SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨ પન્નવણા - ૧૮-૪૭૫ અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઈક અધિક શતપૃથકત્વ સાગરોપમ સમજવા. પૃથિવીકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી, અને ક્ષેત્રથી અસંખ્યાતા લોક જાણવા. એ પ્રમાણે અપ્લાયિક, તેજ કાયિક અને વાયુકાયિક પણ સમજવા. વનસ્પતિકાયિકો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અનંત કાળ, કાળથી અનન્ત ઉપિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અનન્ત લોક, અસંખ્યાતા પુદ્ગલપ રાવત અને તે આવલિકાના અસંખ્યાતમા ભાગે સમજવા. પૃથિવીકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વરસો જાણવા. એ પ્રમાણે અપ્લાયિક પણ જાણવા. તેજસ્કાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાના દિવસો હોય છે. વાયુકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. વસ્પતિકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સંખ્યાતા હજાર વર્ષો હોય છે. ત્રસકાયિક પર્યાપ્તા સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી કંઇક અધિક બસોથી નવસો સાગરોપમ સુધી. - [૪૭] હે ભગવન્! સૂક્ષ્મ કાયિક “સૂક્ષ્મ’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ હોય. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રને આશ્રયી અસંખ્યાતા લોક હોય. સૂક્ષ્મ પૃથિવીકાયિક, સૂક્ષ્મ અપ્લાયિક, સૂક્ષ્મ તેજસ્કાયિક, સૂક્ષ્મ વાયુકાયિક, સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને સૂક્ષ્મ નિગોદ પણ જઘન્યથી અન્તર્મુહૂર્ત, અને ઉત્કર્ષથી અસંખ્યા તો કાળ હોય છે. કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અસહયાતા લોક પ્રમાણ હોય છે. હે ભગવન્! સૂક્ષ્મ અપર્યાપ્તા “સૂક્ષ્મ અપ પ્તા' એ રૂપે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અને ઉત્કર્ષથી અન્તર્મુહૂર્ત પર્યન્ત હોય. પૃથિવીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય સંબંધે પણ એમજ સમજવું. પર્યાપ્તા સૂક્ષ્મ પૃથિવીકાયિકાદિને પણ એમ જ કહેવું. હે ભગવન્! બાદર જીવ બાદર’ એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, કાળને આશ્રયી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય. હે ભગવન્! બાદર પૃથિવીકાયિક સંબંધ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ પર્યન્ત હોય. એ પ્રમાણે બાદર અપ્લાયિક, બાદર તેજસ્કાયિક અને બાદર વાયુકાયિક સંબંધે જાણવું. બાદર વનસ્પતિકાયિક બાદર વનસ્પતિકાયિક' રૂપે ઈત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મહૂર્ત અને ઉત્કર્ષથી અસંખ્યાતો કાળ, યાવતું ક્ષેત્રથી અંગુલના અસયાતમાં ભાગ પ્રમાણ કાળ જાણવો. હે ભગવન્! પ્રત્યેકશરીરબાદર વનસ્પતિકાયિક સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કર્ષથી સિત્તેર કોટાકોટી સાગરોપમ સુધી હોય. હે ભગવન્! નિગોદ ‘નિગોદ એ રૂપે કેટલા કાળ સુધી હોય? હે ગૌતમ! જઘન્યથી અન્ત મુહૂર્ત અને ઉત્કર્ષથી અનન્ત કાલ-અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, તથા ક્ષેત્રથી અઢી પુદ્ગલપરાવર્ત સુધી હોય. હે ભગવન્! બાદર નિગોદ બાદર નિગોદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy