SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર ૫ એક એક સુંદર સિંહાસન સામાનિક વિગરે દેવ યોગ્ય ભદ્રાસન વિગેરે રૂપ પરિવાર વગરના કહેલ છે. [૧૭૧]વિજય દ્વારનો જે ઉપરનો આકાર છે તે સોળ પ્રકારના રત્નોથી સુશોભિત વિજય દ્વારની ઉપર આઠ આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. વિજયદ્વારની ઉપર અનેક પ્રકારની કૃષ્ણ વર્ણવાળી ચામરોની યાવતું સફેદ વર્ણ વાળી ચામરોની ધજાઓ છે. વિજયદ્વારની ઉપર અનેક છત્રાતિછત્રા છે, પતાકાતિપતાકા છે. અને ઘંટા યુગલ છે. ચામરયુગલ છે. કમળના સમૂહો છે. જે આ બધા સર્વ પ્રકારથી રત્નમય તથા અચ્છ શ્લેક્સ વિગેરે પૂર્વોક્ત વિશેષણો વાળા છે. [૧૭૨] હે ગૌતમ ! વિજયદ્વારમાં વિજય નામના દેવ રહે છે. એ દેવ ભવન પરિવાર રૂપ ઘણીજ મોટી એવી ઋદ્ધિવાળા છે. ઘણીજ મોટી યુતિવાળા છે. ઘણાજ બળવાન છે. ઘણીજ વિશાળખ્યાતિવાળા છે. શાતાવેદનીયકર્મના ઉદયથી ઘણાજ મોટા સુખને ભોગવાનારા છે ઘણા જ તેજસ્વી છે. તથા એક પલ્યોપમની સ્થિતિ વાળા છે. તે દેવ ત્યાં રહી ને પોતાની પરીવાર સહિતની ચાર અગ્રમહિષિયોની, પરિષદાઓની અની કાધિપતિયોની, સાત સેનાઓની અને સોળ હજાર આત્મરક્ષક દેવોની તથા વિજય દ્વારની વિજય નામની પોતાની રાજધાનિની અને વિજયારાજધાનીમાં રહેવા વાળા અનેક દેવ દેવિ યોની રક્ષા કરતા યાવતુ દિવ્ય ભોગોપભોગોને ભોગવતા પોતાના સમયને આનંદ પૂર્વક વીતાવતા રહે છે. એ વિજય દેવ દિવ્ય શબ્દાદિક ભોગોને ભોગવતા પોતાના સમયને શાંતીપૂર્વક વીતાવતા રહે છે. આ કારણથી હે ગૌતમ ! વિજયદ્વારનું નામ વિજયદ્વાર અને પ્રમાણ થયેલ છે. અથવા તો હે ગૌતમ ! વિજય દ્વારનું વિજયદ્વાર એ પ્રમાણેનું નામ છે તે શાશ્વતજ છે. [૧૭૩]વિજયદેવની વિજયાનામની રાજધાની કયા સ્થાન પર આવેલ છે ? હે ગૌતમ ! વિજયદ્વારની પૂર્વ દિશામાં તિર્યંગુ અસંખ્યાત દ્વીપસમુદ્રોને પાર કરીને આવતા બીજા જંબુદ્વીપમાં બાર હજાર યોજન જવાથી બરોબર એજ સ્થાન પર વિજય દેવની વિજયાનામની રાજધાની છે. વિજયરાજધાનીની લંબાઈ પહોળાઈ બાર યોજનની છે. તથા તેનો પરિક્ષેપ ૩૭૯૪૮ યોજનથી કંઈક વધારે છે. આ રાજધાની એક પ્રાકારથી ચારે બાજા, ઘેરાયેલ છે. આ પ્રકાર ઉંચાઈમાં ૩૭ યોજનાનો છે. અને મૂલમાં ૧રા સાડાબાર યોજના વિસ્તારવાળો છે. તથા મધ્યમાં એક કોષ સહિત છ યોજનના વિસ્તાર વાળો છે. તથા ઉપરમાં યોજાના વિસ્તાર વાળો છે. આ રીતે આ પ્રકાર મૂળમાં વિસ્તાર યુક્ત તથા મધ્યભાગમાં સંક્ષિપ્ત છે. અને ઉપરના ભાગમાં પાતળો થયેલ બહારના ભાગમાં તે વૃત્તાકાર છે. મધ્યમાં ચોરસ બહુ ઉંચુ કરવામાં આવેલ ગાયના પૂંછડાના આકાર જેવા આકારવાળો એ પ્રાસાદ છે. સુવર્ણમય છે. સ્વચ્છ છે. ચિકાશવાળો છે. નિર્મલ છે.નિષ્પક નિષ્ફટક પ્રભાવાળો, પ્રકાશવાનું મનને પ્રસન્ન કરવાવાળો જોવા યોગ્ય રૂપવાન ન હોય તેવો હોવાથી એ પ્રતિરૂપ છે. તથા તે પ્રકાર અનેક પ્રકારના પાંચ પ્રકારના વર્ણવાળા કાંગરાઓથી શોભાયમાન છે તે તે કાંગરાઓ લંબાઈમાં અધકોશના છે. પહોળાઈમાં પાંચસો ધનુષવાળા છે. એક દેશકમ અધ કોશની ઉંચાઈ વાળા છે. તે બધી રીતે મણીયોનાજ બનેલ છે. અચ્છ વિગેરે વિશેષણો વાળા છે એક એક વાહામાં એકસો પચીસ એકસો પચ્ચીસ દ્વારો છે. દરેક દ્વારો સાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy