________________
વખારો-૩
૧૪૯ પૂર્વપ્રકરણમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે તે પ્રમાણેનું કથન ગ્રહણ કરવું જોઈએ. તે પૌષધશાળામાંથી બહાર નીકળ્યો. બહાર આવી તે જ્યાં તિમિત્રાગુહાના દક્ષિણ ભાગવર્તી દ્વારના કપાટો હતા તે તરફ રવાના થયો. તે સમયે તે સુષેણ સેનાપતિના અનેક રાજેશ્વરો, તલવારો, માંડલિકો યાવતું સર્થવાહ વગેરે લોકો જે સુષેણ સેનાપતિની પાછળ-પાછળ ચાવતુ ઉત્પલો લઇને ચાલી રહ્યા હતા. આ પ્રમાણે તે સુષેણ સેનાપતિ પોતાની સમસ્ત ઋદ્ધિ અને સમસ્તદુતિથી યુક્ત થયેલ યાવતું વાદ્યોના ધ્વનિ સાથે જ્યાં તિમિત્રા ગુહાના દક્ષિણ દ્વારના કમાડ હતા ત્યાં આવી પહોંચ્યા. ત્યાં આવીને તેણે તે કમાડોને જોઈને પ્રણામ કર્યા પ્રણામ કરીને પછી તેણે લોમ હસ્તક પ્રમાર્જનકા હાથમાં લીધી. હાથમાં લઈને તેણે તિમિસ્રા ગુહાના દક્ષિણ દિગ્દર્ટી દ્વારના કપાટોને સાફ કર્યા સાફ કરીને પછી તેણે તેમની ઉપર દિવ્ય ઉદક ધાર છોડી ઉદક ધારાના છાંટા દઈને પછી તેણે સરસ ગોશીષ ચન્દન થી ગોરોચર મિશ્રિત ચન્દનથી અલિપ્ત પંચાંગુલિતલ એટલે કે ગોશીષ ચંદનના ત્યાં હાથના થાપાઓ લગાવ્યા. ત્યાર બાદ તે સુષેણ સેનાપતિએ કપાટોની અભિનવ શ્રેષ્ઠ ગબ્ધોથી અને માળાઓથી પૂજા કરી પૂજા કરીને તેણે તેમની ઉપર પુષ્પોનું આરોહણ યાવતું વસ્ત્રોનું આરોપણ કર્યું પછી તેણે તેમની ઉપર એક વિસ્તૃત, તેમજ ગોળ ચંદરવો બાંધ્યો
તે ચંદરવાની નીચેનો ભાગ ચાકચિક્યથી યુક્ત હતો. તેમજ જે રીતે તે ચંદરવાના સૌન્દર્યમાં અભિવૃદ્ધિ થાય તે રીતે તેને સુસજ્જિત કરવામાં આવ્યો હતો. ચંદરવાને કપાટોની ઉપર બાંધીને પછી તેણે સ્વચ્છ ઝીણા ચાંદીના ચોખાથી કે જે ચોખાઓમાં સ્વચ્છતાને લીધે પાસે મૂકેલી વસ્તુઓનું પ્રતિબિંબ પડી રહ્યું હતું તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દ્વારવર્તી તે કપાટોની સામે આઠ આઠ મંગલ દ્રવ્યોનું આલેખન કર્યું. એક એક-મંગળ દ્રવ્યને આઠ આઠ રૂપમાં લખીને તેણે તેમની ઉપર રંગ ભર્યો. રંગ ભરીને પછી તે તેણે તે સર્વનો આ પ્રમાણે ઉપચાર કર્યો. પુષ્પો કે જેઓ અતીવ સુગંધિત હોય છે. તેમની ઉપર ચડાવ્યાં. પછી જેમની દાંડી ચન્દ્રકાન્ત, વજ તેમજ વૈર્યથી નિર્મિત થયેલી છે તેમજ વાવતુ પદ ગૃહીત જેમાં કાંચન મણી અને રત્નોથી વિવિધ પ્રકારનાં ચિત્રો તૈયાર કરવામાં આવ્યાં છે એવા ધૂપકટાહ-ધૂપદાનીને હાથમાં લઈને ખૂબજ સાવધાની થી તે ધૂપ કટાહમાં ધૂપ સળગાવ્યો. ધૂપ સળગાવીને પછી તેણે પોતાના વામ ઘૂંટણને જમીન ઉપર સ્થાપિત કર્યો. અને અંજલીને મસ્તક ઉપર મૂકી અને બંને કપાટોને પ્રણામ કર્યા. પ્રણામ કરીને તેણ દંડ રત્નને ઉઠાવ્યું એ દંડના અવયવો પચલતિકા- રૂપ હતા. એ દંડ રત્ન વજના સારથી બનેલું હતું. સર્વ શત્રુઓ તેમજ તેમની સેનાઓને તે વિનષ્ટ કરનાર હતું રાજાના સૈન્ય સમૂહને સન્નિવેશમાં પડાવમાં ખાડાઓને દરિઓને કંદરા ઓને ઉંચા નીચે પર્વતોને યાત્રા કરતી વખતે રાજાઓની સેના જેમના ઉપરથી લપસી પડે એવા પાષાણોને એ સમ કરી નાખે છે. તેમજ એ શાંતિકર હોય છે. ઉપદ્રવોનું ઉપશ મન કરે છે એ ચક્રરત્ન શુભકર-કલ્યાણ કર હોય છે. તેમજ હિતકર હોય છે. ચક્રવર્તીના દયમાં વિદ્યમાન ઈચ્છિત મનોરથનું એ પૂરક હોય છે. યક્ષસહસ્ત્રોથી એ અધિષ્ઠિત. હોવા બદલ દિવ્ય કહેવામાં આવે છે કોઈ પણ સ્થાને પ્રતિઘાત દશાને પામતું નથી. દરરત્નને હાથમાં લઈને તે સુષેણ સેનાપતિ સાત આક ડગલાં પાછો ખસ્યો. તે સુષેણ સેનાપતિએ તિમિસ્ત્ર ગુહાના દક્ષિણ દિગ્ગત દ્વારના કપાટોને દંડ રત્નથી ત્રણવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org