________________
(૧૧) ખીરસમુદ્ર
અગિયારમા સ્વપ્નમાં જોવાયેલા ખીરસમુદ્રમાં ચારેય બાજુએથી પાણીની ભરતી થઈ રહેલી છે. તેમાં કલ્લોલો અને મોજાં ઉત્પન્ન થઈ રહ્યાં છે. એનું પાણી વારંવાર એકઠું થઈને વારંવાર જુદું પડી રહ્યું છે, અત્યંત વેગપૂર્વક કિનારા તરફ ધસી રહ્યું છે અને ત્યાંથી અથડાઈને પાછું ફરી રહ્યું છે, તેથી આ સમુદ્ર અત્યંત શોભાવાળો અને મનોહર લાગે છે. એમાં રહેલાં મોટા મગરમચ્છ, માછલાં વગેરે જળચર જીવો પોતાની પૂંછડીઓ પાણીમાં વારંવાર જોરથી પછાડી રહ્યાં છે એથી એની અંદર કપૂર જેવાં ઉજ્વળ ફીણ ઉત્પન્ન થઈને ચારે તરફ પ્રસરી રહ્યાં છે. ગંગા વગેરે મોટી મોટી નદીઓનાં વેગપૂર્વક ધસી આવતાં પાણી એમાં પડી રહ્યાં છે એથી એમાં ઠેકઠેકાણે ઘુમરીઓ ઉત્પન્ન થયેલી છે. ખીરસમુદ્રનું જળ એ ઘૂમરીઓમાં સપડાઈને ગોળાકારે ફરી રહ્યું છે. એમાંથી બહાર નહિ નીકળી શકવાને કારણે ઊંચે ઊછળી-ઊછળીને પાછું એ ઘૂમરીઓમાં જ પડ્યા કરે છે અને એમાં જ ભમ્યા કરે છે.
આમ ખીરસમુદ્રનું જળ સ્વાભાવિક રીતે જ ચપળ બની રહેલું છે.
વિશેષ નોંધ : સમુદ્રનું ચિત્ર તો યથાર્થ દોરી શકાય છે, પણ એનો આકાર બનાવવો કઠિન હોવાથી, આજકાલ સમુદ્રના પ્રતીકરૂપે વહાણનો આકાર બનાવાય છે. પરંતુ એથી જોનારાઓને સમુદ્રને બદલે વહાણના સ્વપ્નનો ભ્રમ થવાનો સંભવ રહે છે. એવો ભ્રમ ન થાય તે માટે યોગ્ય માર્ગદર્શન આપવા દ્વારા કુશળ કારીગર પાસે નાના ચિત્રમાં બતાવ્યા મુજબનો સમુદ્રનો જ આકાર બનાવાય તો જોનારાઓને ભ્રમ થવાનો સંભવ રહે નહિ. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સમુદ્રને જોયેલો હોવાથી અરિહંત કેવળજ્ઞાનરૂપી રત્નોના
સ્થાનભૂત થાય છે અર્થાત ભવ્યાત્માઓને કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરાવનારા થાય છે.
સુપુત્રનું કર્તવ્ય ! | શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી અવિરુદ્ધ એવી જે કોઈ આજ્ઞા આપણા ઉપકારી માતાપિતા આપણને કરે તે આજ્ઞાને આદરપૂર્વક મસ્તકે ચડાવવી, રોજ સવારે તેમનાં ચરણોમાં મસ્તકે મૂકીને તેમને પગે લાગવું, કદી પણ તેમની સામે બોલવું નહિ અને તેઓ જીવે ત્યાં સુધી તેમની ઉત્તમ પ્રકારે સેવા કરવી તેમ જ તેમને સમાધિ આપીને
સદ્ગતિ પમાડવી એ સુપુત્રનું કર્તવ્ય છે.
Jain Education International
Personal use only