SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રાવક ભાવ પ્રતિક્રમણ. (ગોંડલ સંપ્રદાયના સ્વ. આચાર્ય પૂ. પુરુષોત્તમજી મ.સા.) ભાવ પ્રતિક્રમણ એટલે કરેલા અનંતા ભવોના પાપનો પશ્ચાત્તાપ. “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે” - કલાપી (૧) અહો પરમ કૃપાળુ ગુરુદેવો - વીસ તીર્થંકર પ્રભુજી તથા અનંતા સિદ્ધ પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે. અણાહારક (એટલે આહાર રહિત), છતાં મારા આત્માએ સચેત, અચેત અને મિશ્ર આહાર કરી, ચીકણાં ગાઢાં કર્મ, આ ભવ આશ્રી, પરભવ આશ્રી, અનંતા ભવ આશ્રી, ઉપાર્જન કર્યા છે. તે અજ્ઞાની આત્માને કરોડોવાર ધિક્કાર !!! જે દિવસે આપના જેવું અણાહારક સ્વરૂપ પ્રગટ કરીશ, તે દિવસ ધન્ય થશે! (૨) વીસ તીર્થંકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે - અનારંભી, (આરંભ-રહિત), છતાં મારા આત્માએ સંરંભ, સમારંભ અને આરંભ કરી, કરાવી, અનુમોદના કરી, ચીકણાં-ગાઢાં કર્મ, આ ભવ આશ્રી, પરભવ આશ્રી, અનંતા ભવ આશ્રી, ઉપાર્જન કર્યો, તે અજ્ઞાની આત્માને કરોડોવાર ધિક્કાર..!! આપના જેવું અનારંભી, સ્વરૂપે પ્રગટ કરવાની મને ભવોભવ શક્તિ આપો. જે દિવસે આપના જેવું અનારંભી સ્વરૂપે પ્રગટ કરીશ, તે દિવસ ધન્ય થશે ! વીસ તીર્થકર પ્રભુજી ! મારા આત્માનું સ્વરૂપ છે અકષાય (ક્રોધ-રહિત), છતાં મારા આત્માએ વિભાવ દશામાં જઈને ક્રોધ કષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાયનું સેવન કરી, રાગદ્વેષ કરી, ચીકણાં ગાઢાં કર્મ આ 76. Jain Education International 1 પ્રતિક્રમણ સૂત્ર For Private & Personal use only www.jainelibrary.org
SR No.005029
Book TitleChalo Pratikraman Karie
Original Sutra AuthorN/A
AuthorDhirajmuni
PublisherP M Foundation
Publication Year2011
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy