________________
પ્રતિપત્તિ -૩, દ્વીપસમુદ્ર
૧૩૫ આ બધા અંજની પર્વતોમાં જે પૂર્વ દિશા નો અંજની પર્વત તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણિયો છે. નંદોતરા, નંદા, આનંદા, અને નંદિવર્ધના. નંદિસેના, અમોઘા, ગોસ્તૃપા અને સુદર્શના આ પ્રમાણેના તેના નામો કેટલેક સ્થળે બતાવેલા છે. આ દરેક નિંદા પુષ્કરિણીયો એક એક લાખ યોજન ની લંબાઈ પહોળાઈવાળી છે. તેનો ઉદ્ધઘ દસ યોજનનો છે. તેની પરિધિનું પ્રમાણ ૩૧ ૨૨૭ યોજનથી કંઈક વધારે તથા ૩ ત્રણ કોસ તથા ૨૮૦૦ ધનુષ અને સાડાતેર આંગળથી કંઈક વધારે છે. એ બધી પૂર્વોક્ત અચ્છ શ્લષ્ણ, વિગેરે વિશેષણોવાળી છે. આ દરેક પુષ્પરણિયોના બહુમધ્ય દેશ ભાગમાં અલગ અલગ દધિમુખ પર્વત છે. એની ઉંચાઈ ચોસઠ હજાર યોજનની છે. જમીનમાં તેનો ઉઘ એક હજાર યોજનનો છે. એ બધેજ સમાન છે. અને પલંગના આકાર જેવો છે. તેની પહોળાઈ ૧000 યોજનની છે. ૩૧૬૨૩ યોજનાનો પરિક્ષેપ છે. એ બધા સવર્માના રત્નમય સ્વચ્છ યાવતું પ્રતિરૂપ છે. પર્વતની ચારે બાજુ પાવર વેદિકા અને વનખંડ છે. સિદ્ધાયતનનું પ્રમાણ પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમાં ૧૦૮ આઠ જીન અથતુ અરિહંત પ્રતિમાઓ છે. ઈત્યાદિ તમામ વર્ણન પહેલાં કહ્યા પ્રમાણે કહી લેવું જોઈએ. દક્ષિણ દિશાના જે અંજન પર્વત છે. તેની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરિણીયો છે. ભદ્રા ૧ વિશાલ ૨ કુમુદા ૩ અને પુંડરિકિણી ૪ કોઈ બીજે સ્થળે તેમના નામો આ પ્રમાણે કહ્યા છે. નંદુત્તરા ૧ નંદા ૨ આનંદા ૩ અને નંદિવર્ધના અહીયાં પણ દધિમુખોનું અને સિદ્ધાયતા નોનું કથન કરી લેવું જોઈએ. પશ્ચિમ દિશા તરફ જે અંજન પર્વત છે. તેની ચારે દિશા ઓમાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. નંદિસેણા ૧ અમોઘા ૨ ગોસ્તૂપ ૩ અને સુદર્શના ૪ (ભદ્રા ૧ વિશાલા ૨ કુમુદ ૩ અને પુંડરિકિણી-૪) સિદ્ધાયતનોના કથન સુધી તમામ કથન પહેલાં જેમ કહેવામાં આવી ગયેલ છે એ જ પ્રમાણે છે. દધિમુખોનું વર્ણન અને તેના અંગ પ્રત્યંગોનું વર્ણન પણ પહેલાની જેમ જ છે. ઉત્તર દિશામાં જે અંજન પર્વત છે તેની ચારે દિશામાં પણ ચાર નંદા પુષ્કરિણીયો છે. વિજયા ૧ વૈજયન્તી ૨ જયન્તી ૩ અપરા જીત નામની પુષ્કરિણી છે. આ અંજન પર્વતના સંબંધનું અને સિદ્ધાયતન સુધીનું તમામ કથન પૂર્વ દિશામાં આવેલ અંજન પર્વતના વર્ણન પ્રમાણે અને ત્યાંના સિદ્ધાયતનોના વર્ણન પ્રમાણે જ છે.
અહીંયાં અનેક ભવનપતિ વાનવન્તર જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો ચોમા સાની પ્રતિપદા વિગેરે પર્વ દિવસોમાં વાર્ષિક ઉત્સવના દિવસોમાં તેમજ બીજા પણ અનેક પ્રકારના જેમકે જેમના જન્મકલ્યાણના,દીક્ષા કલ્યાણના, જ્ઞાનકલ્યાણના નિવણકલ્યાણના વિગેરે દિવસોમાં દેવકાર્યોમાં દેવ સમૂહોમાં દેવગોષ્ઠિયોમાં દેવસમવાયમાં તથા દેવોના જીત વ્યવહાર સંબંધી કાર્યમાં દેવ સમૂહોમાં આવે છે. અહીંયાં આવીને આનંદ ક્રીડા કરતા મહા મહિમાવાળા અતિક પર્વની આરાધના કરે છે. નન્દીશ્વરવર દ્વીપમાં ચક્રવાલ વિખંભવાળા બહુમધ્ય દેશ ભાગમાં ચાર દિશાઓમાં એક એક વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો આવેલા છે. એક પૂર્વ દિશામાં બીજો દક્ષિણ પૂર્વ દિશામાં ત્રીજો દક્ષિણ પશ્ચિમ દિશામાં અને ચોથો પશ્ચિમ ઉત્તર વિદિશામાં આ દરેક રતિકર પર્વત ઉંચાઈમાં દસ દસ હજાર યોજનના છે. તેનો ઉદ્ધઘ એક હજાર યોજનાનો છે, આ પર્વતો બધેજ સમ છે. તેનું સંસ્થાન-આકાર ઝાલર જેવું હોય એવા પ્રકારનું છે. તેની પહોળાઈ દસ યોજનની છે. ૩૧૬૬ર યોજનનો તે દરેકનો પરિક્ષેપ છે. એ બધા રત્નમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org