________________
ત્યાર પછી બોલીનું સુવર્ણ લઈ આવવા માટે પેથડશાહે તરતજ માંડવગઢ તરફ ઊંટડીઓ દોડાવી ને જ્યાં સુધી ઊંટડીઓ સુવર્ણ લઈને પાછી આવે નહિ, દેવદ્રવ્ય ચૂકવાય નહિ ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ કર્યો. બીજે દિવસે બે ઘડી દિવસ બાકી હતો ત્યારે ઊંટડીઓ સુવર્ણ લઈને આવી પહોંચી. પેથડશાહે દેવદ્રવ્ય ચૂકવી આપ્યું, પણ દિવસ માત્ર બે ઘડી જ બાકી હતો તેથી આહારપાણી કર્યા નહિ. આમ તેમને ચઉવિહાર છઠ્ઠ થયો.
મંત્રીશ્વર પેથડશાહની જેમ આપણે પણ બોલીનું દ્રવ્ય તરત જ ભરપાઈ કરી દેવું જોઈએ. અણધાર્યા કારણે બે-ચાર દિવસનો વિલંબ થઈ જાય તો બોલીનું દ્રવ્ય વ્યાજ સાથે ભરવું જોઈએ.
શ્રી સંઘ તરફથી પણ બોલીનું દ્રવ્ય મોડામાં મોડું મહિના કે બે મહિના જેવા સમયમાં ભરપાઈ કરી દેવાની મર્યાદા બંધાય તે સંઘ માટે અને બોલી બોલનારા પુણ્યાત્માઓ માટે પણ શ્રેયસ્કર છે.
| શ્રી સંઘની ખરી મહત્તા અને શોભા મોટી મોટી બોલીઓ બોલાય એમાં જેમ મનાય છે તેમ બોલીઓનું દ્રવ્ય તરત જ ભરપાઈ થઈ જાય એમાં પણ મનાવી જોઈએ.
પ્રભુ મહાવીર જન્મવાંચન તે કાળે અને તે સમયે ચૈત્ર સુદ ૧૩ના દિવસે શ્રમણ ભગવાન મહાવીરને ગર્ભમાં રહ્યાને નવ માસ અને સાડા સાત રાત્રિ-દિવસ સારી પૂર્ણ થયાં. દરેક તીર્થંકરનો ગર્ભકાળ જુદો જુદો હોય છે તેથી પ્રસંગ પામીને અહીં વર્તમાન ચોવીસીના સર્વ તીર્થકરોનો ગર્ભકાળ કહે છે :
| ગર્ભકાળ યંત્ર | જિન ઋષભ અજિત સંભવ અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુપાર્શ્વ ચંદ્રપ્રભ સુવિધિ શીતલ શ્રેયાંસ વાસુપૂજ્ય માસ-દિન ૯-૪ ૮-૨૫ ૯-૬ ૮-૨૮ ૯-૬ ૯-૬ ૯-૧૯ ૯-૭૮-૨૬ ૯-૬ ૯-૬ ૮-૨૦
જિન | વિમલ અનંત ધર્મ શાંતિ કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત નમિ નેમિ પાર્થ મહાવીર માસ-દિન ૮-૨૧ ૯-૬ ૮-૨૬ ૯-૬ ૯-૫ ૯-૮ ૯-૭ ૯-૮ ૯-૮ ૯-૮ ૯-૬ ૯-૭
સર્વ ગ્રહો પોતપોતાના ઉચ્ચસ્થાનમાં રહ્યા હોય ત્યારે જ તીર્થંકરદેવોનો જન્મ થાય છે, તેથી અહીં પ્રસંગ પામીને ગ્રહોનાં ઉચ્ચસ્થાન અને તેનું ફળ જણાવે છે -
| મેષ, વૃષભ આદિ રાશિઓમાં રહેલા સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો ઉચ્ચના ગણાય છે તેમાં પણ તેઓ ૧૦, ૩ આદિ અંશોમાં રહેલા હોય ત્યારે પરમ ઉચ્ચના ગણાય છે. તેનું ફળ આ પ્રમાણે છે :
૧. જે પુરુષના જન્મસમયે એક ગ્રહ ( ૫. પાંચ ગ્રહ ઉચ્ચના હોય તે મંડલનો ઉચ્ચનો હોય તે પુરુષ સર્વ પ્રકારે સુખી થાય છે.
અધિપતિ એવો રાજા થાય છે. ૨. બે ગ્રહ ઉચ્ચના હોય તે ધન-ધાન્ય આદિનો ભોગી થાય છે.
૬. છ ગ્રહ ઉચ્ચના હોય તે સમ્રાટ થાય છે. ૩. ત્રણ ગ્રહ ઉચ્ચના હોય તે ધનવાન થાય છે.
૭. સાત ગ્રહ ઉચ્ચના હોય તે ચક્રવતી ૪. ચાર ગ્રહ ઉચ્ચના હોય તે નેતા થાય છે.
થાય છે. ઉ૮OSE
For Private
anal Use Only
www.jainelibrary.org