________________
स्थाने गभीरहृदयोदधिसंभवायाः । पीयूषतां तव गिरः समुदीरयन्ति ।। पीत्वा यतः परम सम्मदसंगभाजो | भव्याः व्रजन्ति तरसाप्यजरामरत्वम् ।।२१।।
ગંભીર એવા આપશ્રીના હૃદયરૂપી મહાસાગરમાંથી ઉત્પન્ન થયેલી આપશ્રીની વાણીને લોકો “અમૃત પણું” જે કહે છે તે ઉચિત જ છે. અર્થાત્ સાચુંજ છે. કારણ કે તે વાણી રૂપી અમૃતનું પાન કરીને અત્યન્ત આનંદના સંગને પામ્યા છતા ભવ્યજીવો અજરામ૨૫ણાને તુરત વેગેવેગે પામે છે. સારાંશ કે જેમ અમૃત પીવાથી માણસો જરા અને મરણ વિનાના બને છે તેમ આપશ્રીની વાણીનું શ્રવણ કરવાથી લોકો જ૨ા અને મરણ વિનાના બને જ છે. માટે આપશ્રીની વાણી અમૃતનું કાર્ય કરનાર હોવાથી લોકો તેને અમૃત કહે છે તે ઉચિત જ છે. ૨૧॥
આઠમું સ્મરણ-૧૭૬
Jain Education International
Eight Invocation-176
For Private & Personal Use Only
www.jainelibrary.org