________________
૩૪૦
પન્નવણા - ૧૭૬૪૭૦ હે ભગવન્! કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય શું કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવતું હે ભગવન્! કૃષ્ણ લેશ્યાવાળો મનુષ્ય નીલ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે? હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. યાવતુ શુક્લલેશ્યા વાળા ગર્ભને ઉત્પન્ન કરે. નીલલેશ્યાવાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે નીલલેશ્યા વાળો મનુષ્ય યાવતુ શુક્લલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે. એમ કાપોતલેશ્યાવાળાની સાથે છ એ આલાપકો કહેવા. એમ તેજોવેશ્યાવાળા પાલેશ્યાવાળા અને શુક્લલેશ્યાવાળાને પણ કહેવું. એમ છત્રીશ આલાપકો કહેવા. કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રી કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ! ઉત્પન્ન કરે. એ પ્રમાણે આ છત્રીશ આલાપકો કહેવા. હે ભગવન્! કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે?હા ગૌતમ! ઉત્પન્ન કરે. એમ એ છત્રીશ આલાપકો કહ્યા. હે ભગવન્! કર્મભૂમિનો કૃષ્ણલેશ્યા વાળો મનુષ્ય કૃષ્ણલેશ્યાવાળી સ્ત્રીમાં કૃષણલેશ્યાવાળા ગર્ભન ઉત્પન્ન કરે?હા ગૌતમ ! અવશ્ય ઉત્પન્ન કરે. અકર્મભૂમિનો કૃષ્ણલેશ્યાવાળો મનુષ્ય અકર્મભૂમિની કૃષ્ણલેશ્યા વાળી સ્ત્રીમાં અકર્મભૂમિના કૃષ્ણલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરે ? હા ગૌતમ ! ઉત્પન્ન કરે. પરન્તુ અહીં ચાર લેશ્યાઓના સોળ આલાપકો કહેવા. એ પ્રમાણે અન્તર્લીપીના મનુષ્યોને પણ જાણવું. ૫દ- ૧૭-ઉદેસો-દની મુનિદીપરત્નસાગરે કરેલાગુર્જરછાયાપૂર્ણ
પદ-૧૭-ગુર્જરછાયાપૂર્ણ
(પદ-૧૮-કાયસ્થિતિ) [૪૭૧-૪૭૨] જીવ, ગતિ, ઈન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ. જ્ઞાન, દર્શન, સંયત, ઉપયોગ, આહાર, ભાષક, પરિત, પતિ, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમ એ બાવીશ પદોની કાયસ્થિતિ જાણવા યોગ્ય છે. હે ભગ વન્! જીવ “જીવ’ એ સ્વરૂપે કાલને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સર્વ કાળ હોય.
૪િ૭૩] હે ભગવન્! નરયિક નૈરયિક’ એ રૂપે કાળને આશ્રયી ક્યાં સુધી હોય? હે ગૌતમજઘન્ય દસ હજાર વરસ અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી હોય.હે ભગવન! તિર્યંચયોનિક તિર્યંચયોનિક' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ ! જઘન્ય અન્ત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્ત કાળ સુધી હોય. અનન્ત ઉત્સર્પિણી-અવસર્પિણી પર્યન્ત કાળથી હોય અને ક્ષેત્રથી અનન્ત લોક-અનન્ત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ હોય તથા આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતા પુદ્ગલપરાવર્ત પર્યન્ત હોય. હે ભગવન્! તિર્યંચયોનિક સ્ત્રી તિર્યંચ સ્ત્રી, એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વેકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમ સુધી હોય. એ પ્રમાણે મનુષ્ય સંબંધે જાણવું. મનુષ્ય સ્ત્રી સંબંધે પણ એમજ સમજવું. હે ભગનવું ! દેવ દેવ” એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. હે ભગવનુ દેવી દેવી' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય ? હે ગૌતમ! જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ પચાસ પલ્યોપમ સુધી હોય. હે ભગવન્! સિદ્ધ સિદ્ધ' એ રૂપે કાળથી ક્યાં સુધી હોય? હે ગૌતમ! સાદિ અનન્ત કાળ હોય. હે ભગવન્! નૈરયિક અપર્યાપ્ત’ એ રૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org