________________
boo
ગયા... અને એ સાધક અટવાતો રહ્યો.
છેવટે એક સુવર્ણ ક્ષણે તેણે સદ્ગુરુનું શરણ લીધું... સદ્ગુરુએ તેને એટલી જ વાત કહી... “જે બુદ્ધિએ તને અનંતકાળ રખડાવ્યો, એ બુદ્ધિ પર હજુ પણ તને શ્રદ્ધા છે???’’
આ પ્રશ્ન એક એવો વજ્રપાત હતો, જેણે એ સાધકની બુદ્ધિના ચૂરેચૂરા કરી દીધા... ‘સર્વસંવિન્યાસઃ' કરીને સાધના માર્ગે એણે હરણફાળ ભરી દીધી. ખૂબ ગંભીરતાથી વિચારજો, જે બુદ્ધિએ આપણો અનંત ભૂતકાળ બગાડી દીધો છે, એના પર આપણને હજી પણ શ્રદ્ધા છે, અને જે સદ્ગુરુ આપણો અનંત ભવિષ્યકાળ સુધારી દેવાના છે, એમના પર આપણને હજી પણ શંકા છે. અહીં એક જ પંક્તિમાં સાધનાના ત્રણ સૂત્રોને સિફતથી સમાવી દેવાયા છે...
(૧) બાલુડા બનો.
(૨) સર્વ બુદ્ધિનો ન્યાસ ‘સંન્યાસ’ કરો. (૩) શરીરને સાધનામંદિર બનાવી લો. महारो बालुडो संन्यासी, देह देवळ मठवासी.
મન જેમાં ઠરે એનું નામ મઠ. જે શરીર સાધનામંદિર બને, એ શરીરમાં મન
Farsorial Use Only
સહજતાથી ઠરે છે. શાંત... પ્રશાંત... ઉપશાંત બને છે. પરિણામે એ રાગ અને દ્વેષના ત્યાગપૂર્વક મધ્યસ્થ બને છે. આ જ વાતને અહીં અલંકારિક રીતે પ્રસ્તુત કરી છે.
इडा पिंगला मार्ग तजी जोगी
सुषमना घरवासी
શરીરમાં ત્રણ માર્ગ છે એવું દર્શનવિશેષમાં કહ્યું છે. તેમાં ડાબો માર્ગ ‘ઈંડા’ રાગનું પ્રતિક છે. જમણો માર્ગ ‘પિંગળા’ દ્વેષનું પ્રતિક છે. વચ્ચેનો માર્ગ છે સુષુમ્ના, જે સમભાવનું મધ્યસ્થભાવનુ પ્રતિક છે. આ માર્ગ એ જ મોક્ષમાર્ગ છે. યોગી તે છે, જે કદી આ માર્ગને છોડતો નથી. મહોપાધ્યાયજીએ અમૃતવેલની સજ્ઝાયમાં કહ્યું છે –
=
દેખીએ માર્ગ શિવનગરનો,
જે ઉદાસીન પરિણામ રે,
તેહ અણછોડતા ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે. ૨૮.
‘સુષુમ્ના’નો આ સમભાવનો માર્ગ છેક ઉપર બ્રહ્મરંધ્રમાં પહોંચે છે. ‘રંધ્ર’ એટલે અવકાશ. બ્રહ્મને પ્રતિષ્ઠિત થવાનો અવકાશ એનું નામ ‘બ્રહ્મરંધ્ર’ ના વિષયમાં અનેકાનેક પ્રકારની કલ્પનાઓ અને પ્રરૂપણાઓ છે.