SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર ૯૩ સઘળી દિશાઓમાં ફેલાઈ ગયેલા જેવા અને હસતા ન હોય તેવા દેખાય છે. ચન્દ્રકાંત વિગેરે મણિયો અને કર્કેતન વિગેરે રત્નો વાળી અનેક પ્રકારની રચનાથી એક રૂપ હોવા છતાં પણ અનેક રૂપોવાળા જણાય છે. એ પ્રકંઠકો પવનથી કંપિત તથા વિજયને સૂચિત છત્રાહિચ્છત્રોથી યુક્ત છે. અત્યંત ઉંચા છે. કેમકે તેની ઉંચાઈ ચાર યોજનની કહેવામાં આવેલ છે. તેના પર જે શિખરો છે, તે મણિયોના અને સોનાના બનાવેલ છે. તેના દ્વાર પ્રદેશોમાં વિકસિત થયેલ શતપત્રોના શતપત્રોવાળા કમળો અને પુંડરીકોના ચિત્રો ચિન્નેલા છે. આ પ્રકંટકો અનેક પ્રકારના મણિયોથી બનાવેલ માળાઓથી અલંકૃત કરેલા છે. એ અંદર અને બહાર ચિકાશવાળા છે. તેની અંદર તપનીય સોનાની વાલુકા-રેત પાથરેલ છે. તેનો સ્પર્શ સુખકારક છે. એનું રૂપ લોભામણું, છે. પ્રાસાદાવતંસકો પ્રાસા દીય દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળા છે. એ પ્રાસાદાવતંસકો પૈકી દરેક પ્રાસાદોમાં અંદરનો ભૂમિભાગ બહુ સરખા અને રમણી છે. એ બહુસમરમણીય ભૂમિભાગોના બહુમધ્ય દેશભાગમાં અલગ અલગ મણિપીઠિકાઓ કહેલ છે. એ મણિપીઠિકાઓની લંબાઈ અને પહોળાઈ એક યોજનાની છે. અને તેની મોટાઈ અધ યોજનની છે. એ બધી મણિપીઠિકાઓ સર્વ પ્રકારથી રત્નમય છે. યાવતું પ્રતિરૂપ વિગેરે વિશેષણો વાળી એ મણિ પીઠિકાઓની ઉપર દરેક મણિ પીઠિકામાં એક સિંહાસનો કહ્યા છે. તે સિંહાસનો પાયાઓનો જે નીચેનો ભાગ છે, તે તપનીય સોનાનો બનાવેલ છે. એ સિંહાસનોની ઉપર નીચેના ભાગમાં જે સિંહોના ચિત્રો ચિત્રેલા છે તે ચાંદીના બનેલા છે. એના પાદપીઠો અનેક પ્રકારના મણિયોના. બનેલા છે. એ સિંહાસનોના જે ફ્લેવરો છે તે જંબૂનદ નામના સુવર્ણ વિશેષના બનેલ છે. એ સિંહાસનના ક્લેવરોની સંધિયો અનેક પ્રકારના મણિયો બનેલ છે. સિંહાસ નોના જે પાદપીઠ છે તે અનેક પ્રકારના ચન્દ્રકાંત મણિ વિગેરે મણિયોથી અને કર્કેતન વિગેરે મણિયોથી બનેલા છે. તે પ્રત્યેક પાદ પીઠોની ઉપર કોમળ આચ્છાદન વસ્ત્ર પાથરવામાં આવેલ છે. એ ઓછાડની ઉપર એક બીજી વસ્ત્ર કે જે ઉપચિત છે જેના પર અનેક પ્રકારના રમણીયે વેલખૂટા વિગેરે બનેલા છે. જેને પલંગપોસા કહેવામાં આવે છે અને જે સૂતરનું બનેલ હોય છે. આ પલંગપોસની ઉપરની ધૂળ વિગેરે દૂર કરવામાં એક બીજા વસ્ત્ર સંભાળ પૂર્વક રાખવામાં આવેલ છે. બધા સિંહાસનો લાલ વસ્ત્રથી ઉપરથી ઢંકાયેલા રહે છે. એથી જ એ ઘણાજ સુંદર જણાય છે. એનો સ્પર્શ અત્યંત મૃદુ કોમળ છે. પ્રાસાદીય મનોહર હોય છે. દરેક સિંહાસનની ઉપર વિજયદૂષ્ય રાખવામાં આવેલ એ વિજયદુષ્ય વસ્ત્ર ધોળા રંગનું હોય છે. સર્વ પ્રકારે રત્નમય છે. અચ્છ યાવતુ પ્રતિરૂપ છે. વિજય દૂષ્ય વસ્ત્રોના બહુમધ્ય દેશ-બરોબર વચ્ચેના ભાગમાં અલગ અલગ વજય અંકુશો છે. આ વજમય અંકુશોમાં દરેક અંકુશોની ઉપર મગધ દેશ પ્રસિદ્ધ કુમ્ભપ્રમાણવાળી મોતીયોની માળાઓ રાખવામાં આવેલ છે. એ માળાઓ તપ નીય સોનાના લંબૂસકો ઝૂમખાઓથી યુક્ત છે અને સોનાના પતરાથી મઢેલ છે. એ પ્રાસાદા વતંસકોની ઉપર અનેક પ્રકારના આઠ મંગલ દ્રવ્ય કહેવામાં આવેલ છે. વિજ્યદ્વારની બને બાજા, જે બે નૈશ્વિકીયો છે, તેના બળે તોરણો કહેવામાં આવેલ છે.એ તોરણોના ભાગમાં બબ્બે શાલભંજીકાઓ છે. એ તોરણોની આગળ બબ્બે નાગદત-છે. એજ રીતે એ તારણોના આગળ બબ્બે પદ્મલતાઓ, યાવત્ બન્ને આમ્રલતાઓ બબ્બે વાસંતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy