________________
इक्खाग-विदेह-नरीसर नरवसहा मुणिवसहा । नव-सारय-ससि-सकलाणण विगयतमा विहुअरया । अजि उत्तम-तेअ-गणेहिं महामणि अमिअबला विउलकला | पणमामि ते भवभय-मूरण, जगसरणा मम सरणं
TI૧રૂTI ચિત્તનેહા II
ઈક્વાકુ વંશમાં જન્મેલા, વિદેહ નામના દેશના રાજા, મનુષ્યોમાં વૃષભ સરખા, અને મુનિઓમાં પણ વૃષભ સમાન ઉત્તમ, નવીન એવી શરદ ઋતુના ચંદ્રના જેવા પૂર્ણ (કલાયુક્ત) મુખવાળા, અજ્ઞાનરૂપી અંધકાર વિનાના, કર્મ રૂપી રજ જેમણે ધોઈ નાખી છે અર્થાત્ નાશ કરી છે એવા અને ઉત્તમ એવા આત્મ તેજ રૂપ ગુણો વડે મહામુનિઓ દ્વારા પણ ન કળી શકાય તેવા બળવાળા, વિશાળ કુળવાળા, ભવોના ભયને ચૂરી નાખનારા તથા જગતને શરણ આપનારા એવા હે અજિતનાથ પ્રભુ ! હું તમને નમસ્કાર કરું છું. મને ભવોભવ તમારું શરણ હોજો. ./૧૩
છઠું સ્મરણ-૭૬
Sixth Invocation-76
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org