________________
પદ-૨૩, ઉદેસા-૨
૩૮૩ હે ગૌતમ ! કર્મભૂમક-અથવા કર્મભૂમગપ્રતિભાગી- સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પ્રાપ્તિઓ વડે પતિ-બાકી બધું નૈરયિકોની જેમ કહેવું. એમ તિર્યંચસ્ત્રી, મનુષ્ય અને મનુષ્યસ્ત્રી સંબધે પણ જાણવું. દેવ અને દેવીને નૈરયિકની પેઠે કહેવું. એ પ્રમાણે આયુષ સિવાયની સાત કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ બન્ધ કરે છે. હે ભગવનું ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળું આયુષ કર્મનૈરયિક બાંધે કે યાવતુ દેવી બાંધે? હે ગૌતમ ! નૈરયિક ન બાંધે, તિર્યંચ બાંધે, તિર્યચત્રી ન બાંધ, મનુષ્ય બાંધે, મનુષ્ય સ્ત્રી પણ બાંધે, દેવ અને દેવી ન બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે ? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો કે કર્મભૂમકપ્રતિ ભાગી-સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પતિઓ વડે પર્યાપ્ત, સાકારઉપયોગવાળો, જાગતો, કૃતના ઉપયોગવાળો, મિથ્યાદષ્ટિ, પરમકૃષ્ણ લેશ્યા વાળો અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો હોય, આવા પ્રકારનો તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે. હે ભગવન્! કેવા પ્રકારનો મનુષ્ય ઉત્કૃષ્ટ કાળની સ્થિતિ વાળું આયુષકર્મ બાંધે ? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલો, કર્મભૂમકપ્રતિભાગી-યાવતુ, શ્રુતજ્ઞાનના ઉપયોગવાળો, સમ્યગ્દષ્ટિ, કણ કે શુક્લ લેશ્યાવાળો, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામવાળો, અસંક્લિષ્ટપરિણામવાળો કે તેને યોગ્ય વિશુદ્ધ પરિણામ વાળો હોય, આવા પ્રકારનો મનુષ્ય હે ગૌતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષકર્મ બાંધે. હે ભગવન્કેવા પ્રકારની મનુષ્ય સ્ત્રી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે ? હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી કે કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલાની જેવી, યાવતું શ્રુતના ઉપયોગવાળી, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશ્યાવાળી અને તેને યોગ્ય વિશુદ્ધ પરિણામવાળી હોય, આવી મનુષ્યસ્ત્રી ગૌતમ ! ઉત્કૃષ્ટ સ્થિતિવાળું આયુષ કર્મ બાંધે. અન્તરાય કર્મ જ્ઞાનાવરણીય પેઠે જાણવું.
પદઃ ૨૩ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ |
(પદઃ ૨૪કર્મબન્ધ) [૫૪] હે ભગવન્! કેટલી કર્મપ્રકૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ. જ્ઞાનાવરણીય, યાવતું અત્તરાય. એમ નૈરયિકોથી માંડી વૈમાનિકો સુધી જાણવું. હે ભગવન્! જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત બાંધે, આઠ બાંધે કે છ કર્મપ્રકૃતિઓ બાંધે. હે ભગવન્! નરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતો કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત બાંધે કે આઠ કર્મપ્રકૃતિઓ બાંધે. એ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું. પરન્તુ મનુષ્ય જીવને પેઠે બાંધે. હે ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય જીવો સાત પ્રકૃતિઓ અને આઠ પ્રકૃતિઓ બાંધે. અથવા સાત પ્રકૃતિઓ બાંધે, આઠ પ્રકૃતિ ઓ બાંધે અને એક છ પ્રકૃતિ બાંધે. અથવા સાત બાંધે, આઠ બાંધે અને છ પ્રકૃતિ બાંધે.હે ભગવાનૈરયિકો જ્ઞાનાવરણીયકર્મ બાંધતા કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! બધા ય સાત પ્રકૃતિ બાંધે. અથવા સાત બાંધે અને એક આઠ પ્રકૃતિ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ પ્રકૃતિ બાંધે. અથવા બધા સાત બાંધે અને આઠ પ્રકૃતિ બાંધે. એમ ત્રણ ભાંગા થાય છે. એ પ્રમાણે વાવતું સ્તનતકુમાર સુધી જાણવું. પૃથિવીકાયિકો કેટલી કમ પ્રકૃતિઓ બાંધે ? હે ગૌતમ ! સાત પ્રકૃતિના બાંધનારા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org