________________
ફૂલમાળા
પાંચમા સ્વપ્નમાં જોવાયેલી ફૂલમાળામાં કલ્પવૃક્ષનાં તાજાં અને સુગંધી ફૂલો વડે ગૂંથેલી બીજી માળાઓ પણ રહેલી છે, તેથી તે અત્યંત મનોહર લાગે છે. વળી જાતજાતનાં ફૂલો, કમળો અને કુમુદો તથા સુવાસિત આમ્રમંજરી તેમાં ગૂંથેલી હોવાથી આ ફૂલમાળા અત્યંત સુગંધીદાર બનેલી છે અને પોતાની સુગંધ વડે એ આસપાસની દશેય દિશાઓને મહેકાવી રહેલી છે. છએ ઋતુઓમાં ઉત્પન્ન થનારાં ફૂલોની બનાવેલી માળાઓ પણ તેમાં રહેલી છે તેથી આ માળા દેદીપ્યમાન અને મનોહ૨ એવા લાલ, પીળા વગેરે જાતજાતના રંગોવાળી છે અને જોનારને અચંબો પમાડી દે એવી છે. મુખ્યત્વે એ સફેદ રંગની છે અને એમાં થોડા થોડા અંતરે બીજા રંગો પણ છે. આ ફૂલમાળાની સુવાસ ઘણે દૂર સુધી ફેલાયેલી છે. તેથી ઘણા ભમરાઓ આ ફૂલમાળા તરફ વેગપૂર્વક ધસી આવેલા છે. આ ફૂલમાળા જેવું સુગંધના સરોવર સમાન સુંદર સ્થાન પ્રાપ્ત થવાથી મોજમાં આવીને ભમરાઓ મધુર ગુંજારવ કરવા લાગેલા છે. જાતજાતના ભમરાઓ છે ને ભાતભાતના એમના રંગો છે. આવા ભમરાઓનો મોટો સમૂહ આ ફૂલમાળાની સુગંધમાં લયલીન ને મસ્ત બનીને એની આસપાસ સર્વત્ર ભમી રહેલો છે.
૫
વિશેષ નોંધ : તીર્થંકરોની માતાઓ ચૌદ મહાસ્વપ્નોમાંના આ સ્વપ્નમાં બે ફૂલમાળાઓ નહિ, પણ એક જ ફૂલમાળા જુએ છે. આ વાત ખાસ નોંધપાત્ર છે. બે ફૂલમાળાઓ તો પોતાને કેવળજ્ઞાન થતાં પહેલાં આવેલાં દસ સ્વપ્નોમાંના એક સ્વપ્નમાં શ્રી વીરપ્રભુએ પોતે જોયેલી છે.
સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં (એક) ફૂલમાળાને જોયેલી હોવાથી અરિહંત ત્રણેય ભુવનોના જીવોને માટે (આજ્ઞા દ્વારા) મસ્તકે ધારણ કરવા યોગ્ય થાય છે.
પ્રભુએ પોતે સ્વપ્નમાં બે ફૂલમાળાઓ જોઈ એનાથી પ્રભુ સાધુધર્મ અને શ્રાવકધર્મ
એમ બે પ્રકારના ધર્મને કહેશે એમ સૂચવાય છે. આમ સ્વપ્નમાં માતાએ જોયેલી એક ફૂલમાળા અને પ્રભુએ જોયેલી બે ફૂલમાળા આ બંનેનાં ફળ અલગ-અલગ છે.
ઉપકારી ધર્મગુરુ આદિનો વિનય !
ધર્મગુરુ બહારથી આવે ત્યારે ઊભા થવું, સામે જવું, એમને બેસવા આસન આપવું વગેરે વિનય કરવો. ઉદ્ધતાઈનો ત્યાગ કરી એમનાથી નીચા આસને બેસવું-બેઠક નીચી રાખવી. તેમની સામે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહિ. ભગવાન, ધર્મગુરુ, વિદ્યાગુરુ અને ગુરુજન સમક્ષ પગ ઉપર પગ ચડાવીને બેસાય નહિ.
Jain Education International
૧૫
For Private & Personal Use Only
www.jainelibrary.org