SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) સિંહ | ત્રીજા સ્વપ્નમાં જોવાયેલો સિંહ સફેદ રંગનો છે. અત્યંત રૂપાળો હોવાથી જોયા જ કરવાનું મન થાય એવો છે. એના બે પંજા મજબૂત છે અને ઉત્તમ છે. એની દાઢ ગોળાકાર છે, પુષ્ટ છે, પોલાણ વગરની છે, ઉત્તમ છે ને અણીદાર છે એથી એનું મુખ અત્યંત સુશોભિત બનેલું છે. એના બે હોઠ કમળ જેવા સુકોમળ છે, સપ્રમાણ છે અને ઉત્તમ છે એથી શોભી રહેલા છે. એનું તાળવું લાલ અને સુકોમળ છે. એની જીભ લપલપાટ કરતી અને મનોહર છે. એની બે આંખ સોના જેવી છે, ગોળ છે, સ્વચ્છ છે તેમ જ વીજળી જેવી ચળકતી અને ચંચળ છે. એની બે સાથળ વિશાળ છે, પુષ્ટ છે અને ઉત્તમ છે. એની ખાંધ પરિપૂર્ણ છે. અને નિર્મળ છે. એની કેશવાળી (કેસરા) સુકોમળ છે, સફેદ છે, બારીક છે, ઉત્તમ લક્ષણોવાળી છે ને લાંબી છે. આવી ભવ્ય કેશવાળીના દમામથી એ સિંહ અત્યંત સોહામણો બનેલો છે. એ સિંહે પોતાનું પૂંછડું પહેલાં જમીન ઉપર જોરથી પછાડ્યું છે અને પછી ઊંચું કરીને ગોળાકારે વાળેલું છે, એથી એનો રુઆબ અત્યંત વધી ગયેલો છે. એનું મન ક્રૂરતા રહિત હોવાથી જોવાનું મન થયા જ કરે એવું સુંદર લાગે છે. એ મંદ મંદ ગતિથી ચાલી રહેલો છે . એની ચાલ મલપતી અને મનોહર છે. એના પગના નખ અતિશય અણીદાર છે. એણે પોતાની મનોહર જીભ મુખની બહાર ફેલાયેલી છે એથી એનું મુખ સુંદર લાગે છે . વિશેષ નોંધ : કુદરતી રીતે સૂંઢ હાથીને જ હોય છે, સિંહને હોતી નથી, વર્તમાનમાં જોવા મળતાં ચિત્રોમાં અને આકારમાં સૂંઢવાળો સિંહ જોવા મળે છે, પરંતુ અહીં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે સ્વપ્નમાં જોવાયેલો સિંહ સૂંઢવાળો છે એવું શાસ્ત્રીય વર્ણનમાં નથી. સ્વપ્નમાં જોવાયેલા સિંહની કેશવાળી સફેદ છે. અહીં ચિત્રની સુંદરતા માટે જ એને સોનેરી રંગ આપવામાં આવ્યો છે તે ધ્યાનમાં રહે. સ્વપ્ન ફળ : માતાએ સ્વપ્નમાં સિંહને જોયેલો હોવાથી અરિહંત કામદેવરૂપી દુષ્ટ હાથી વડે ખેદાનમેદાન કરાઈ રહેલા ભવ્યાત્માઓ રૂપી વનનું રક્ષણ કરનારા થાય છે. અરિહંતો ઉગ્રકુળ, ભોગકુળ, રાજન્યકુળ, જ્ઞાતકુળ, ઇક્વાકુકુળ, ક્ષત્રિયકુળ, હરિવંશકુળ તેમજ જેમની જાતિ (માતૃપક્ષ) અને કુળ (પિતૃપક્ષ) વિશુદ્ધ હોય એવા કુળોમાં ઉત્પન્ન થાય છે. Jain Education International For Povale & Personal Use Only bitan od
SR No.005026
Book TitleChaud Mahaswapna Chitravali
Original Sutra AuthorN/A
AuthorHitvijay
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2003
Total Pages48
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy