________________
પદ-૭
૨૨૩
દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના વાલુકા પ્રભા પૃથિવીના નૈરયિકોથી બીજી શર્કરામભા નૈરયિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે, ત્યી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. દક્ષિણ દિશાના શર્કરામભા પૃથિવીના નૈરયિકોથી આ રત્નપ્રભા પૃથિવીના નૈરમિકો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં અસંખ્યાત ગુણા છે. તેથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે.
દિશાને અનુસરી સૌથી થોડા પંચેન્દ્રિય તિર્યંચયોનિકો પશ્ચિમ દિશામાં છે, તેથી પૂર્વમાં વિશેષાધિક, તેથી દક્ષિણમાં વિશેષાધિક, અને તેથી ઉત્તરમાં વિશેષાધિક હોય છે. દિશાને અનુસરીને સૌથી થોડા મનુષ્યો દક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં અસંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા ભવનવાસી દેવો પૂર્વમાં અને પશ્ચિમમાં છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે, અને તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાને આશ્રીને સૌથી થોડા વ્યંતર દેવો પૂર્વમાં છે, તેથી પશ્ચિમમાં વિશેષાધિક છે, તેથી ઉત્તરમાં વિશેષાધિક છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા જ્યોતિષ્ક દેવો પૂર્વ અને પશ્ચિમમાં છે, તેથી દક્ષિણમાં વિશેષાધિક છે, અને ઉત્તરમાં વિશેષાધિક છે. દિશાને અનુસરી સૌથી થોડા દેવો સૌધર્મ કલ્પના પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે,તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો ઈશાન કલ્પના પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તરમાં અસંખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સનકુમાર કલ્પના પૂર્વ અને પશ્ચિમ દિશાએ છે, તેથી ઉત્તર દિશાએ અસંખ્યાતગુણા છે, અને તેથી ઉત્તરમાં અંસખ્યાતગુણા છે અને તેથી દક્ષિણમાં વિશેષાધિક છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો બ્રહ્મલોક કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે. તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો લાંતક કલ્પમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, તેથી દક્ષિણમાં અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો મહાશુક્ર કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા દેવો સહસ્ત્રાર કલ્પમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાએ છે, અને તેથી દક્ષિણ દિશાએ અસંખ્યાતગુણા છે. ત્યાર પછી તે આયુષ્માનું શ્રમણ ! બહુ સમાનપણે-દેવો છે. દિશાની અપેક્ષાએ સૌથી થોડા સિદ્ધો ક્ષિણ અને ઉત્તર દિશાએ છે, તેથી પૂર્વમાં સંખ્યાતગુણા છે અને પશ્ચિમમાં વિશેષાધિક છે.
૨૬૧] હે ભગવન્! નૈરયિકો, તિર્યંચયોનિકો, મનુષ્યો, દેવો, અને સિદ્ધોમાં પાંચ ગતિના સંક્ષેપથી ક્યા જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ તુલ્ય કે વિશેષાધિક છે?હે ગૌતમ ! સૌથી થોડા મનુષ્યો છે, તેથી નૈરયિકો અસંખ્યાતગુણા છે, તેથી દેવો અસંખ્યાતગુણા છે, તેથી સિદ્ધો અનંતગુણા છે અને તેથી તિર્યંચયોનિકો અનુત્તગુણા છે. હે ભગવન્! એ નરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિકો સ્ત્રીઓ, મનુષ્ય, માનુષી, દેવો, દેવીઓ, અને સિદ્ધોમાં આઠ ગતિમાં સંક્ષેપ વડે જીવો ક્યા જીવોથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? હે ગૌતમ ! સૌથી થોડી માનુષી સ્ત્રીઓ છે, તેથી મનુષ્યો અસંખ્યાતગુણા છે, તેથી નૈરિયકો અસંખ્યાતગુણા છે, તેથી તિર્યંચ સ્ત્રીઓ અસંખ્યાતગુણી છે, તેથી દેવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org