________________
- S OOX CO ---
પ્રકાશકીય પરમતારક શ્રીતીર્થંકર પરમાત્માની માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોનાં શાસ્ત્રીય વર્ણન અનુસાર દોરાયેલાં સુંદર ચિત્રો, આ પુસ્તકમાં શ્રીસંઘ-સમાજને પ્રથમવાર જ જોવા મળશે ..
- આ પુસ્તકનું લેખન-સંપાદન સ્વ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રવિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મહારાજે ઘણી મહેનતે અને ખૂબ જ ખંતથી કર્યું છે. આવા ઉત્તમ પ્રકાશનનો. અમૂલ્ય લાભ અમને મળવા બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ !
સુધારા-વધારા સાથેનું સ્વપ્ન ચિત્રાવલિનું આ પુનર્મુદ્રણ ભારતભરના શ્રી જૈનસંઘોમાં અને સમાજમાં વિશેષ પ્રકારે આદરભર્યા સ્થાન-માન પામશે એવી અમને શ્રદ્ધા છે.
આ પ્રકાશન અમારા-તમારા-સૌના હૃદયમાં પરમતારક શ્રી તીર્થંકર પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા-ભક્તિવર્ધક બની રહો એ જ શુભાભિલાષા !
– પ્રકાશકે પ્રાસ્તાવિક મહાન યશવાળા શ્રી તીર્થંકર પરમાત્માઓ જે રાત્રિએ માતાના ગર્ભમાં અવતરે છે તે રાત્રિએ સર્વ તીર્થકરોની માતાઓ જે ચૌદ મહાસ્વપ્નો જોઈને જાગે છે એનાં પરંપરાગત ભિન્ન ભિન્ન આકારો અને ભિન્ન ભિન્ન ચિત્રો જોયા પછી શાસ્ત્રીય વર્ણન સાથે ઠીક ઠીક મેળ બેસે એવાં સ્વપ્નચિત્રો દોરાવવાની ભાવના જાગી. ભાવનાને સાકાર બનાવવા માટે ઝીણામાં ઝીણું માર્ગદર્શન અને સુંદરમાં સુંદર ચિત્રકળાનો સુમેળ સધાય એ જરૂરી હતું. | ગત જન્મોનાં સુકૃતોના ફળ સ્વરૂપે વિધાતાએ જાણે હાથમાં ચિત્રકળાની ભેટ ધરી દીધી હોય એમ સહજ રીતે સુંદર ચિત્રો દોરનારા ચિત્રકાર શ્રી જી. જે. સંધવાણી પરિચયમાં હતા. સ્વભાવથી નમ્ર, સરળ અને સર્જન એવા એમના દ્વારા મારી ભાવનાને મૂર્ત સ્વરૂપ આપી શકાય એમ હોવાથી મારા મનોરથ મેં એમને જણાવ્યા .
ત્રણેય જગતના જીવોના કલ્યાણને માટે જેમનો જન્મ હોય છે તે શ્રી તીર્થંકર પરમાત્માની માતાએ જોયેલાં ચૌદ મહાસ્વપ્નોનાં ચિત્રો દોરવાના પુણ્યકાર્યની વાત સાંભળી એમનું હૃદય અત્યંત પ્રસન્ન થયું. પોતાના નામ અને કામને નિધાનની જેમ સ્થાપન કરવા માટેનું અને એને આ જગતમાં ચિરંજીવ રાખવા માટેનું આનાથી સુંદર અને ઉત્તમ સ્થાન બીજે કયું હોઈ શકે ? આવી કલ્યાણકારી ભાવનાથી એમણે આ પુણ્યકાર્યનો પ્રારંભ કર્યો. આ પુણ્યકાર્યમાં શાસ્ત્રીયતાને નજર સમક્ષ રાખીને ઝીણામાં ઝીણું માર્ગદર્શન એમને મારા તરફથી મળતું રહ્યું. પોતાની કળાને જાણે હાથમાંથી નિચોવી-નિચોવીને સંપૂર્ણપણે ઠાલવતા હોય એમ એમણે દોરેલાં ચૌદ મહાસ્વપ્નોનાં સુંદર ચિત્રો દર્શકોને આ ચિત્રાવલિમાં મન ભરીને જોવા મળશે .
શાસ્ત્રીયવર્ણન સાથે યથાશક્ય મેળ બેસાડવાનો પ્રયત્ન કરીને બનાવવામાં આવેલાં આ સ્વપ્નચિત્રોને ધ્યાનમાં રાખીને જ હવે પછી ભારતભરના તમામ શ્રીજૈન સંઘોમાં, સ્વપ્નોનાં ચાંદી વગેરેનાં આકારો અને ચિત્રો બનાવવામાં આવશે તો શાસ્ત્રીયતા સાથે કલાકાર શ્રી સંધવાણીની કલાનો પણ આદર કયો ગણાશે. માટે આ હકીકત ધ્યાનમાં રાખીને શ્રી જૈન સંઘો ચૌદ મહાસ્વપ્નોના આકારો બનાવે એવી ખાસ ભલામણ છે.
પુનર્મુદ્રણ પ્રસંગે આ ચિત્રાવલિની પ્રથમ આવૃત્તિની બધી નકલો ટૂંક સમયમાં જ ખલાસ થઈ જવા પામી એથી પણ એની ઉપયોગિતા, ઉત્તમતા ને સુંદરતા સૂચિત થાય છે.
| દ્વિતીય આવૃત્તિમાં થોડા સુધારા-વધારા કરાયા છે. સ્વપ્ન ચિત્રોને વધુ સુંદર ને વધુ શાસ્ત્રીય બનાવવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આ નવી આવૃત્તિ શ્રી જૈન સંઘોમાં વિશેષ આદરપાત્ર બનશે અને તૃતીય આવૃત્તિનો મંગલમય ને આનંદમય અવસર પણ અમને સત્વરે પ્રાપ્ત થશે. વિ.સં. ૨૦૫૯, અષાઢ સુદ ૬
પૂ.આ.શ્રી રવિચંદ્રસૂરીશ્વર-શિષ્યાણ દાનસૂરિજ્ઞાનમંદિર, કાળુપુર, અમદાવાદ-૧
– મુનિ હિતવિજય
Jain Education International
cha use only
www.jainelibrary.org