________________
૨૭૪
પુનવણા- ૬-૩૩૮ ઈશાનથી આવી ઉત્પન્ન થાય, પણ સનસ્કુમાર, યાવતુ અશ્રુતથી આવી ઉત્પન ન થાય. એ પ્રમાણે અપ્લાયિકો તેજસ્કાયિકો અને વાયુકાયિકો જાણવા. પરન્તુ તેઓ દેવ સિવાય બાકીના જીવોથી આવી ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિકો પૃથિવીકાયિકોની પેઠે જાણવા.
| [૩૩૯] બેઇન્દ્રિયો, તેઇન્દ્રિયો અને ચઉન્દ્રિયો તેજસ્કાય અને વાયુકાયની પેઠે દેવ સિવાયના જીવોથી આવી ઉત્પન્ન થાય છે એમ કહેવું.
[૩૪] હે ભગવનું ! પંચેન્દ્રિય તિર્યંચો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોથી યાવતુદેવોથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! નૈરયિકોથી, તિર્યચોથી મનુષ્યોથી અને દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જો નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભા પૃથિવીના નૈરયિકોથી યાવતુ-અધસપ્તમ પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ! તે સર્વેથી. જો તિયચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિ યોથી તે પાંચથી. કે યાવતુ-પંચેન્દ્રિયોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! જો એકેન્દ્રિ યોથી આવી ઉત્પન્ન થાય તો શું પૃથિવીકાયિકોથી આવી ઉત્પન્ન થાય ઇત્યાદિ જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો તેમ એ પંચેન્દ્રિય તિર્યંચોનો પણ કહેવો, પરન્તુ વિશેષ એ છે કે તેમાં સૌધર્મ યાવતુ સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવી ઉત્પન્ન થાય પણ આનત યાવતુ અશ્રુત કલ્પોપન્નક દેવોથી આવી ઉત્પન્ન ન થાય.
[૩૪૧] હે ભગવન્! મનુષ્યો ક્યાંથી આવી ઉત્પન્ન થાય? શું નૈરયિકોથી, યાવતુ દેવોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! નૈરયિકોથી, યાવતુ દેવોથી પણ આવી ઉત્પન્ન થાય છે. જે નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય તો કયા નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય? હે ગૌતમ ! રત્નપ્રભા યાવતું તમાકૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થાય છે. પરંતુ અધસપ્ટન પૃથિવીના નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી. જો તિર્યચોથી આવી ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિય તિર્યચોથી આવી ઉત્પનું થાય-ઇત્યાદિ જેમ જે,જીવોથી આવી પંચેન્દ્રિય તિર્યંચોનો ઉપપાત કહ્યો છે તેમ તે જીવોથી આવી મનુષ્યોનો પણ સર્વ પ્રકારે ઉપપાત કહેવો. પરન્તુ અધ સપ્તમ નરકમૃથિ વીના નૈરયિકોથી તથા તેજસ્કાય અને વાયુકાયથી આવી મનુષ્યો ઉત્પન્ન થતા નથી. તથા સર્વ દેવોથી ઉપપાત કહેવો.
[૩૪] હે ભગવન્! વ્યન્તર દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! અસુરકુમારો ની જેમ જ આવીને વ્યન્તરો ઉત્પન્ન થાય છે એમ કહેવું.
[૩૪૩] હે ભગવન્જ્યોતિષિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! એમજ જાણવું. પરન્તુ સંમૂર્ણિમ અને અસંખ્યાતા વરસના આયુષ વાળા ખેચર પંચેન્દ્રિય તિર્યંચો તથા અન્તર દ્વીપના મનુષ્યો સિવાય કથન કરવું.
[૩૪] હે ભગવન્! વૈમાનિકો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે? હે ગૌતમ ! નૈરયિકોથી આવી ઉત્પન્ન થતા નથી, પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય છે. દેવોથી આવી ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે સૌધર્મ અને ઈશાન દેવો પણ કહેવા. સનકુમાર દેવો સંબંધે પણ એમજ કહેવું, પરન્તુ અસંખ્યાત વરસના આયુષ વાળા અકર્મભૂમિ સિવાયના બીજા (પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોથી) આવી ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે યાવતુ-સહસ્ત્રાર કલ્પોપપન વૈમાનિક દેવો સુધી કહેવું. હે ભગવન્! આનત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે ? હે ગૌતમ ! મનુષ્યોથી આવી ઉત્પન્ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org