SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણથી ભરેલી વાણી દ્વારા ધર્મોપદેશનો ધોધ વરસાવ્યા, ચતુર્વિધ સંઘ-શાસનની સ્થાપના કરી, મેક્ષમાર્ગ બતાવી જગત ઉપર લેત્તર ઉપકાર કર્યો. ૬૪ ઈન્દ્રો આપના ચરણકમલની ઉપાસના કરે છે. અસંખ્ય દેવે સેવા માટે દોડાદોડ કરે છે. ગણધર ભગવંતે આપની સેવા કરે છે. સિંહ અને હરણ, સર્પ અને નળીયા જેવા જન્મથી વૈરવાળા પ્રાણીઓ મિત્રભાવે સાથે બેસી આપને ઉપદેશ સાંભળે છે. આપના દર્શન કે મરણ માત્રથી અમારાં પાપ, સંતાપ દૂર થાય છે. એ ઉપકારના બદલામાં કશું જોઈતું નથી. ભયંકર અપકારીને પણ કરુણાસમુદ્ર! આપે સંસારથી 'તારવાનો અજોડ ઉપકાર કર્યો છે. હું પણ આપના આલંબનથી સંસાર સાગર તરીશ. (૩) રૂપાતીત અવસ્થા પદ્માસને કે કાર્યોત્સર્ગાસને રહેલી પ્રભુની મૂર્તિ જોઈ રૂપાતીત અવસ્થા અર્થાત્ મેક્ષે ગયા પછીનું પ્રભુનું સ્વરૂપ આ પ્રમાણે ભાવવુ –પૂર્ણપણે પ્રગટ થએલા કેવા મહાન જ્ઞાનાદિ અનંતગુણો! કેવું ભવ્ય છે સ્ફટિક જેવું નિર્મલ આત્મસ્વરૂપ! જન્મ-મરણ, રેગ-શાક, દુઃખદારિદ્રયની કઈ પીડા નહિ! સદા અનંતસુખમાં હાલવાનું ! ધન્ય છે હંમેશ માટે નિર્વિકાર અને નિરાબાધ સ્થિતિને ! ૬. દિશિયાત્રિક શ્રી જિનેશ્વર ભગવંતનાં દર્શન, પૂજા ચિત્યવંદનાદિ કરતી વખતે ભગવાન જે દિશામાં હોય તે દિશા સિવાયની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004992
Book TitleJina darshan Poojan Vidhi
Original Sutra AuthorN/A
AuthorMitranandvijay
PublisherShantinagar Jain Aradhak Mandal Ahmedabad
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy