SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Soul લૌકિક પુષ્પને નાકથી સુંઘવામાં આવે છે. કાન ન તો | એને જોઇ શકે છે, કે ન તો સૂંઘી શકે છે. પણ આત્માનુભૂતિ એ એવું પુષ્પ છે, જેને નાક સૂધી શકતું નથી. પણ કાન તેની પ્રતીતિ કરી શકે છે. le આ નવલી રીત અનેક આશ્ચર્યોનું સર્જન કરે છે, એક તો ફૂલ હોવા છતાં પણ નાકથી તેની સુવાસ લઈ શકાય તેમ નથી. આત્મા ઇન્દ્રિયાતીત છે, માટે એનું સમાધાન હજી કદાચ મેળવી લઈએ, પણ કાન તેની પ્રતીતિ કરે છે, એનું શું? એ શી રીતે શક્ય બને? જો કોઇ રીતે કાન તેની પ્રતીતિ કરતો હોય, તો પછી નાકે શું અપરાધ કર્યો ? પુષ્પનો સંબંધ તો નાક સાથે જ વધુ હોવો જોઇએ. આ તમામ પ્રશ્નોનો ઉત્તર ‘કાન’ શબ્દની વિશિષ્ટ પરિભાષા આપે છે. શબ્દશાસ્ત્રોમાં ‘કાન'નો એક અર્થ કર્યો છે પ્રજ્ઞા. માટે જ પ્રાજ્ઞ પુરુષો માટે ‘સકર્ણ’ એવું સંબોધન કરવામાં આવ્યું છે. આત્માનુભૂતિ કરવી એ જેમ નાકથી શક્ય નથી. એ જ રીતે બાહ્ય ઇન્દ્રિયરૂપ કાનથી પણ શક્ય નથી. એ તો શક્ય બને છે એકમાત્ર આંતરપ્રજ્ઞાથી. બ્રહ્મનાદ કે અનાહતનાદની જે પ્રતીતિ થાય છે, તે પણ બાહ્ય ઈન્દ્રિયરૂપ કાનથી નહીં પણ આંતરપ્રજ્ઞારૂપ કાનથી થાય છે. બાહ્ય ઈન્દ્રિય માત્ર પૌગલિક વિષયનું ગ્રહણ કરી શકે. આત્માનુભૂતિ કરવા માટે તો આંતરપ્રજ્ઞા સિવાય બીજું કોઇ જ સક્ષમ નથી. હજુ સૂક્ષ્મદૃષ્ટિએ વિચારીએ તો નાદપ્રતીતિ આત્માનુભૂતિનું સોપાન બની શકે, પણ એ સ્વયં આત્માનુભૂતિ ન બની શકે. કારણ કે આત્મા તો શબ્દાતીત છે. પંચસૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે - of supreme pleasure. से ण सद्दे આત્મા એ શબ્દ નથી. માટે શબ્દથી તેની અનુભૂતિ ન થઇ શકે. આ તો નવલા વિષયની નવલી રીત છે. અનાદિ કાળથી તદ્દન અપરિચિત છે. આત્માનુભૂતિ થવી તો મુશ્કેલ છે જ. આત્માનુભૂતિની યાત્રામાં ડગ માંડવા પણ મુશ્કેલ છે. અરે, આ યાત્રાનો માર્ગ જડવો પણ મુશ્કેલ છે. આ બધી જ મુશ્કેલીઓને દૂર કરનારા... શીઘ અને સુગમ રીતે આત્માનુભૂતિની પ્રાપ્તિ કરાવનારા ટંકશાળી વચનો હવે એક પછી એક રજુ થઇ રહ્યા છે. જાણે આપણા અંતરના આંગણે કલ્પતરુ... કામઘટ... ને કામધેનુ અવતરી રહ્યા છે... આ ધન્ય પળને એક રસ થઇને માણીએ, અને સાર્થક કરીએ... R
SR No.005049
Book TitleAnandghan ni Atmanubhuti 08
Original Sutra AuthorN/A
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2011
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Spiritual
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy