SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પદ-૩૬ ૪૧૫ ઔદારિકશરીર કાયયોગનો વ્યાપાર કરે છે, બીજા, છઠ્ઠા અને સાતમા સમયમાં ઔદારિક મિશ્ર શરીર કાયયોગનો વ્યાપાર કરે છે. ત્રીજા, ચોથા અને પાંચમા સમયમાં કામણ શરીરકાય યોગનો વ્યાપાર કરે છે. [૬૨] હે ભગવન્! તે પ્રમાણે સમુદ્યાતને પ્રાપ્ત થયેલો સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય,નિવણિ પામે અને સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ! એ અર્થ સમર્થ-નથી. તે સમુદ્યાતથી નિવૃત્ત થાય છે, નિવૃત્ત થઈને ત્યાર બાદ મનોયોગનો પણ વ્યાપાર કરે છે, વચનયોગનો પણ વ્યાપાર કરે છે અને કાયયોગનો પણ વ્યાપાર કરે છે. મનોયોગનો વ્યાપાર કરતો ક્યા મનોયોગનો વ્યાપાર કરે છે ? સત્યમનોયોગનો વ્યાપાર કરે, મૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, સત્યમૃષા મનોયોગનો વ્યાપાર ન કરે, અસત્યામૃષા મનોયોગનો વ્યાપાર કરે. વચનયોગનો વ્યાપાર કરતો ક્યા વચન યોગનો વ્યાપાર કરે ? હે ગૌતમ ! સત્યવચનયોગનો વ્યાપાર કરે, મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, અસત્ય મૃષા વચનયોગનો વ્યાપાર ન કરે, પણ અસત્યામૃષા વચનયોગનો વ્યાપાર કરે. કાય યોગનો વ્યાપાર કરતો આવે, જાય, ઉભા રહે, બેસે, આળોટે, ઉલ્લંઘન કરે કે પ્રલંભન કરે, પ્રાતિહારિક-પાસે રહેલા પીઠ આસન, ફલક-, શય્યા અને સંથારો પાછા આપે. [૨૧] હે ભગવન્! તે પ્રકારે (સમુદ્યાતને પ્રાપ્ત થયેલો) સયોગી કેવલી સિદ્ધ થાય, યાવત્ સર્વ દુઃખોનો અન્ત કરે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ-યુક્ત નથી. તે પ્રથમ જઘન્યયોગવાળા સંજ્ઞી પંચેન્દ્રિય પપ્તાના મનોયોગની નીચે અસંખ્યાતગુણ હીનજૂન મનોયોગને રોકે છે. ત્યારપછી તુરત જઘન્યયોગવાળા બેઇન્દ્રિય પર્યાપ્તાના વચનયોગની નીચે અસંખ્યાતગુણ હીન બીજા વચનયોગનો રોધ કરે છે. ત્યાર પછી તરત જઘન્યયોગવાળા અપયપ્તિા સૂક્ષ્મ પનક જીવના કાયયોગની નીચે અસંખ્યાત ગુણ હીન કાયયોગનો રોધ કરે છે. તે એ ઉપાય વડે-એ પ્રકારે પ્રથમ મનોયોગનો રોધ કરે છે, મનોયોગનો રોલ કરી વચનયોગનો રોધ કરે છે, વચનયોગનો રોલ કરી કાયયોગનો રોધ કરે છે, કાયયોગનો રોલ કરી યોગનો વિરોધ કરે છે. યોગ નિરોધ કરીને અયોગીપણું-પામે છે. પછી થોડા કાળમાં હસ્ત પાંચ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલી અસંખ્યાતા સમયમના અન્તર્મુહૂર્ત પ્રમાણ શૈલેશીને પ્રાપ્ત થાય છે અને પૂર્વે રચેલી ગુણશ્રેણી જેની છે એવા કર્મને અનુભવવા પ્રાપ્ત થાય છે. તે શૈલેશીના કાળમાં અસંખ્યાતી ગુણશ્રેણી વડે અસંખ્યાતા કર્મ સ્કંધોનો ક્ષય કરે છે, ક્ષય કરીને વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ ચાર કર્મભેદોને એક સાથે ખપાવે છે, એક સાથે ખપાવી ઔદારિક, તેજસ અને કામણ શરીરનો સર્વ પ્રકારે ત્યાગ કરે છે. ત્યાગ કરીને જુશ્રેણીને પ્રાપ્ત થયેલો અસ્પૃશદગતિ વડે એક સમયમાં અવિગ્રહગતિ વડે ઉંચે જઈને સાકારઉપયોગ સહિત સિદ્ધિપદને પામે છે, બોધ પામે છે, અને ત્યાં જઈ સિદ્ધ થાય છે. ત્યાં રહેલા સિદ્ધો શરીર રહિત, જીવપ્રદેશના ધનવાળા, દર્શન અને જ્ઞાનના ઉપયોગ વાળા, નિષ્ઠિતાર્થકતાર્થ, ૨જરહિત, કંપરિત, કર્મ આવરણરહિત, અને વિશુદ્ધ એવા શાશ્વત અનાગત કાળ સુધી રહે છે. જેમ અગ્નિથી બળેલા બીજને ફરીથી અંકુરની ઉત્પત્તિ થતી નથી એ પ્રમાણે સિદ્ધોને પણ કર્મરૂપી બીજ બળી જવાથી ફરીથી જન્મની ઉત્પત્તિ થતી નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy