________________
સંતની અમૃતવાણી : ૧૬૫
એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સાગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણુ સ’પૂ`પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણુ અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐકયતા થઈ છે. તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે. એમ સ્પષ્ટપ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સયાગને વિષે તેને ઈષ્ટઅનિષ્ટપણુ‘પ્રાપ્ત થતુ' નથી. જન્મ, જરા, મરણ, રાગાઢિ આધારહિત સપૂર્ણ માહાત્મ્યનુ ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી, તે કુંતાથ્ થાય છે. જે જે પુરૂષોને એ છ પદ સપ્રમાણ એવ પરમપુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરૂષ સવ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ,સવ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org