SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૫-૨ ૨૧૯ અપર્યાપ્તા આનત-પ્રાણત દેવોના સ્થાનો છે. ઉપરાંત, સમુદ્રઘાત અને સ્વસ્થાન એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આનત-પ્રાણત દેવો રહે છે. મહાદ્ધિવાળા દશ દિશાઓને યાવતું પ્રકાશિત કરતા તેઓ પોતપોતાના સેંકડો વિમાનોનું અધિપતિપણે કરતા યાવતુ-વિહરે છે. અહીં પ્રાણત નામે દેવોનો ઈન્દ્ર અને દેવોનો રાજા રહે છે-ઇત્યાદિ સનસ્કુમારની પેઠે જાણવું. પરન્તુ ચારસો વિમાનોનું, વીશ હજારસામાનિક દેવોનું, એંશી હજાર આત્મરક્ષક દેવોનું અને બીજા ઘણા દેવો તથા દેવીઓનું અધિપતિપણું કરતો યાવતુ-વિહરે છે. હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્ત આરણ અને અશ્રુત દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આતન અને પ્રાણત કલ્પની ઉપર સમાન દિશાએ અને સમાન વિદિશાએ આરણ અને અશ્રુત નામે બે કલ્યો છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. તે અર્ધચન્દ્રની આકૃતિ વાળા અને કિરણોવાળા અને તેજના રાશિના સમાન વર્ણવાળા છે. તે લંબાઈ અને પહોળાઈમાં અસંખ્યાતા કોટાકોટી યોજના છે અને પરિધિ વડે પણ અસંખ્યાતા કોટાકાટી યોજન પ્રમાણ છે. તે સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં આરણ અને અશ્રુત દેવોના ત્રણસો વિમાનો છે. તે વિમાનો સર્વ રત્નમય, યાવત્ પ્રતિરૂપ છે. તે કલ્પોના વિમાનોના બરોબર મધ્યભાગમાં પાંચ અવતસક વિમાનો કહ્યા છે.- અંકાવતંસક, સ્ફટિકાવાંસક, રત્નાવતંક, જાતરૂપાવ તંસક અય્યતાવસંક છે. તે અવતંસક વિમાનો સર્વ રત્નમય યાવતુ-પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપર્યાપ્તા આરણ-અય્યત દેવોના સ્થાનો છે. ઉપપાત, સમુદ્યાત, અને સ્વસ્થાનએ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગમાં છે. ત્યાં ઘણા આરણ અને અશ્રુત દેવો રહે છે. અહીં અય્યત નામે દેવોનો ઈન્દ્ર રહે છે - ઇત્યાદિ પ્રાણતની પેઠે જાણવું. પરન્તુ ત્રણસો વિમાનોનું, દસ- હજાર સામાનિક દેવોનું, અને ચાળીશ હજાર આત્મરક્ષકદેવોનું અધિપતપણું કરતો યાવતુ-વિહરે છે. [૨૨૯-૨૩૧] બત્રીશલાખ, અઠયાવીશલાખ, બારલાખ, આઠલાખ ચારલાખ, પચાસહજાર, ચાળીશ હજાર, છહજાર સહસ્ત્રાર કલ્પમાં છે, આનત અને પ્રાણત કલ્પમાં ચારસો અને આરણ અને અશ્રુતને વિશે ત્રણસો એમ એ ચારે કલ્પોને વિશે મળીને સાતસો વિમાનો છે. - ચોરાશી હજાર, એંશી હજાર, બહોંતેર હજાર, સિત્તેર હજાર, સાઠ હજાર, પચાસ હજાર, ચાલીસ હજાર, ત્રીશ હજાર, વીશ હજાર, અને દસ હજાર, સામાનિકો દેવો છે. તેથી ચાર ગુણા આત્મરક્ષક દેવો છે. [૨૩૨-૨૩૩ હે ભગવન્! પર્યાપ્તા અને અપર્યાપ્તા નીચેના રૈવેયક દેવોના ક્યાં સ્થાનો છે? હે ગૌતમ ! આરણ અને અશ્રુત કલ્પોની ઉપર યાવતુ ઉર્ધ્વ-જઈએ ત્યારે અહીં નીચેના રૈવેયક દેવોના ત્રણ રૈવેયક દેવોના વિમાનના-પ્રસ્તરો- છે. તે પૂર્વ-પશ્ચિમ લાંબા, અને ઉત્તર-દક્ષિણ વિસ્તીર્ણ છે. પરિપૂર્ણ ચન્દ્રની આકૃતિવાળા, અચિ કિરણોની માળા અને કાત્તિસમૂહના જેવા વર્ણવાળા -ઈત્યાદિ બાકીનું બધું બ્રહ્મલોકની પેઠે જાણવું. ત્યાં નીચેના સૈવયક દેવોના ૧૧૧ વિમાનો છે તે વિમાનો સર્વ રત્નમય યાવતુ પ્રતિરૂપ છે. અહીં પર્યાપ્તા અને અપયતા નીચેના રૈવેયક દેવોના સ્થાનો કહ્યાં છે. તેઓ ઉપપાત, સમુદ્દઘાત અને સ્વસ્થાન-એ ત્રણેને આશ્રીને લોકના અસંખ્યાતમા ભાગે છે. ત્યાં ઘણાં નીચેના રૈવેયક દેવો રહે છે. હે આયુષ્માનું શ્રમણ ! તે બધા સમાનદ્યુતિવાળા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy