________________
૪૮ : શ્રીમદ્દ અને ગાંધીજી આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે, ક્રોધાદિ. ભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિ. ધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે? એટલું વિચારવું કાર્યરૂપ છે, અનાદિ તે બેય છે. પછી કયારેક ઓછા પ્રમાણમાં અને કયારેક વિશેષ પ્રમાણમાં કેઈનું બળ હોય છે.
૧૦. પ્ર.—ગીતા કેણે બનાવી? ઈશ્વરકૃત તે નથી ? જે તેમ હોય તો તેને કોઈ પુરાવો ?
ઉ૦–ઉપર આવેલા ઉત્તરેથી કેટલુંક સમાધાન થઈ શકવા યોગ્ય છે કે, ઈશ્વરકૃતને અર્થ જ્ઞાનીસંપૂર્ણજ્ઞાની એ કરવાથી તે ઇશ્વરકૃત થઈ શકે પણ નિત્ય અકિય એવા આકાશની પેઠે વ્યાપક ઈશ્વરને સ્વીકાર્યું તેવાં પુસ્તકાદિની ઉત્પત્તિ થવી સંભવે નહિ. કેમકે તે સાધારણ કાર્ય છે, કે જેનું કર્તાપણું આરંભ પૂર્વક છે અનાદિ નથી હોતું.
ગીતા વેદવ્યાસજીનું કરેલું પુસ્તક ગણાય છે,
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org