________________
માટે આજ્ઞા શિરેમાન્ય કરવાના પ્રતિક સ્વરૂપ નીચેથી બદામ જે ગેળ અને ઉપરથી મંદિરના શિખરના આકારને કેસરથી કપાળે ચાંલ્લો કરે.
ત્યારબાદ જલ, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી તૈયાર કરીને ઉત્તરાસનથી આઠપડે મુખકેશ બાંધ જોઈએ. (મેં બાંધવું જોઈએ) પછી પૂજાની સામગ્રી લઈને “નિસિહી કહીને ગભારામાં પ્રવેશ કરે જોઈએ. આ નિસિહી કહી એટલે હવે દેરાસરના કામકાજ અંગેની વાત કરવાનું પણ નિષેધ થશે. તેથી એવી કોઈ વાત ગભારામાં ન થાય.
ચ્યવન કલ્યાણકની ભાવના ભાવતાં ભાવતાં પ્રભુજીની મૂર્તિ ઉપરથી મુકુટ, કુંડલ વગેરે આભૂષણ તથા પુષ્પાદિ ઉતારવાનું કાર્ય કરવું. ત્રસજીની વિરાધના ન થાય એટલા માટે હળવેથી મેરપીંછીને ઉપયોગ કરે.
પ્રભુજીના અંગ પર ચઢાવેલાં મુગુટ, કુંડલ, પુષ્પ, વગેરેને ઉતારીને તેની આશાતના ન થાય એ રીતે બહુમાન પૂર્વક એકાંત જગ્યામાં તેને પધરાવવાં.
પછીથી જગતના તારણહાર અને અનત ઉપકારી તીર્થંકર પ્રભુને જન્મ આખી દુનિયાને સુખશાંતિ આપનાર હતે. તે દેવાધિદેવ જ્યારે જમ્યા ત્યારે તેમનું સૂતિકર્મ પ૬ દિકુમારિકાઓએ કરેલું તેમજ તીર્થંકર પ્રભુને જન્મમહોત્સવ મેરુગિરિ ઉપર ૬૪ ઈન્દ્રોએ ઉજવ્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org