________________
સંતની અમૃતવાણી : ૧૪૫
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે “મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગાપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગાપણું, સર્વથા જેને વતે છે, તે “મુક્ત” છે.
અટલ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશાવતે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. આંક, ૭૭૯
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org