________________
स्थितिस्तत्रैव चारित्रम् | આત્મા વિષેનો નિશ્ચય એ દર્શન છે. આત્મબોધ એ જ્ઞાન છે અને આત્મરમણતા એ ચારિત્ર છે. યાની તે છે, જે ‘સ્વ’ને ‘સ્વ’ વડે જોઇને ‘સ્વ’ માટે ‘સ્વ’ના સ્વરૂપમાં રમણ કરે છે. આને કહેવાય -
आपो आप विमासी. ચાર પ્રકારના દર્શન છે. (૧) પરાધીન પરદર્શન (૨) સ્વાધીન પરદર્શન (૩) પરાધીન સ્વદર્શન (૪) સ્વાધીન સ્વદર્શન
(૧) પરાધીન પરદર્શન એટલે કોઈ બીજી વ્યક્તિ દ્વારા બાહ્ય વસ્તુ જોવી. લગભગ આખી દુનિયા આ દર્શનમાં ગુમરાહ બની છે. પ્રચાર-પ્રસાર માધ્યમો જે દેખાડે તે જોવામાં પ્રતિદિન અબજો કલાકો વેડફાઇ રહ્યા છે, ના, બલ્ક આત્માનું ઘોર અહિત કરી રહ્યા છે.
(૨) સ્વાધીન પરદર્શન એટલે બાહ્ય પ્રેરણા વિના પોતાની જાતે જ બાહ્ય વસ્તુને જોવી. જો આ દર્શન પરંપરાએ આત્મદર્શન કરાવતું ન હોય, તો તે ય આત્મશક્તિનો દુરુપયોગ જ છે.
(૩) પરાધીન સ્વદર્શન એટલે સદ્ગુરુના પરિશ્રમના ફળરૂપે આત્મદર્શન કરવું. આ દર્શનનો અભ્યાસ પરમ દર્શનનું કારણ બને છે, જે છે – | (૪) સ્વાધીન સ્વદર્શન એટલે પોતાના આત્મા દ્વારા જ આત્મદર્શન કરવું.
स्वरूपदर्शनं श्लाघ्यं, पररूपेक्षणं वृथा। एतावदेव विज्ञानं, परज्योतिःप्रकाशकम्।।
સ્વરૂપદર્શન જ પ્રશંસનીય છે. પરરૂપદર્શન તો ફોગટ છે. જ્યારે આટલું જ્ઞાન થઈ જાય, ત્યારે અંતરમાં પરમજ્યોતિના અજવાળા પથરાઇ જાય છે. સ્વાધીન સ્વદર્શન ટૂંક સમયમાં કેવળજ્ઞાનને ખેંચી લાવે છે. ‘માપો માપ વિમાસી' ની આ સાધના જ્યારે પોતાના લક્ષ્યને આંબી લે છે, ત્યારે આત્મા પરમાત્મસ્વરૂપ બની જાય છે. અનંત ભવોની આ દુઃખદ યાત્રાનો એક સુખદ અંત આવે છે. આત્મકલ્યાણનું કાર્ય સિદ્ધ થાય છે. આત્મજ્યોતિ પરમજ્યોતિમાં સમાઈ જાય છે...
आतम परमातम अनुसारी सीझे काज समासी.
વૈશાખ સુદ ૧૪ વિ.સં. ૨૦૬૭
00:
33
Pruninga alimenti
*