________________
૩૭૬
પન્નવણા - ૨૩/૨/૫૪૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તેના ચાર હજાર વરસનો અબાધાકળ, યાવતું નિષેક સમજવો. સંજ્વલન માન સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય એક માસની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધની જેમ સમજવી. સંજ્વલન માયા સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અર્ધમાસની અને ઉત્કૃષ્ટ ક્રોધની સ્થિતિ છે તે પ્રમાણે જાણવી. સંજ્વલન લોભસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધના જેટલી જાણવી. સ્ત્રીવેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના અઢી સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ પન્દર કોડો કોડી સાગરોપમ, તથા પન્દરસો વરસનો અબાધાકાળ હોય છે. પુરુષ વેદસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી આઠ વરસ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમ, એક હજાર વરસ અબાઘાકાળ, યાવતુ તેિટલો કાળ ન્યૂન નિષેકકાળ સમજવો. નપુંસક વેદ સંબધે પૃચ્છા. હે ગૌતમ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન બે સપ્તમાંશ સાગરોપમની અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી.તેમજ બેહજારવરસનોઅબાધાકાળ જાણવો. હાસ્ય અને રતિ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ વડે ન્યૂન સાગરોપમની એક સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ દસ કોડાકોડી સાગરોપમની સ્થિતિ, હોય છે. તેમજ એક હજાર વરસનો અબાધાકાળ જાણવો. અરતિ, ભય, શોક અને જુગુપ્સા સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે જૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોમપની સ્થિતિ હોય છે. તેથી બે હજાર વરસનો અબાધાકાળ જાણવો.
નૈરયિકાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અધિક દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે. તિર્યંચાયુષ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીના ત્રીજા ભાગ અધિક ત્રણ પલ્યોપમની સ્થિતિ જાણવી. એમ મનુષ્પાયુષની પણ સ્થિતિ જાણવી.દેવાયુષની સ્થિતિ નૈરયિકાયુષ પ્રમાણે જાણવી.નરકગતિનામસંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વીશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ હોય છે. તથા અબાધાકાળ બે હજાર વરસનો જાણવો. તિર્યંચગતિ નામની નપુંસકવેદની પેઠે સ્થિતિ જાણવી. મનુષ્યગતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડ ન્યૂન સાગરોપમનો દોઢ સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તથા અબાધાકાળ પન્દરસો વરસનો સમજવો. દેવગતિના. સંબધે પૃચ્છા. હે ગૌતમ !જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન એક હજાર સાગરોપમનો સાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પુરુષવેદના તુલ્ય જાણવી. એકેન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂન સાગરોપમના બે સપ્તમાંશ અને ઉત્કૃષ્ટ વિશ કોડાકોડી સાગરોપમની સ્થિતિ જાણવી. તથા બે હજાર વરસનો અબાધાકાળ સમજવો. બેઇન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ વડે ન્યૂને સાગરોપમના નવ પાંત્રીશાંશ,ઉત્કૃષ્ટ અઢાર કોડકોડી સાગરોપમની થતા અઢારસો વર્ષનો અબાધાકાળ જાણવો. તેઈન્દ્રિય જાતિનામ સંબધે પૃચ્છા. જઘન્ય સ્થિતિ એમજ-બેઇન્દ્રિય પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org