________________
પ્રસ્તાવના
જૈન સમાજમાં નવસ્મરણ મહાન્ પ્રભાવક સ્તોત્રો તરીકે સુપ્રસિદ્ધ છે. આ સ્તોત્રોનાં પદો મંગલમય છે. મંત્રાક્ષર સ્વરૂપ છે. તેના વારંવાર ઉચ્ચારણ-પઠન પાઠનથી પણ અનેક જીવોનાં અનેકવિધ વિઘ્નો નાશ પામ્યાં હોય એવાં શાસ્ત્રમાં અનેક દૃષ્ટાન્તો છે. તે નવે સ્મરણનું કંઇક સ્વરૂપ આ પ્રમાણે છે.
નમસ્કાર મહામંત્ર- (૧)
સર્વોત્તમ એવા પંચ પરમેષ્ઠિને નમસ્કાર કરવા સ્વરૂપ “પંચ મંગલ મહાશ્રુતસ્કંધ' તરીકે જૈન શાસ્ત્રમાં સર્વથી શ્રેષ્ઠ મંગળ તરીકે સુપ્રસિદ્ધ છે. જેના પ્રભાવથી “અમરકુમાર''નો યજ્ઞક્રિયા કાલે મૃત્યુમાંથી બચાવ થયાનું સર્વને સુવિદિત છે. સર્વજ્ઞ ૫૨માત્માની વાણીનું શ્રવણ કર્યા પછી ગણધરભગવન્તો જે દ્વાદશાંગી રૂપ શાસ્ત્રોની રચના કરે છે. તે કાળે તેની અંતર્ગત એવી આ નવકારમંત્રની પણ રચના થાય છે. પરંતુ અક્ષરમાત્રથી સર્વ તીર્થંકર પ્રભુના કાલે સમાન રચના હોવાથી આ નવકારમંત્ર શાશ્વત કહેવાય છે. જગતના ગમે તેવા ભોગસામ્રાજ્યની સામે પણ ત્યાગનું સામ્રાજ્ય ઘણું જ અધિક છે. આ કારણથી ચક્રવર્તી જેવા મહારાજાઓ પણ સંતના ચરણકમળમાં નમસ્કાર કરે છે. સંસારના ત્યાગી એવાં પાંચ પરમેષ્ઠિ પદોને નમસ્કાર સ્વરૂપ આ સ્તોત્ર છે. તેના ૬૮ અક્ષર, ૯ પદ, ૮ સંપદા, ૭ જોડાક્ષર અને ૬૧ લઘુઅક્ષર છે.
ઉવસગ્ગહરં સ્તોત્ર :- (૨)
આ પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન છે. ચૌદપૂર્વધર આચાર્યશ્રી ભદ્રબાહુસ્વામીજી આ સ્તોત્રના કર્તા છે. રચનાનું કારણ એવું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org