણીય શ્રેણી ઓને પાર કરતો ગીતોમાં વાગતા, તત્રી, તલ ત્રુટિત-વાદ્યવિશેષ-એ સર્વના તુમુલ ગડગડાહટ યુક્ત શબ્દ સાથે તેમજ મધુર, મનોહર, અત્યંત કર્ણપ્રિય ઘોષમાં તલ્લીન હોવાથી બીજા કોઈપણ વસ્તુ તરફ જેનું ધ્યાન નથી એવા તે ભરત નરેશ જ્યાં પૈતૃક રાજભવન હતું અને તેમાં પણ જ્યાં ગદ્ધતી વાસ ગૃહોમાં મુકુટરૂપ પોતાનું નિવાસસ્થાન હતું, તેના દ્વારે પહોંચ્યા. ત્યાં આવીને તેમણે પોતાના આભિષેક્ય હસિરાજ ને ઉભો રાખીને પછી તેઓ નીચે ઉતર્યા. સોળહજાર દેવોનો અનુગામનાદિ વડે સત્કાર કર્યો અને સન્માન કર્યું પછી તેમણે ૩૨ હજાર રાજાઓ નો, પોતાના સેનાપતિ નો, ગાથાપતિ રત્નનો, વધકિરત્નનો અને પુરોહિત રત્ન નો સત્કાર અને સન્માન કર્યું. ત્યાર બાદ તે ભરત નરેશે ત્રણસો સાઈઠ રસવતીકારકોનો- અઢાર શ્રેણિ પ્રશ્રેણિજનોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું પછી ચક્રવર્તી શ્રી ભરત રાજાએ એ બીજા પણ અનેક રાજેશ્વર આદિથી માંડી ને સાર્થ વાહો સુધીના જન સમૂહોનો સત્કાર કર્યો અને તેમનું સન્માન કર્યું સર્વને સત્કૃત તેમજ સમ્માનિત કરીને શ્રી ભરત રાજાએ તેમને પોતાપોતાના સ્થાન ઉપર જવાની આજ્ઞા આપી. ત્યાર બાદ સુભદ્રા નામક સ્ત્રી રત્નથી, ૩૨ હજાર ઋતુકલ્યાણિકાઓથી ૩૨ હજાર જનપદાગ્રણીઓની કન્યાઓથી તેમજ ૩૨-૩૨ પાત્રોથી સંબદ્ધ ૩૨ હજાર નાટ કોથી સમન્વિત થયેલો અને કુબેર જેવો લાગતો તે ભરત રાજા કૈલાસ ગિરિના શિખર તુલ્ય પોતાના શ્રેષ્ઠ ભવનાવતંસકની અંદર પોતાના પ્રધાન રાજભવ નની અંદર પ્રવિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org