________________
રર
કરીએ છીએ. જે ૧૩ વસ્તુઓ જગતમાં એક માત્ર અરિહંત પરમાત્માની કૃપાથી જ મળવાની છે. પરમાત્માની દ્રવ્યપૂજા અને ભાવપૂજા કરી તેના ફળ તરીકે આ ઘેરા માનવજન્મમાં મેળવવા લાયક વસ્તુઓની અચિંત્ય ચિંતામણિ પ્રભુ પાસે માગણી કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરવા લાયક છે. પ્રાર્થના વિશ્વાસપૂર્વકની છે અને યોગ્ય છે એટલે તે કદી નિષ્ફળ જવાની નથી.
: “જય વીયરાય સૂત્રમાં ૧૩ માગણી :
(૧) ભવનિર્વેદ : સંસારના સુખ પ્રત્યે અણગમે (વૈરાગ્ય).
(૨) માગનુસારિતા ઃ તત્ત્વને-મોક્ષમાર્ગને અનુસરવાપણું.
(૩) ઇષ્ટફલસિદ્ધિ ધર્મ આરાધના સ્વસ્થતાથી ચાલે તેટલી ઈટફલ-જીવન જીવવાની સામગ્રીની પ્રાપ્તિ.
(૪) લોકવિરુદ્ધને ત્યાગ : આલેક, પરલેક, ઉભયલક વિરુદ્ધ કાર્યોને ત્યાગ.
(૫) ગુરુજનપૂજા : માતાપિતા, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે વડીલોની આદરપૂર્વક સેવા.
(૬) પરાર્થકરણ : નિઃસ્વાર્થ ભાવે પરંપકાર. A (૭) શુભગુરુને વેગ : ચારિત્રસંપન્ન સદ્ગુરુને રોગ-સમાગમ.
(૮) તેમના વચનની સેવા : ગુરુના વચનના સેવા અર્થાત્ આજ્ઞાપાલન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org