________________
૧૪
પ્રા. ડૉ. શ્રી અમૃતભાઇ ઉપાધ્યાય
(M. A, Ph.D.)
મુંબઇ યુનિવર્સિટીની એમ.એ (ફર્સ્ટકલાસ)ની તથા ગુજરાત યુનિવર્સિટીની પી. એચ. ડી.ની ડીગ્રી ધરાવે છે. મુંબઇની પ્રસિદ્ધ એવી ભવન્સ કોલૅજ ઑફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં પ્રાધ્યાપક તથા વિભાગાધ્યક્ષ તરીકે સેવા આપી છે.
મુંબઇ યુનિવર્સિટીના માન્ય અનુસ્નાતક અધ્યાપક તથા ગુજરાત યુનિવર્સિટીના માન્ય અનુસ્નાતક અધ્યાપક તથા પી. એચ. ડી. ગાઈડ રહી ચૂક્યા છે.
શ્રી હેમચંદ્રાચાર્યકૃત શાસ્ત્રીય સંસ્કૃત ગ્રંથ “કાવ્યાનુશાસન” તથા સ્વોપન્નવૃત્તિ ‘અલંકાર ચૂડામણિ વૃત્તિ” તેમજ “વિવેક” વ્યાખ્યાના સર્વગ્રાહી અધ્યયનરૂપ ગ્રંથ અંગ્રેજીમાં (૧૯૮૭) તથા ગુજરાતીમાં (૧૯૯૪) પ્રગટ કર્યો છે. ભારતનાં વિવિધ વિદ્યાધામોની તથા અમેરિકાની વિખ્યાત વિદ્યા સંસ્થાઓની મુલાકાતે જઇ આવ્યા છે. અનેક પરિસંવાદો, પરિષદો, વિદ્યાકીય કાર્યક્રમોમાં હાજરી આપી નિબંધો-શોધપત્રો રજૂ કર્યા છે. ૧૯૯૫થી નિવૃત્તિ સ્વીકારી છે પણ જ્ઞાનસેવા ચાલુ છે. આજે પણ સંશોધન-વિવેચનનાં મહત્ત્વનાં કામો હાથ પર છે. અંગ્રેજી, હિન્દી તથા ગુજરાતી ભાષામાં પુસ્તકો, લેખો તથા શોધપત્રો આલેખ્યાં છે. જાણીતાં સામયિકો તથા સંપાદનોમાં એમના શોધલેખો સંગ્રહિત થયા છે. અંગ્રેજી માધ્યમથી અધ્યાપન-લેખનપ્રવચનનો વર્ષોનો અનુભવ છે.
Jain Education International
For Private & Personal Use Only
-પ્રકાશક
www.jainelibrary.org