SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ પ્રતિપત્તિ-૩, મનુષ્ય દ્વીપમાં ઘર અથવા ઘરોની વચ્ચેનો રસ્તો છે? હે ગૌતમ એવો અર્થ સમર્થિત થતો નથી. કેમકે વૃક્ષોજ જેઓના આશ્રયસ્થાન રૂપ છે, એવાજ તે મનુષ્યો કહ્યા છે, ભગવનું એકરૂક દ્વીપમાં ગ્રામ અથવા નગર કે સન્નિવેશ છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. અથતુ ત્યાં આગળ ગામ વિગેરે કંઈ પણ નથી. કેમકે ત્યાંના મનુષ્યો પોતાની ઈચ્છા પ્રમાણે ગમન કરવાવાળા હોય છે. હે ભગવન્ ત્યાં તે એકરૂક દ્વીપમાં અસિ મથી, કૃષી પણ્ય ન અને વાણિજ્ય વ્યાપાર આ છ કામોથાય છે? ગૌતમ! આ અર્થ બરોબર નથી. એ એકોરૂક દ્વીપમાં ચાંદી, સોનુ, કાંસુ, ત્રિપુ, તામ્ર, દૂષ્ય-વસ્ત્ર, મણિ, મોતિ, વિગેરે ધાતુઓ હોય છે ? હા ગૌતમ ! આ બધી વસ્તુઓ ત્યાં આગળ પણ થાય છે. ત્યાંના મનુષ્યોને આ વસ્તુઓ પર તીવ્ર મમત્વભાવ હોતો નથી. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં આ રાજા છે, આ યુવરાજ છે, સંઘનો આ અધિપતિ છે. શું? એવો વ્યવહાર થાય છે? હે ગૌતમ ! ત્યાં આગળ એવો વ્યવહાર થતો નથી. કેમકે આ બધા એ કોરૂક દ્વીપમાં રહેવાવાળા મનુષ્યો ઋદ્ધિ, વિભવ,ઐશ્વર્ય વિગેરેથી રહિત હોય છે તેઓ બધામાં સમાનપણું જહોયછે? હે ભગવનું એકોરૂક દ્વીપમાં આ માતા છે, આ પિતા છે, આ ભાઈ છે, આ બહેન છે, આવા પ્રકારનો વ્યવહાર હોય છે ? હા ત્યાં એ પ્રમાણેનો વ્યવહાર હોય છે. પરંતુ તે મનુષ્યોને માતા, પિતા, વિગેરેમાં અત્યંત ગાઢ સ્નેહાનુબંધ હોતો નથી, ત્યાંના રહેવાવાળા મનુષ્યો અલ્પ પ્રેમબંધનવાળા કહ્યા છે. હે ભગવન્! એ એકોરૂક દ્વીપમાં “આ દાસ છે. ખરીદેલો નોકર છે, આ પ્રેષ્ય છે. આવા પ્રકારનો વ્યવહાર થાય છે? હે ગૌતમ! આ અર્થ બરોબર નથી. કેમકે તેઓને અભિયોગિક નામનું કર્મ થતું નથી. હે ભગવનું એકોરૂક દ્વીપમાં આ અરિ છે, આ વૈરી છે. આવો વ્યવહાર થાય છે ગૌતમ ! આ અર્થ બરોબર નથી. શ્રમણ આયુષ્મનું ત્યાંના મનુષ્યોમાં વૈરાનું બંધ હોતો નથી. હે ભગવન્! તે એકોરૂક દ્વીપમાં “આ મિત્ર છે. આ વયસ્ય સમાન ઉમ્મર વાળો અને ગાઢ પ્રેમથી યુક્ત છે, આવો વ્યવહાર છે આ અર્થ બરોબર નથી. કેમકે તે મનુષ્યો પ્રેમાનુબંધ વિનાના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં “આબાહ-વિવાહ વિગેરે ઉત્સવમાં કેજ્યાં જનસમૂહને બોલાવવામાં આવે છે, પિંડદાન કરવામાં આવે છે? વગેરે વ્યવહાર છે આ અર્થ બરોબર નથી. હે ભગવનું આ એકોરૂક દ્વીપમાં દ્રમહોત્સવ કંદ મહોત્સવ રૂદ્ર મહોત્સવ આ બધા જ મહોત્સવો એ એકોરૂક દ્વીપમાં થાય છે? હે ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આ એકોરૂક દ્વીપમાં રહેવાળા મનુષ્યો ઉત્સવ કરવાના મહિમા વગરના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં શું નટોના ખેલ થાય છે? નૃત્ય કરવાવાળાઓના નૃત્યોના જોવા માટે ઉત્કંઠાવાળા થયેલા મનુષ્યોનો મેળો ભરાય છે? આ અર્થ બરોબર નથી. તે મનુષ્યગણ કુતુહલ વિનાના હોય છે. હે ભગવનું એ એકોરૂક દ્વીપમાં શું ગાડા હોય છે? રથ હોય છે? પાલખી ગિલ્લી થિલ્લી પિલ્લી પ્રવહણ બધું હોય છે ? હે ગૌતમ! તે મનુષ્યો પગથી ચાલનારાજ હોય છે તેઓ ગાડા વિગેરેમાં બેસીને ચાલતા નથી. હે ભગવનું વાવતુ એકોરૂક દ્વીપમાં ઉત્તમ જાતવંત શીઘગામી ઘોડાઓ હોય છે? હાથીઓ હોય છે? ઉંટ હોય છે? બકરી અને બોકડાઓ હોય છે? ભેડ ઘેટી અને ઘેટાઓ હોય છે ? હા ગૌતમ! એકોરૂક દ્વીપમાં આ બધા પ્રાણિયોં હોય છે. પરંતુ આ બધા તે મનુષ્યોના કામમાં આવતા નથી. કારણ કે આ મનુષ્યો પગથી ચાલવાવાળા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy