SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬-૨ ૨૦૭ યોજન બધાની નીચેની સાતમી નરકપૃથિવીની જાડાઈ છે. એક લાખ અઠયોતેર હજાર, એક લાખ ત્રીસ હજાર, એક લાખ છવ્વીસ હજાર, એક લાખ અઢાર હજાર, એક લાખ સોળ હજાર, છઠ્ઠી પૃથિવીના એક લાખ અને ચૌદ હજાર યોજનમાં તથા તમતમા પૃથિવના ઉપર અને નીચે સાડી બાવન સાડી બાવન હજાર છોડીને વચ્ચેના ત્રણ હજાર યોજનમાં નરકાવાસો છે. ત્રીશ લાખ, પચીસ લાખ, દશ લાખ, ત્રણ લાખ, પાંચ લાખ એક લાખ અને અનુત્તર પાંચ નરકાવાસો ક્રમશઃ જાણવા. [૨૦૧] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ ! ઉર્ધ્વ લોકમાં તેના એક ભાગમાં, અધોલાકમાં તેના એક ભાગમાં, તિર્થંગ્લો કમાં કૂવા, તળાવો, નદીઓ, દ્રહો, વાવો, પુષ્કરિણીઓ, દીધિકાઓ, ગુંજાલિકાઓ, સરોવરો, સરોવ૨પંક્તિઓ, સરઃસ૨:પંક્તિઓ, બિલો, બિલપંક્તિઓ, ઉંઝ઼રોઝર ણાઓ, છિલ્લરો, પલ્વલો, વપ્રો-ક્યારાઓ, દ્વીપો, સમુદ્રો અને બધા જલાશયો અને જળના સ્થાનોમાં પર્યાપ્તા અને અપર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચોના સ્થાનો છે. તે ઉપપાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં, સમુદ્દાત વડે લોકના અસંખ્યાતમા ભાગમાં અને સ્વસ્થાન વડે સર્વ લોકના અસંખ્યાતમા ભાગમાં હોય છે. હે [૨૦૨] હે ભગવન્ ! પર્યાપ્તા અને અપર્યાપ્તા મનુષ્યોના ક્યાં સ્થાનો છે ? હે ગૌતમ!પીસ્તાળીશ લાખ યોજન પ્રમાણ મનુષ્યક્ષેત્રની અંદર અઢી દ્વીપ અને સમુદ્રોમાં, પંદર કર્મભૂમિમાં, ત્રીશ અકર્મભૂમિ માં, દેવોના ક્યાં સ્થાનો છે ? હે ભગવન્ ! ભવનવાસી દેવો ક્યાં વસે છે ? હે ગૌતમ ! આ રત્નપ્રભા પૃથિવીના જાડાઈ છપ્પન અંતદ્વીપમાં પર્યાપ્તા ચપર્યાપ્તા મનુષ્યોના સ્થાનો છે. ઈત્યાદિ, એક લાખ યોજન પ્રમાણ છે. તેમાં ઉપરના ભાગથી એક હજાર યોજન પ્રવેશ કરીને અને નીચે એક હજાર યોજન છોડીને એક લાખ ને અઠયોતેર હજાર યોજન પ્રમાણ મધ્ય ભાગમાં ભવનવાસી દેવોના સાત ક્રોડ અને બહોંતેર લાખ ભવનો છે એમ કહ્યું છે. તે ભવનો બહારના ભાગમાં ગોળ, અન્દરના ભાગમાં ચતુષ્કોણ અને નીચેના ભાગમાં કમળની કર્ણિકાની આકૃતિવાળાં છે, ઉત્કીર્ણ-સ્પષ્ટ અન્તર વાળી, વિસ્તીર્ણ અને ઉંડી ખાત અને પરિખા જેની ચારે તરફ છે એવાં, જેના પ્રાકારને વિષે અટ્ટાલક, કમાડ, તોરણો અને પ્રતિદ્વાર-છે એવાં, યન્ત્રો, શતઘ્ની મુશલ અને મુસંઢીથી યુક્ત, જ્યાં યુદ્ધ કરી ન કરી શકાય એવાં, હમેશાં જયવાળાં, હમેશાં રક્ષણ કરાયેલાં, અડતાળીસ ઓરડાઓની રચનાવાળાં, અડતાળીસ વનમાળાઓની રચનાવાળાં, ઉપદ્રવ રહિત, મંગલપ, કિંકર દેવોથી દંડ વડે રક્ષણ કરાયેલાં, લીંપણ અને ધોળવા વડે સુશોભિત, ઘાટા ગોશીર્ષચંદન અને રક્ત ચંદન વડે જ્યાં હસ્તના થાપા માર્યા છે એવાં જ્યાં, ચંદનના કલશો મૂક્યા એવાં, ચંદના ઘટ વડે સુશોભિત તોરણો જેના લઘુ દ્વારોના એક ભાગમાં આવેલા છે એવાં, ભૂમિના નીચે લાગેલા અને ઉપર લટકાવેલ ફુલની માળાઓના ઝુમખાંવાળા, વેરાયેલા પાંચ વર્ણના સરસ સુગંધી પુષ્પના ઢગલાઓની શોભાવડે યુક્ત, કાળા અગર, શ્રેષ્ઠ કીંદરુ અને શિલારસના ધૂપની ચોતરફ પ્રસરતી ગંધવડે અત્યંત મનોહર, ઉત્તમ પ્રકારના ગંધયુક્ત સુગંધી પદાર્થોની ગંધવાળાં, સુગંધી દ્રવ્યોની ગુટિકારુપ, અપ્સરા ઓના ગણાના સમુદાય વડે વ્યાપ્ત, દીવ્ય વાજીંત્રોના શબ્દવડે યુક્ત, સર્વ રત્ન મય, અતિસ્વચ્છ, સ્નિગ્ધ, કોમલ, ધસેલાં,સાફ કરેલાં, રજરહિત, નિર્મલ, નિષ્પક, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005057
Book TitleAgam Deep Agam 14 to 15 Gujarati Anuvaad Part 4
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy